________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). વાણી અને કાયાને ભેગ આપીને પોતાના સ્વરૂપમાં પ્રવેશે છે. આત્માના શુદ્ધપ્રેમને ધારણ કરનાર મનુષ્ય, આત્માવિના જ વસ્તુમાં આનન્દની શૂન્યતાને દેખવાવાળો હોવાથી, સર્વ જડવસ્તુઓમાં સમભાવે રહે છે; આત્મામાં અનન્ત જ્ઞાનાદિ ગુણાની ઋદ્ધિને દેખનાર જડમાં પ્રેમ ધારણ કરી શકતો નથી. ગુ.પ્રેમ ભક્તિની ઉત્કૃષ્ટ દશાને ધારણ કરનાર એટલે બધે આત્મપ્રેમી બની જાય છે કે, તેને જ્યાં ત્યાં આત્માનું જ સ્મરણ થાય છે. આત્મામાં તંહિ તુંહિ રટનાને ધારણ કરનાર આત્માને ઉપાસક બનીને તે સમતાનું દ્વાર ખોલે છે અને સમતાની જાગૃતિ કરે છે. સમતાની જાગૃતિ કરીને તે દરેક કાર્યો કરતી વખતે સમતા ધારણ કરવાની ટેવ પાડે છે. પ્રથમતઃ સમતાને ઉપયોગ ધારણ કરીને દરેક કાર્યોમાં પ્રવૃત્તિ કરતો હોવાથી, ઉત્તમ ક્રિયા
ગને પણ સારી રીતે ધારણ કરી શકે છે. તે પ્રમાદના સ્થાનકને પણ અન્તરની સમતાથી જીતે છે. અનેક મનુષ્યો કલેશ કરાવવા પ્રયત્ન કરે છે તોપણ, તે મગજની સમતોલ સ્થિતિને જાળવી રાખીને પોતાનું કાર્ય કરે છે. તે હર્ષ અને ઉદ્વેગથી દૂર રહી સમતા ભાવમાં સ્થિર રહે છે. ઉત્તમ સમતા ભાવની પ્રાપ્તિ માટે પ્રથમ શુદ્ધપ્રેમ પ્રગટાવે; એમ ઉપરના શબ્દમાંથી ધ્વનિ નીકળે છે. સમતા આત્મરૂપ પ્રભુના દર્શન નમાં તત્પર બની રહે છે. શુદ્ધપ્રેમથી સમતા આત્મપતિની પ્રસન્નતાને મેળવી શકે છે; સમતા, યોગ્ય આચરણથી આત્માનું આકર્ષણ પોતાના પ્રતિ કરી શકે છે અને તે આત્મારૂપ લાલનને શુદ્ધ પ્રેમવડે ધ્યાવે છે. સમતાની પિતાના આત્મસ્વામિપર ઉત્તમ ભક્તિ થવાથી, વિકલ્પ સંકલ્પ જંજાનથી તે દૂર રહી શકે છે અને તે આત્માને જ મનમાં વિશ્વાસ રાખી નીચે પ્રમાણે ઉગારો કાઢે છે.
पूच्छू कौन कहालू ढुंटु, किसकुं भेजें चीठडे ।। आनन्दघनप्रभु सेजडी पाउं तो, भागे आन वसीठडे।।वा॥३॥
ભાવાર્થ:–સમતા કથે છે કે, હે સ્વામિન્ આપશ્રીનાં દર્શન કિરવાને હું અત્યન્ત આતુર છું. હવે તે હું કને પુછું? અનેક જનને પુછી પુછીને થાકી ગઈ, પણ આપશ્રીનાં દર્શન પામી શકી નહીં. તેમજ હવે આપશ્રીને કયાંસુધી શોધું? અદ્યાપિ પર્યત અનેક સ્થાનમાં આપને શોધ્યા, પણ પત્ત લાગે નહીં. આનન્દના સમૂહભૂત આત્મસ્વામિની શયાને પામું તે અનાદિકાળથી છુટા પડવાને જે વિરહ છે તે ભાગી જાય. જો હું ભાગ્યવડે આનન્દના ઘનભૂત એવા આત્મપ્રભુની શય્યા પામું તે તેમની પાસે જ આવીને વસું અને અન્યત્ર
For Private And Personal Use Only