________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૭ ) ગમથી તમારું મન પણ શાન્ત બને છે; તેમજ તમારા હૃદયમાંથી દુર્ગણે પલાયન કરી જાય છે અને સદ્ગુણેને ઉત્પાદ થાય છે. વીર વિવેકનું આવું સરસ હિતકર સંભાષણ સાંભળીને ચેતન, સમ્યકત્વ દષ્ટિના ઘરમાં આવ્યા તે વખતે સમ્યક દૃષ્ટિની મોટી પૂજ્ય સખી સમતા અથવા સમદષ્ટિ પોતે કળે છે કે, હે ચેતન સ્વામિન, અત્રે પધારો પધારો!! અમે સર્વ આપની દાસીઓ છીએ, અર્થાત આપની આજ્ઞા પ્રમાણે વર્તનાર છીએ. અમારો અનુભવ હે ચેતન ! તમે કરી શકે છે, માટે તમારા અનુભવ જ્ઞાનની અમે દાસીઓ છીએ. આપને અનુભવ જ્ઞાન પ્રગટે છે, ત્યારેજ તમે અમારા ઉપર અત્યત પ્રેમ ધારણ કરે છે. સમતા, ચેતના અને શ્રદ્ધા, આદિ આત્માની પરિણતિ છે અને તે ચેતનના અનુભવ જ્ઞાનમાં ભાસે છે, માટે ત્યાં ચેતનને અનુભવ સાક્ષી છે. આમા પોતાના શુદ્ધ સ્વરૂપની શક્તિ ફેરવે છે, ત્યારે સમતા આદિ સ્ત્રીઓને પ્રાપ્ત કરી શકે છે અને ક્રોધ, માન, માયા, લોભ, કામ અને નિદ્રા આદિ દુર્ગુણોને હૃદયમાંથી દૂર કરી શકે છે. જેમ જેમ દુર્ગણે ક્ષીણ થતા જાય છે, તેમ તેમ જ્ઞાનાદિ સગુણે વૃદ્ધિ પામતા જાય છે. અવિરતિ અને કષાયનું જોર જેમ જેમ નરમ પડતું જાય છે અને આત્માની પરિણતિ જેમ જેમ શુદ્ધ થતી જાય છે, તેમ તેમ આત્મા ઉપર ઉપરના ગુણ સ્થાનકમાં પ્રવેશ કરતો જાય છે. જેમ જેમ આત્મા ઉપરના ગુણસ્થાનકેમાં પ્રવેશ કરતા જાય છે, તેમ તેમ અન્તરમાં અનુભવ જ્ઞાનને પ્રકાશ વધતો જાય છે અને સહજસુખરસનો સ્વાદ પણ વધતો જાય છે. નીચેનાં ગુણસ્થાનકે કરતાં ઉપરનાં ગુણસ્થાનકેમાં તેના જ્ઞાનાદિ ગુણે વિશેષતઃ ખીલે છે, તેથી અપૂર્વ અપૂર્વભાવની પ્રતીતિને તે અનુભવે છે અને તેનું આતરિક જીવન, જાણે ક્ષણે ક્ષણે નવું બનતું હોય! એમ તેને લાગે છે. હાલના કાળમાં આગમોના આધારે પ્રથમથી સાત ગુણસ્થાનપર્યત જઈ શકાય છે. આત્મા જેમ જેમ શ્રદ્ધા, સુમતિ, અને સમતાના સમાગમમાં તલ્લીન બનતું જાય છે, તેમ તેમ સહજ આનન્દમાં લીન બની જાય છે; એમ શ્રી આનન્દઘનજી કથે છે.
૫૬ ૮૭,
(ા ધમાસ.) विवेकी वीरा सह्यो न परे, वरजो कयुं न आपके मित्त.॥वि०॥
|| 5 ટેક્સ
ભ. ૪૮
For Private And Personal Use Only