________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૩). જેઓ આશ્રવના માર્ગને ત્યાગ કરતા નથી અને સંસારમાં રાચીમાચીને વ્યાપાર વગેરેના આરંભેને કરે છે, અર્થાત્ પાપની ક્રિયાઓને નિર્ભયરીત્યા આદરે છે તેઓને કહેવામાં આવે કે “આમ કરે છે તે ઠીક નથી, ત્યારે તે ગૃહસ્થો કહે કે અમે તો સંસારી છીએ, તેથી છૂટા છીએ તેથી ગમે તે કરીએ? અમારે શું.” આ પ્રમાણે બાલનારા ગૃહસ્થ કરતાં જેના ચારિત્રમાં અતિચાર વગેરે લાગે છે અને તેનું ગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત લે છે અને કંચન અને કામિનીનો ત્યાગ કર્યો છે, એવા આગમોના આધારે દેશના દેનારા સાધુઓ અનન્તગુણા ઉત્તમ જાણવા. કાળે વચ્ચે ડાઘ જણાતો નથી-કાળા રંગમાં કાળું સમાઈ જાય છે, તેમ છકાયને આરંભ કરનાર ગૃહસ્થ જીવ આરંભાદિથી કાળે છે, તેથી તેને ડાઘ જણાય નહિ; પણ વ્યવહાર ચારિત્રધારક સાધુઓ શ્વેત વસ્ત્ર સમાન છે, અર્થાત્ હંસની પાંખ સમાન શ્વેત છેતેથી તેમને સહેજ પણ દૂષણ લાગતાં, ઘેળામાં કાળા ડાઘ માલુમ પડે છે, કાળી કાંમલી જેવા છકાયના આરંભીએને તે દૂષણ લાગ્યાજ કરે છે, તેઓએ પિતાને નિર્મલ માની લેવાની ભૂલ કરવી નહિ–કેટલાક એમ કથે છે કે “ચારિત્ર લીધા બાદ દોષ લાગે તે મહાપાપ બંધાય, તેના કરતાં ચારિત્ર ન લેવું તે સારું છે” આમ વદનારાઓ, માતાના પેટમાંથી બહાર નીકળવું તે સારું છે, પરંતુ જે બહાર નીકળ્યા બાદ પાપકર્મ કરાયું તો મહાદુઃખ પ્રાપ્ત થાય છે, માટે માતાના પેટની બહાર જ નીકળવું નહિ; આ પ્રમાણે બુમો પાડનારની પેઠે મૂર્ખ જાણવા, અર્થાત ચારિત્રમાં દોષ લાગે તો તેને ટાળવો અને આગળ વધવા પ્રયત્ન કરે, એવું કુશીલ નિનું લક્ષણ છે. શ્રીમાન મહાવીર પ્રભુએ ચારિત્ર લીધું તે વખતે તે પણ છઠ્ઠા ગુણસ્થાનકથી દશમાં ગુણસ્થાનક સુધી કુશીલ નિર્ચન્થ હતા. દે લાગે તો દેશોને ટાળવા, કિન્તુ વ્યવહાર ચારિત્રને ભાવ ધરીને અંગીકાર કરવું.
અધ્યાત્મજ્ઞાનને સાર પણ એ છે કે, પંચમહાવ્રતને સ્વીકાર કર. જે મનુષ્ય અધ્યાત્મ જ્ઞાનવડે પાંચ યમરૂપ યોગના પ્રથમ પગથીયાની સિદ્ધિ કરવાને સમર્થ નથી, તે પ્રત્યાહાર, ધારણા અને ધ્યાનાદિની પણું સિદ્ધિ કરવા સમર્થ થતા નથી. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે, કિન્તુ અધ્યાત્મજ્ઞાન પામ્યા પછી પણ હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ, મમતા, છકાયના જીવની હિંસા અને હિંસાના વ્યાપાર આદિ આશ્રવ માર્ગોને પરિહરવાની ખાસ આવશ્યકતા છે. કેટલાક અધ્યાત્મજ્ઞાન અને કેટલાક વ્યવહાર એ બે પક્ષમાંથી કઈ એક પક્ષને આગ્રહ કરે છે, પણ તેઓ જે સ્યાદ્વાદ દૃષ્ટિથી દેખે તે તેમને કારણે
For Private And Personal Use Only