________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૩) ધર્મમાં દાખલ થાય છે. કેટલાક જૈન કૂળમાં ઉત્પન્ન થએલા મનુષ્ય, ગુરુઓ પાસે જઈ જૈન ધર્મનું રહસ્ય સમજતા નથી અને જૈન ત
માં શંકા કરે છે અને વિષયવાસનાની તૃપ્તિ થાય એવા જેમાં રસ્તા હોય, એવા અન્ય ધર્મમાં પ્રવેશ કરીને બિચારા મિથ્યાત્વથી દુઃખ પામે છે. કેટલાક અજ્ઞ જૈન સદ્ગના ઉપદેશની શ્રદ્ધાથી જૈન ધર્મની શ્રદ્ધા ધારણ કરે છે. કેટલાક વિદ્વાનો જૈનતનું સમ્યગ જ્ઞાન કરીને જૈન ધર્મની શ્રદ્ધાને ધારણ કરે છે, પણ અર્ધદગ્ધ જેવા કેટલાક ઉછરતા જૈનો તે જૈનધર્મનાં શાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કરતા નથી. કેઈક પાસેથી કંઈક સાંભળીને અને કોઈ પુસ્તકમાંથી કંઈક વાંચીને, સ્વચ્છન્દુમતિથી-સ્વતંત્રતાના આવેશમાં આવીને મરજીમાં આવે તેમ બકે છે અને જૈન આગમોથી વિરૂદ્ધ યુક્તિ વડે જૈનાગમના અને વિપરીતાર્થ કરીને સુધારાને સુધારા તરીકે ઓળખાવવા પ્રયત્ન કરે છે. કેટલાક રામ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે પણ, દ્રવ્યાનુગ આદિનું સૂક્ષ્મ જ્ઞાન કરતા નથી, તેથી તેઓનો ધર્મરંગ ક્ષણિક થઈ જાય છે. કેટલાક જૈન ફળમાં જન્મીને જૈન તરીકે પિતાને ઓળખાવે છેપણ, જૈનધર્મના આચાર અને વિચારોથી ભ્રષ્ટ હોય છે તેવા માત્ર નામધારક જેનોથી જૈન ધર્મની ઉન્નતિ થઈ શકતી નથી. જૈન શાસ્ત્રોના અભ્યાસ કરીને જેઓ જૈન ધર્મના આચાર અને વિચારમાં દઢ રહે છે, તેજ જૈનો વ્યવહાર સમ્યકત્વ ધારણ કરવાને સમર્થ બને છે. અરિહંતદેવ, જૈન સુસાધુ ગુરૂ અને શ્રી મહાવીર કથિત ધર્મ, એ ત્રણ તત્ત્વની જેના હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા છે તે વ્યવહાર સમ્યકત્વને ધારણ કરવા સમર્થ બને છે. વ્યવહાર સમ્યકત્વ છે તે નિશ્ચય સમ્યકત્વનું કારણ છે. જેઓ વ્યવહાર સમ્યકત્વની ઉસ્થાપના કરે છે તે જૈન દર્શનની ઉત્થાપના કરે છે. નિશ્ચય સમ્યકત્વ પ્રાપ્ત કરવાને માટે વ્યવહાર સમ્યકત્વ છે તે રાજમાર્ગ છે; શેરીના માર્ગો સદાકાલ રહેતા નથી અને રાજમાર્ગ છે તે સદાકાલ રહે છે. વ્યવહાર સમ્યકત્વની શ્રદ્ધાથી વ્યવહાર ચારિત્રનું બળ પ્રાપ્ત થાય છે અને તેથી પાંચ યમની સારી રીતે આરાધના થાય છે. વ્યવહાર સમ્યકત્વ શ્રદ્ધાના બળથી, નીતિના આચારેને સારીરીતે પાળી શકાય છે. જિનમન્દિરમાં જવું અને વિધિપૂર્વક પરમાભાના-સ્તુતિ દ્વારા સદ્ ગુણો લેવા, સદ્દગુરૂપાસે ગમન કરીને ઉપદેશ લે, વ્રત પ્રત્યાખ્યાન કરવાં, ગૃહ સંસારમાં રહેતાં છતાં પણ નિષદશા રાખવા પ્રયત્ન કરવો, ગૃહસ્થ ધર્મના અધિકાર પ્રમાણે ગૃહસ્થ ધર્મનું આચરણ કરવું, જેનાગને આગળ કરીને ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરવી, કહેણું પ્રમાણે વર્તવા અભ્યાસ કરવો અને ગૃહસ્થ દશામાં પણ સાધુ-.
For Private And Personal Use Only