________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૫ ) મત બાંધો હોય તેણે પ્રથમ પિસ્તાલીશઆગમ-તત્ત્વાર્થસૂત્ર વિશેષાવશ્યક અને સમ્મતિતર્ક જેવા ગ્રન્થનું શ્રવણ વા વાચન કરવું. ગીતાર્થ ગુરૂની પાસે જઈ અનેક પ્રશ્નો પૂછવા, આટલું કાર્ય કર્યા વિના ઉતાવળીઓ થઈ જે સ્વછન્દુમતિથી જૈનધર્મસંબધી વિરૂદ્ધ અભિપ્રાય દેખાડે તે એક મહાન અપરાધ કરે છે અને અજ્ઞતા તથા સ્વછન્દતાના ખાડામાં પડે છે એમ કથવું પડશે. જૈનશાસ્ત્રો અને અન્ય શાસ્ત્રોના તોને વિવેકબુદ્ધિથી મુકાબલે કરી જ. જૈનોએ પ્રથમ જૈનશાસ્ત્રોનો પરિપૂર્ણ અભ્યાસ કરીને અન્ય શાસ્ત્રોનું વાચન કરવું, કે જેથી પરસ્પરના સિદ્ધાંતનું સમગ્ર અવલોકન કરી શકાય–પૂર્વકાલમાં જેનાચાર્યોની શાસ્ત્ર પઠનસંબધી ઉપર્યુક્ત પ્રણાલીકા હતી. જૈનશાસ્ત્રોના અધ્યયન સંબધી પૂર્વની પ્રણાલીકા પ્રમાણે અધુના જૈનાચાર્યો પ્રવૃત્તિ કરે તે, જૈન તત્ત્વોને જગતમાં સર્વત્ર ફેલાવો થાય.
શ્રી મહાવીર પ્રભુ સર્વજ્ઞ હતા તેથી તેમના ઉપદેશની શ્રદ્ધા રાખવાથી આત્મા, સમ્યકત્વ દષ્ટિને પ્રાપ્ત કરી શકે છે. દરેક જીવોમાં તિરભાવે સમ્યકત્વદષ્ટિ રહી હોય છે; કિન્તુ કારણ સામગ્રી પામ્યા વિના રામ્યકત્વદૃષ્ટિને આવિર્ભાવ થતું નથી–સમ્યકત્વદૃષ્ટિની પ્રાપ્તિથી આત્માને સહજ સુખનો નિશ્ચય થાય છે. સમ્યકત્વદષ્ટિ કથે છે કે, મારા સમાગમમાં આવતાં આત્માને સહજ સુખનો નિશ્ચય તે થાય છે, કિન્તુ તે મિથ્યાત્વ પરિણતિના મિથ્યાત્વ ગુણસ્થાનકરૂપ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે, તે સહજ સુખનો નિશ્ચય ભૂલી જાય છે. જેમ કેઈ દારૂ પીનાર-દારૂના ઘેનમાં પૂર્વની કેઈ સારી વાર્તા ભૂલી જાય છે, તેમ આત્માના પણ–મિથ્યાત્વગુણસ્થાનકમાં જતાં ઉપર્યુક્ત હાલ થાય છે. મિથ્યાત્વગુણસ્થાનકથી આત્મા ચતુર્ગતિમાં ગમન કરે છે. અહો !!! આત્માસ્વામિની મિથ્યાત્વના યોગે કેવી બુરી દશા થાય છે? હવે જે તે પુનઃ અત્ર આવશે તો બહુ સારું થશે; મારી પાસે આવતાં તેમને ચતુર્ગતિમાં જવાની રૂચિ ટળી જશે અને પંચમગતિમાં જવાની રૂચિ ઉત્પન્ન થશે; આપણ તેણીનું કથન સત્ય છે, કારણકે સમ્યકત્ત્વદષ્ટિની પ્રાપ્તિવિના કેઈને મુક્તિની ખરેખરી ઈચ્છા પ્રગટતી નથી. સમ્યકત્વ દૃષ્ટિની પ્રાપ્તિથી આત્માની ચતુર્ગતિમાં ગમન કરવાની ઈચ્છા વિરામ પામે છે. આત્મા પિતાના મૂળ-શુદ્ધધર્મ પ્રતિ રૂચિને ધારણ કરે છે? અને સમ્યકત્વ દૃષ્ટિના સંબન્ધથી સિદ્ધ થએલા એવા સ્યાદ્વાદ સિદ્ધાન્ત રસના પાકની અપૂર્વ રીતિને નિરીક્ષે છે. વસ્તુતઃ તે સિદ્ધ સિદ્ધાન્ત રસ પાકનું ભેજન કરીને પુષ્ટ બને છે અને પશ્ચાતું તેને એકાન્તવાદનાં કુત્સિત ભજનની રૂચિ થતી નથી. સમ્યકત્વ દૃષ્ટિના ઘરમાં અપૂર્વ સિદ્ધાન્ત
For Private And Personal Use Only