________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૦) છે, તે શ્રાવકનો ધર્મ પણ પ્રાપ્ત કરી શકતા નથી, ત્યારે તે સાધુધર્મ તે ક્યારે પ્રાપ્ત કરી શકશે? તે વિચારણીય છે. શ્રાવકે શ્રાવકના અધિકાર પ્રમાણે દેશવિરતિ ધર્મ પાળ જોઈએ અને સાધુએ સાધુના અધિકાર પ્રમાણે પંચમહાવ્રતઆદિ ચારિત્રધર્મ પાળ જોઇએ. આમાં જ્યારે ચારિત્રના સમ્મુખ થશે, ત્યારે તે સકલ કર્મને ક્ષય કરશે; એમ જૈનાગમે જણાવે છે.
આજ કારણથી ચારિત્રપરિણતિ પોતાના આત્મસ્વામિને અસત કર્મમિત્રની સોબત ત્યજાવા માટે જે કથે છે, તે ખરેખર અસરકારક છે. ચારિત્રપરિણુતિ કથે છે કે, હે લાલ આત્મન ! તું નગુરી એવી મોહિની ઉપર શા માટે મેહ પામે છે? ગમાર એવી માહિની ઉપર જે ગમાર હોય છે તેજ મેહ પામે છે. હે ચેતન ! તું તે ચતુર છે, સર્વ પ્રકારે હશિયાર છે, માટે મોહિની ઉપર તું કેમ રીજે છે. તેમજ તેની મિથ્યાત્વ પરિણતિ નામની પુત્રી છે, તેના ઉપર તું કેમ અત્યન્ત પ્રેમ ધારણ કરે છે. મોહિનીને ક્રોધ, માન, આદિ પુત્ર થયા છે અને તેઓને સુજ્ઞ લેક ચપટા મારે છે તેમજ તેને લોભ નામનો જમાઈ છે અને તેને માયાનામની પુત્રી છે. સર્વવિનાશક લોભે તે મોક્ષપર સ્વારી કરી છે. મેહિનીનું કુટુંબ અનેક દોષવૃન્દોથી જગતના જીનું બુરું કરવા અહર્નિશ પ્રયત્ન કર્યા કરે છે. હે ચેતન ! માહિનીના ફન્દમાં ફસાવાથી અનેક પ્રકારનાં દુઃખના ભેતા થવું પડે છે. સર્વવિનાશક લેભ, મોક્ષની પ્રાપ્તિમાં અનેક પ્રકારનાં વિઘો નાખે છે. સ્ત્રોમ: સર્વ વિનારા લભ સર્વને નાશ કરનાર છે. સર્વ પ્રકારના અધર્મનું મૂળ લોભ છે. લેભથી દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો અવિશ્વાસનાં મૂળ જગતમાં રોપે છે. જ્યાં લોભને સંચાર થાય છે, ત્યાં બુદ્ધિ રહેતી નથી. લેભથી સર્વ પ્રકારના સદ્ગુણે મલીન થાય છે. ગુણસ્થાનકેની ઉચ્ચ ભૂમિપર ચઢનારને લેભ હાનિ પહોંચાડે છે, અર્થાત્ તે પોતાની બુરી દષ્ટિને ભાવ ભજવ્યા વિના રહેતો નથી. લેભથી સ્વાગૅદષ્ટિનું હૃદયમાં રસામ્રાજ્ય પ્રવર્તે છે. લાભીના હૃદયમાં મલીન વાસનાઓને સમૂહ ભેગે થાય છે અને તેથી તે સન્તોષ નામના ગુણને તિરસ્કારી કાઢે છે.
રાજાઓ, લાભાર્થે સૃષ્ટિનો સંહાર કરીને મહા રૌરવ દુઃખના ભાગીદાર બને છે. મનુ, પ્રવૃત્તિનું ચક રાત્રી અને દિવસ લાભથી ચલાવ્યા કરે છે અને તેમાં પોતાનું ઉત્તમ જીવન જોતજોતામાં હારી જાય છે. લેભથી શારીરિક, વાચિક, કાયિક અને આધ્યાત્મિક શક્તિઓને નાશ થાય છે. હે ચેતન ! સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત થવામાં લોભના સમાન અન્ય કેઈ વિઘકર્તા નથી એમ સમજ. પર્વતે સમાન મેટા મેટા મહાત્માઓને
For Private And Personal Use Only