________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
થાયછે. સમતાનું વર્ણન સર્વે કરે છે, પણ સમતાને આચારમાં મૂકીને સમતાના પાઠ ભજવી બતાવનારા પુરૂષ! વિરલાજ દૃષ્ટિગોચર થાય છે. સમતાની કસોટી, અનેક પુરૂષોના સમાગમમાં તથા રાગ અને દ્વેષની વિષમદશામાં કરી શકાય છે; જ્યાંસુધી સતાવવામાં ન આવે ત્યાંસુધી તે સર્પ પણ શાન્ત થઈ પડી રહેલા જણાય છે, પણ સતાવવામાં આવતાં તે ક્રોધાદિકના વશ થઈ જાય છે; તેવી જે મનુષ્યેાની દશા છે તે સહેજ સમતાને પ્રાપ્ત કરી શકતા નથી, અર્થાત્ મનની સમદશા રાખીને જગતની પાઠશાલામાં ક્ષણે ક્ષણે-સર્વે પ્રસંગે સમતા ભાવમાં રહેવાની ખાસ જરૂર છે.
સમતાને પ્રાપ્ત કરવાના મુખ્ય ઉદ્દેશ હૃદયમાં ધારણ કરવા, કેમકે, સન્તપુરૂષ સમતાવડે પરમાત્મ પ્રભુને પ્રાપ્ત કરે છે. સમતા પેાતાના શુદ્ધ ચેતન સ્વામિને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યા કરે છે અને તેમાં તે સફલ થાય છે. સર્વ પ્રકારની વિકલ્પ સંકલ્પ દશા ત્યાગીને સમતા પોતાના સ્વામિના રૂપમાં તલ્લીન થઈ જાય છે અને અન્તે આત્મપ્રભુની અસંખ્યાત પ્રદેશરૂપ શય્યામાં બિરાજવાને શક્તિમાનૢ થાય છે. અનેક જીવા સમતાને પ્રાપ્ત કરી સિદ્ધ થયા અને ભવિષ્યમાં થશે, માટે ભવ્ય જીવાએ શુદ્ધ પ્રેમપૂર્વક સમતાને પ્રાપ્ત કરી પરમાત્મ પ્રભુને મળવું જોઇએ.
૫૬ ૮૬. ( રાધા. )
सणे साहेब आवेंगे मेरे, आलीरी वीरविवेक कहो साच. ॥ स० मोसुं साच कहो मेरीसुं, सुख पायो के नाहिं | कहांनी कहा कहुँ उहांकी, हिंडोरे चतुरगतिमांहि . ॥ स० ॥ १ ॥ भली भई इत आवही हो, पंचमगतिकी प्रीत ॥
સિદ્ધ સિદ્ધતરસ પાળીદ્દો, તેણે પૂવરીત | સ૦ | ૨ |
ભાવાર્થ:—સમ્યકત્વ દૃષ્ટિ સ્ત્રી, પેાતાના મિત્ર વીર એવા વિવેકને કથે છે કે, હું મિત્ર! મારા સલુણા આત્મપતિ મારા ઘેર આવશે? તત્સંબન્ધી હે મિત્ર! સાચું કથશે? મને સાચે સાચું જણાવે કે, તે મારાથી સુખ પામ્યા કે નહિ ? સમ્યકત્વ ત્રણ પ્રકારનાં છે—ઉપશમ, ક્ષયાપક્ષમ અને ક્ષાયિક, ઉપશમ અને ક્ષાપશમ સમ્યકત્વ પામીને આત્મા પુનઃ ત્યાંથી
For Private And Personal Use Only