________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
પેઠે સમતારૂપે સ્વત્રંગ ન બદલતાં પેાતાની સમતાદશાને પ્રગટાવવી જોઇએ. સમતાને માત્ર ઉત્તમ કહેનાર કરતાં, દરેક પ્રસંગોમાં ગમે તેવાં કાર્યો સમભાવથી આચરે છે તે અનન્તગણે દરજ્જે ઉત્તમ છે. લાખા ભાષાની વિદ્વત્તા ફરતાં સમતાને સેવનાર અનન્તગણા વિશેષ
ઉત્તમ છે.
સમતા, ચેતનની રાગ અને દ્વેષવિનાની શુદ્ધ પરિણતિ છે. આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ અંગને તે વ્યાપી રહે છે, તેથી તેને સ્ત્રીની ઉપમા આપવામાં આવી છે. સમતા પેાતાના સ્વભાવને પ્રગટ કરીને અનન્ત આનંદના અનુભવ કરાવે છે. સમતાના સમાન ઉત્તમ કોઈ ચારિત્ર વા ચારિત્રની ક્રિયા નથી. મનુષ્યા, વ્યવહારચારિત્રની ક્રિયાઓ કરે છે, પણ સમતાભાવથી રહિત કરે છે તેા તેમની ક્રિયા ઉત્તમ ફળ આપવા સમથૅ થતી નથી. પ્રતિલેખના, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓને કરનારાઓ પણ સમતાવિના હોળીના રાજાની પેઠે શાભે છે. ધર્મની દરેક ક્રિયાઓમાં તેા સમતાભાવ રાખવાની ખાસ જરૂરી છે. દુનિયાના વ્યવહારોની ક્રિયાઓ કરતાં પણ, જે મનુષ્યો મગજને કાબુમાં રાખી સમતાભાવના આદર કરે છે તે, તે તે અંશે ઉત્તમ થતા જાય છે. લક્ષ્મીઆદિ અનેક પ્રકારની વસ્તુઓને લાભ મળતાં અભિમાનથી ફુલાઈ જવું જોઇએ નહીં; તેમજ અનેક પ્રકારની ઇષ્ટ વસ્તુના વિયાગ થતાં શાક, ચિન્તા અને હાયવરાળ કરવી ન જોઇએ. દુષ્ટ દુર્જન મનુષ્યા, અનેક પ્રકારની પીડા કરવા તૈયાર થયા હોય તે પણ, તે વખતે તેના સામા ચેાગ્ય ઉપાયેા કરવા જોઇએ. પણ, મગજની સમતેાલતાના ત્યાગ ન કરવા જોઇએ. અનેક પ્રકારના મનુષ્યોના સમાગમ થતાં, તેમજ અનેક પ્રકારની વાતચિત થતાં વિવેકદૃષ્ટિથી-અન્તરથી સમતાભાવને ધારણ કરીને સ્વાધિકાર પ્રમાણે વ્યાવહારિક કાર્યો કરે છે, તેઓ પેાતાના આત્માને ઉચ્ચ માર્ગ પ્રતિ વહન કરાવે છે. દરેક મનુષ્યોને ગમે તે સ્થિતિમાં આવશ્યક કૃત્યો કર્યાવિના છૂટકો થતા નથી. તેવાં આવશ્યક કૃત્યોમાં સમતાને ધારણ કરવામાં આવે તો, તે આદરેલ કાર્યો કરી શકાય છે અને નવીન કર્મ પણુ આંધી શકાતાં નથી. મહારથીઓથી પણ સમતાભાવ પ્રસંગ પડે રાખી શકાતા નથી. સંસ્કૃત, આંગ્લ આદિ ભાષાના પ્રોફેસરો તેા હજારો મળી આવે છે, પણ સમતા રાખીને દુનિયામાં આવસ્યક વ્યવહાર આદિ કૃત્યોના કરનારા અલ્પ મળી આવે છે. સમતાથી અનેક પ્રકારની માનસિક રોગોની ઉત્પત્તિ થઈ શકતી નથી. સમતા ધરનાર માનસિક દુઃખને જીતી શકે છે, માટે આત્માની શુદ્ધપરિણતિરૂપ સમતાને ધારણ કરવી
For Private And Personal Use Only