________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૦ ) પરસ્પર છના અનુયાયીઓ પ્રતિ-કલેશ, નિન્દા અને અરૂચિભાવ દર્શાવે છે તેથી તેઓનું જીવન શાન્ત બનતું નથી–તેઓના મનમાં સમતા ઉત્પન્ન થતી નથી, અર્થાત્ જગતમાં અનેક પ્રકારના ધર્મ પાળનારાઓ જે રાગદ્વેષનો ત્યાગ કરવા પ્રયત્ન કરે અને સમતાભાવ રાખવા માટે પ્રત્યેક જીવોપર શુદ્ધપ્રેમ ધારણ કરે છે. ખરેખર તેઓ આત્મપ્રભુપ્રતિ ગમન કરી શકે. પિતાના શુદ્ધપ્રેમની દૃષ્ટિથી અન્યની આચરણું, જાતિ, કુળ અને દેષ, તરફ નહિ જોતાં તેમના આત્માઓપ્રતિ લક્ષ્ય રાખીને તેઓના સંબન્ધમાં આવવું જોઈએ, અર્થાત ગમે તે ધર્મ પાળનારા મનુષ્યો હોય અને પિતાના સત્ય વિચારોથી અને ન્યધર્મો અસત્ય જણાતા હોય તો, તેવા પ્રસંગે ન્યાયની હદમાં રહીને અન્યને પોતાના સત્ય સિદ્ધાંતે સમજાવવા અને તેમના ધર્મમાં કઈ કઈ બાબતમાં કેટલું અસત્ય છે, તે શાન્તભાવથી-સલાહશાન્તિ જળવાઈ રહે તેવી રીતે–સમજાવવા પ્રયત્ન કરવો. દરેક ધર્મમાં કયા કયા નયની અપેક્ષાએ કર્યું કયું સત્ય રહ્યું છે, તે અને કયા નયની અપેક્ષાએ અસત્ય છે તે સમજાવવું, તેમજ શુદ્ધપ્રેમથી સર્વ જીનું શ્રેય: ચિંતવવું.
મનુષ્ય, શુદ્ધ પ્રેમની ભાવના પ્રત્યેક જીવોપર ધારણ કરેતો, તેમનું જીવન આનન્દરસામૃતમય બનતું જાય. વિષમ પ્રસંગેમાં પણ શુદ્ધ પ્રેમથી હૃદય ભિંજાયેલું રહે, ત્યારેજ સમતાનાં દ્વાર ખુલે છે. અનેક દુષ્ટ, દુર્જને, નિન્દકે, પરધર્મીઓ, પિતાને ઉપદ્રવ કરતા હોય તોપણ, તેવા વખતે તેઓ પર શુદ્ધ પ્રેમની ભાવના કાયમ રહે, ત્યારે જ સમતાના પ્રદેશમાં વસ્તુતઃ ગમન થઈ શકે છે. રાગ અને દ્વેષાદિના કુવિચારને દૂર કરી મનને શાન્ત કરવું, મનમાં કઈ પણ પ્રકારના વિક૯૫ સંકલ્પ થવા દેવા નહિ, પશ્ચાત મનને આજ્ઞા કરે કે, હે મન ! તું સર્વ પદાર્થોને રામભાવે દેખ ! આ પ્રમાણે આજ્ઞા કરવાથી મન, રાગ અને દ્વેષથી પાછું હઠશે અને શાન્ત થએલું મન સમપણે જેટલે રસમય રહેશે તેટલા સમયમાં તે અલૌકિક આનન્દ પામશે; કેમકે શાન્ત થએલું મન, જ્ઞાનનો પ્રકાશ કરવા સમર્થ થાય છે. શાત થએલું મન, સમતાના પ્રદેશ પ્રતિ ગમન કરે છે અને તેથી આત્માને શુદ્ધ ધર્મ પ્રગટ થતો જાય છે. સમતા ભાવથી શાન્ત બનેલું મન નિર્મલ હોવાથી આત્માભિમુખ રહે છે અને તેથી ક્ષણે ક્ષણે અનન્ત કર્મની નિર્જરા થાય છે. મનની નિર્મલતા કરવાથી, અનસ્તાનન્દમય આત્માની શુદ્ધ દશા પ્રગટે છે અને રાગ દ્વેષાદિ દેની પરિક્ષીણતા થાય છે. શાન્ત મને ગમે તેવા વિકટ સંયોગોમાં પણ સદ્બુદ્ધિ પ્રગટાવવા સમર્થ
For Private And Personal Use Only