________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૨ ) મિથ્યાત્વ દષ્ટિરૂપ સ્ત્રીના ઘરમાં ચાલ્યો જાય છે. ચોથા ગુણસ્થાનકથી પડીને આત્મા પહેલા ગુણસ્થાનકમાં જાય છે. ચોથા ગુણસ્થાનકમાં આત્મા આવે ત્યારે સમ્યકત્વ દષ્ટિ સ્ત્રીને સંબધ થાય છે અને ત્યાં આત્માને સહજ સુખનો અનુભવ આવે છે, કિન્તુ ચોથા ગુણસ્થાનકથી પહેલા ગુણઠાણુમાં પાછો જાય છે. તેથી, સમ્યક દષ્ટિ પોતાના વિવેક મિત્રને કળે છે કે, આત્મસ્વામી મારા ઘરમાં આવીને સુખ પામ્યા હોય તો પાછા કેમ જાય? ખરેખર આત્મસ્વામિનું મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ગમન થવાથી સમ્યકત્વ દૃષ્ટિ આમ પુછે તે બનવા ગ્ય છે. ઉપશમ વા પશમ સમ્યકત્વ પામીને પણ આત્મા–મિથ્યાત્વના ઉદયે, મિથ્યાત્વદષ્ટિરૂપ સ્ત્રીના ઘેર જાય છે. તેને સમ્યકત્વ દૃષ્ટિના ઘરનો સુખાનુભવ તે મળ્યો હોય છે, કિન્તુ મિથ્યાત્વના ઉદયથી પ્રથમ ગુણસ્થાનકમાં તે અનુભવ રહેતો નથી. સમ્યકત્વ દષ્ટિ કથે છે કે, મારે સંગ ત્યાગ કરીને ચેતન ચતુર્ગતિમાં ચાલ્ય; ચોથા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકમાં આત્મા આવે છે એટલે, ત્યાંથી દેવગતિ, મનુધ્વગતિ, તિર્યંચગતિ અને નરક એ ચાર ગતિમાં આત્મા જાય છે. આત્માની કેટલી કથની કરૂં? પ્રથમ ગુણસ્થાનકમાં આત્મા બ્રાન્તિને
ગે-કદેવ, કુગુરૂ અને ધર્મને મોક્ષના ઉપાય તરીકે માને છે, મિથ્યા શાસ્ત્રોને ધર્મશાસ્ત્રો તરીકે સ્વીકારે છે, તેમજ પ્રથમ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ કરણીને ધર્મ કરણી તરીકે સ્વીકારે છે, અર્થાત્ પ્રથમ ગુણ
સ્થાનકમાં આત્મા જાય છે ત્યારે તેની વિપરીત દષ્ટિ થઈ જાય છે, અને તેથી અરિહંત દેવને દેવ અને સર્વજ્ઞ તરીકે સ્વીકારતા નથી, તેમજ પિસ્તાલીશ આગામે આદિન પ્રરૂપક અને પંચ મહાવ્રત ધારક સાધુને, સાધુ તરીકે સ્વીકારતા નથી; તેમજ શ્રી મહાવીર દેવ કથિત જૈન ધર્મને સત્યધર્મ તરીકે સ્વીકારતો નથી. મિથ્યાત્વ દૃષ્ટિના ચગે આત્માને જૈન ધર્મના સિદ્ધાન્તોની શ્રદ્ધા થતી નથી. જૈન-શ્રાવક કૂળમાં જન્મેલાઓ પણ કેટલાક જૈન આગમોની શ્રદ્ધા ધારી શકતા નથી; તેનું કારણ એ છે કે, તેમને મિથ્યાત્વ મેહનીયન ઉદય હેય છે. કેટલાક જૈન ધર્મના સિદ્ધાતોનાં નામ પણ જાણતા નથી; એવા ઈંગ્લીશ ભાષાનો અભ્યાસ કરીને અહંકારના વશમાં ઉન્મત્ત બનીને, જૈન આગમથી વિરૂદ્ધ એવા કુધારાઓને પણ સુધારા તરીકે માનીને મિથ્યાત્વ વ્યવહારના ફન્દમાં ફસાય છે અને દુર્ગતિમાં જવાનાં કારણે પોતાની મેળે ઉભાં કરે છે. જૈન આગમ જાણીને તેની શ્રદ્ધા કરવાથી વ્યવહાર સમ્યકત્વમાં પ્રવેશ કરવાનો અધિકાર મેળવી શકાય છે. જૈન ધર્મનાં શાસ્ત્રો જાણ્યાવિના કેટલાક અન્ય (વેદાન્ત, આર્યસમાજ અને બ્રીસ્તિ)
For Private And Personal Use Only