________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૮ ) કદી જાઉં નહિ. સમતા પિતાના આત્મસ્વામિને મળવા માટે અત્યંત આતુર થઈ છે અને તે હવે અનુભવવડે આત્મસ્વામિને મળવાની ઉત્કંઠામાં અને પુછવાની અને અન્યત્ર શોધ કરવાની પ્રવૃત્તિથી નિરાશ થઈને, અત્તરમાં ચેતનાભિમુખ વૃત્તિ કરીને પોતાના ઉદ્ધાર બહાર કાઢે છે. સમતા પોતાની પ્રવૃત્તિમાં આરૂઢ થઈ છે તેથી તે આત્મપતિની શોધમાં તલ્લીન બની છે. અન્યત્ર શોધ કરીને તે થાકી ગઈ પણ તેને આત્મસ્વામિની પ્રાપ્તિ થઈ નહીં. કેઈ પણ જાતનું મમત્વ હોય છે ત્યાંસુધી, સમતા પિતાના ચેતનને પ્રાપ્ત કરી શકતી નથી. દુનિયાની વસ્તુઓનું મમત્વ જેમ ત્યાગવાની જરૂર છે, તેમ એકાન્તદષ્ટિથી બધાએલ સાંખ્યાદિ દર્શન મમત્વને પણ ત્યાગવાની જરૂર છે.
દુનિયામાં દરેક ધર્મવાળાઓને પિતાપિતાના ધર્મનું અત્યંત મમત્વ હેય છે. પોતાના ધર્મમાં દાખલ થનારાપર રાગ અને અન્યધર્મવાળા
પર દ્વેષ ધારણ કરનારાઓ સમતાથી દૂર રહે છે અને તેથી તેઓ આત્મતત્ત્વની પ્રાપ્તિ કરી શકતા નથી. મનુષ્ય પોતાના ધર્મની મમતાના લીધે અન્ય ધર્મ પાળનાર મનુષ્યને દુઃખ દે છે, અન્ય ધર્મ પાળનારની સાથે યુદ્ધ કરે છે અને હજારે મનુષ્યનું હૃદય દુભાવે છે, આવી તેમની મમત્વબુદ્ધિથી તેઓ શુદ્ધ પ્રેમ અને સમતાવિના પરમાત્માનું દર્શન કરી શકતા નથી.
જગતમાં અનેક ધર્મના પન્થ હોય અને અનેક માન્યતાઓ ભિન્ન ભિન્ન જણાતી હોય, તેમજ પોતાના ધર્મ કરતાં અન્ય ધર્મવાળાએનો ધર્મ અસત્ય હોય, તો પણ અન્યધર્મવાળાઓ ઉપર દ્વેષ, ઈર્ષ્યા, વગેરે–અશુભભાવના કરવાની કંઈ જરૂર જણેતી નથી. પોતાને ધર્મ સત્ય હોય અને અન્ય મનુષ્યએ આદરેલ ધર્મ અસત્ય હોય તો, અસત્ય ધર્મને સત્ય ધર્મ તરીકે માન કે વદ નહીં કિન્ત, અસત્યધર્મ પાળનારાઓનું શ્રેષ, ક્રોધ અને સ્વધર્મ મમતાથી અશુભ ચિંતવવું અને તેઓને પીડવા, ઈત્યાદિ કરવું યોગ્ય નથી. અસત્યધર્મ પાળનારાઓને શુદ્ધ પ્રેમવડે સત્ય દલીલોથી પ્રતિબધી પોતાના સમાન ધમ બનાવવા એ વાત તો ન્યાયયુક્ત છે. દરેક દેશોમાં ધર્મની મમતાથી અનેક યુદ્ધો થયાં છે અને લાખે મનુષ્યોનાં રક્ત તયાં છે. ધર્મના એકાન્ત મમત્વથી મનુષ્યો, એકતરફ પરમાત્માનું ભજન, સેવન અને ભક્તિ કરે છે અને બીજી તરફ અન્યધર્મ પાળનારાઓ તરફ અશુભ દષ્ટિથી દેખ્યા કરે છે; આવી તેમની વિષમ સ્થિતિથી તેઓ રાગ અને શ્રેષના પંજામાં ફસાય છે અને સમતાનું મુખ પણ જોઈ શકતા નથી. જૈનધર્મમાં પણ કાલગે ત્રણ ફાંટા પડી ગયા છે. એક ફાંટાવાળા
For Private And Personal Use Only