________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૮)
पद ९०.
(રા સાવી-સોરઠો.). अणजोवतां लाख, जोवे तो एक नहीं ॥ लाधी जोबन साख, वहाला विण एलें गइ. ॥१॥
(રાજ સોરઠ.) महोटी बहूये मन गमतुं कीg ॥ महोटी० ॥ पेटमें पेशी मस्तक रहेंसी, साही स्वामिजीने दीधुं ।महो०॥१॥ खोले बेसी मीठु बोले, कांइ अनुभव अमृत जल पीधुं ॥ छानी छानी छरकडा करती, छरती आंख मनडुं विध्यु।।महो०२॥ लोकालोक प्रकाशक छैयुं, जणतां कारज सिध्यु ॥ अंगोअंगे रंगभर रमतां, आनंदघनपद लीधुं ॥ महोटी० ॥३॥
ભાવાર્થે:–સાખીનો અર્થ ઘણો ગંભીર છે, માટે ગીતાને પુછી તેનું ખરું સ્વરૂપ અવધવું; અત્ર સ્વબુદ્ધિ અનુસારે નીચે પ્રમાણે લખવામાં આવે છે. સમતા પિતાની સુમતિસખીને કથે છે કે, જ્યારે ન દેખીએ ત્યારે લાખની પ્રતીતિ થાય છે, પણ જ્યારે શુદ્ધજ્ઞાનાદિ ગુણવડે પરીક્ષા કરવામાં તત્પર થઈએ છીએ અને અવલોકન કરીએ છીએ, ત્યારે લાખમાંથી એક પણ દેખાતું નથી. યોવનાવસ્થારૂપ પામેલી સાખ, મારા શુદ્ધચેતનવિના એળે ગઈ, અર્થાત શુદ્ધચેતન સ્વામિની પ્રાપ્તિવિના ખીલેલી મારી યૌવનાવસ્થા એળે એટલે નિષ્ફળ ગઈ અર્થાત્ જાય છે; એમ ક્ષપકશ્રેણિપર આરેહણ થએલી સમતા, પિતાની સખી સુમતિને કથે છે. ક્ષપકશ્રેણિપર ચઢેલી સમતાની ભરયૌવનાવસ્થા ગણાય છે, પણ તેરમાં યોગી કેવલી ગુણસ્થાનમાં ગયા વિના પરમ શુદ્ધચેતન સ્વામિનો સાક્ષાત્ સંગ થતો નથી, તેથી ક્ષપકશ્રેણિમાં રહેલી સમતા, આવા પ્રકારના ઉદ્ગારે કાઢે છે અને પિતાના સ્વામીને મળવા પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, અર્થાત્ મમતાનો નાશ કરવા પોતાની શુદ્ધરમણતારૂપ યુતિઓ રચ્યા કરે છે. સમતા જે કરે છે તે-નાની વધુ સુમતિ, મોટી વહુ સમતાનું વર્તન જણાવતી છતી કળે છે. આત્મ સ્વામિની લઘુ વધૂ સુમતિ છે અને મોટી વધૂ સમતા છે. સુમતિ કથે છે કે, મારા શુદ્ધચેતન સ્વામિની મેટી વધૂ સમતાએ પિતાના મનમાં જે ગમતું હતું તે પરિપૂર્ણ કર્યું. અહો સમતા તારી બહાદુરી ! અહો તારી શક્તિ ! તે તારા નિશ્ચય પ્રમાણે સર્વ કર્યું. શું કર્યું તે હવે જણાવે છે. તે મમતાના પેટમાં પેશીને
For Private And Personal Use Only