________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૫ )
જોઈએ. આવા પ્રકારની સમતા પોતાના સ્વામિને મળવા અત્યંત ઇચ્છા જણાવે છે; તે દર્શાવે છે.
मेरे मनकुं जकन परत है, बिनु तेरे मुख दीठडे ॥
प्रेम पीयाला पीवत पीवत, लालन सबदिन नीठडे. ॥ वारी ०२ ||
ભાવાર્થ:—સમતા કયે છે કે, હે આત્મસ્વામિન્! આપનું મુખ દેખ્યાવિના મારા મનને શાન્તિ થતી નથી. હું સ્વામિન! આપનું સુખ દેખીશ ત્યારેજ મને ચેન પડવાનું છે. હું સ્વામિન્! આપના પ્રેમ, તેના પ્યાલા પી પીને આટલા દિવસ વીતાવ્યા. આપશ્રીના પ્રેમથીજ મારૂં અદ્યાપિ પર્યંતનું જીવન વીત્યું છે. આપને પ્રેમજ મ્હને જીવવામાં સહાયકારી થયા છે. આપશ્રીના શુદ્ધપ્રેમથીજ અદ્યાપિ પર્યંત જીવન ટકાવી શકી છું. હું લાલન ! અર્થાત્ હૈ આત્મન્ ! ત્હારા પ્રેમથી આશામાં ને આશામાં દિવસેા વીત્યા કરે છે. આવા પ્રકારના સમતાના શબ્દોથી સાર એવા નીકળે છે કે, આત્મસ્વામિની પ્રાપ્તિ પૂર્વે પરમાત્મા વા આત્માપર શુદ્ધપ્રેમ ધારણ કરવાની જરૂર જણાય છે. જ્યાંસુધી આત્માપર અત્યન્ત પ્રેમ થયેા નથી, ત્યાંસુધી આત્માની પ્રાપ્તિ થતી નથી. પ્રથમ તે શુદ્ધ પ્રેમની જરૂર પડે છે. જગત્માં સર્વત્ર શુદ્ધપ્રેમ ધારણ કરવા જોઈએ. સર્વ જીવાપર શુદ્ધપ્રેમરૂપ અમૃતની વૃદ્ધિ વર્ષાવનાર, હિંસા આદિ દુષ્ટ દોષોથી મુક્ત થાય છે. સર્વ જીવાપર પરમાર્થબુદ્ધિથી જે પ્રેમ ધારણ કરવામાં આવે છે, તેને શુદ્ધપ્રેમ કથે છે. જે પેાતાના આત્મામાં અત્યન્ત શુપ્રેમ પ્રગટાવે છે, તે સર્વત્ર શુદ્ધ પ્રેમની દૃષ્ટિ રાખવા સમર્થ થાય છે. સમતા અને આત્માને સંયાગ કરાવી આપનાર પણ શુપ્રેમજ છે. સર્વ જીવાની સાથે શુપ્રેમ રાખવાથી સર્વ જીવે પોતાના આત્મસમાન પ્યારા લાગે છે, તેથી હૃદયમાં સાત્વિક ગુણની ઉત્પત્તિ થાય છે અને તેથી શુદ્ધ પ્રેમના ધણી, હૃદયની શુદ્ધતા અને ઉચ્ચતા કરવા સમર્થ થાય છે. જે મનુષ્યાના હૃદયમાં શુપ્રેમ પ્રગટચો નથી, તે મનુષ્યા, પરમાત્માને ભેટવા સમર્થ થઈ શકતા નથી, જે મનુષ્યના હૃદયમાં શુપ્રેમ પ્રગટ્યો નથી, તે મનુષ્ય સમતાને ધારણ કરી શકતા નથી. પ્રથમ સર્વ જીવાપર સમાનતા ધારણ કરવા માટે પેાતાના આત્માની પેઠે સર્વ જીવાપર શુપ્રેમ થવા જોઈએ. શુપ્રેમના પ્યાલાનું પાન કરીને આત્મપ્રભુને મળવા જેએ ચલ કરે છે, તેઓ આત્મપ્રભુને મેળવી શકે છે. જેઓ શુદ્ધપ્રેમ શૂન્ય-શુષ્કહૃદયના છે અને સ્વાર્થમય હૃદયવાળા છે, તેઓ સર્વ પ્રાણીઓપર શુદ્ધપ્રેમ ધારણ કરી શકતા નથી અને તેથી તેઓ આત્મપ્રભુનું દર્શન કરી શકતા નથી. શુપ્રેમવિના આત્મપ્રભુ
For Private And Personal Use Only