________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૧ )
પણુ અણુમાન કરનાર લાભ છે. લાભરૂપ સમુદ્રના કોઈપણ આ જગત્માં પાર પામ્યું નથી, પામતું નથી અને પામશે નહિ. લાભથી જે મનુષ્યા, પેાતાના આત્માની ઉન્નતિ કરવા ધારે છે, તે ઉલટા અવનતિના ખાડામાં ઉતરે છે. વસ્તુત: આ જગમાં વિચારીએ તે લાભના સમાન કોઈ હલાહલ વિષ નથી. “ લાભસમાન દુઃખ નથી અને સન્તાષસમાન સુખ નથી. ” આ કહેવત અક્ષરે અક્ષર સાચી છે. લાભથી મનુષ્યા, મુક્તિના માર્ગમાં કાંટા વેરે છે. સામાન્ય નજીવી ખાયતેમાં પણ લાભી મનુષ્યેા લડી મરતા દેખાય છે. મનુષ્યા, લાભથી દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્યનું પણ ભક્ષણ કરી જાય છે. નીતિરૂપ કલ્પવૃક્ષને લાભી મનુષ્ય લાભરૂપ કુહાડાવડે છેદી નાખે છે. લાભી મનુષ્યા, અન્ય મનુષ્યેાના કરતાં પણ વિચિત્ર અન્ધ હોય છે; લાભના નાશ કર્યાવિના મુક્તિ પ્રાપ્ત થતી નથી. મનુષ્યાની અધેદા કરવામાં લાભના સમાન અન્ય કોઈ શત્રુ નથી. લાભી મનુષ્ય, પેાતાના આત્માની ખરી શાન્તિ મેળવવા ભાગ્યશાળી બનતા નથી. એકબીજાના દેશની પાયમાલી કરાવવાનેમાટે, લાભ પરસ્પર વિદેશીય મનુષ્યેાના હૃદયમાં ઉત્પન્ન થાય છે અને પરસ્પર વિદેશીય મનુષ્યોને યુદ્ધમાં ઉતારે છે, ખરેખર લાભનું આવું કાળું સ્વરૂપ છે, માટે વિવેકદૃષ્ટિ રાખી હે ચેતનસ્વામિન્ ! તમે ચેતતા રહેશે. મેહનીયની સંગતિથી એ બધું તેનું કુટુંબ આપને દુઃખ દેવામાં કંઈ ખાકી રાખતું નથી. આ પ્રમાણે કથીને પુનઃ ચારિત્રપરિણિત પેાતાના આત્મસ્વામિને વિનવે છે.
गई तिथिकं कहां बंभणाहो, पूच्छे सुमता भाव ॥ પરજો મુત તેરે મતે હો, દાહોં રત ચઢાવ. | વિ॰ ॥ ૩ ॥ तवसमत उद्यम कीयो हो, मेट्यो पूरव साज ॥
ર
प्रीत परमसुं जोरि हो, दीनो आनन्दघन राज. ॥ वि० ॥ ४ ॥ ભાવાર્થ:ચારિત્ર પરિણતિ સમતા ભાવ ધારણ કરીને ક૨ે છે કે, ગઈ તિથિ બ્રાહ્મણને કેમ પુછવી ? અર્થાત્ ગઈ તિથિને વારંવાર શું ભણવી ! તેની પેઠે જે વાત થઈ ગઈ તેને વારંવાર કહી સંભળાવવી યોગ્ય નથી. હું ચેતનસ્વામિન્ ! તારા મતપ્રમાણે ઘરનું સૂતર વારંવાર કયાંસુધી વધારવું ? આટલામાંજ સર્વ સમજી લા. રાગ અને દ્વેષરૂપ મેાહનીયા સંગ છેડીને તમે હવે મારી સંગતિ કરા. મારા સ્થિરતારૂપ ઘરમાં આવતાં આપને સહજ સુખના ભાસ થશે. આ પ્રમાણે ચારિત્ર પરિણતિનું સંભાષણ શ્રવણ કરવાથી, ચેતનના હૃદયમાં શુદ્ધભાવની જાગૃતિ થઇ આવી અને તેણે સમત્વભાવરૂપ ઉદ્યમ આરંભ્યો. સમત્વ-સમાનતા-સમતા અને સામ્ય
For Private And Personal Use Only