________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ર) આદિ પ્રાણુયામ કરી, પ્રાણુ અને ચિત્તની શુદ્ધિ કરે છે અને ઈષ્ટ ધ્યેય વસ્તુનું ધ્યાન એકાગ્ર મનવૃત્તિથી કરે છે, યેય લક્ષ્યસ્થાનમાંજ સુરતાને ધારે છે, મેરૂ પર્વતની પેઠે ધ્યાનમાં સ્થિર રહે છે, પિતાના મનમાં ઈષ્ટ દયેય વસ્તુનું જ એકતાનથી ચિંતવન કર્યા કરે છે, અન્ય જાતીય વિચારેની સ્કુરણ થતાં તુર્ત મનને દયેય વસ્તુમાંજ સાંધી રાખે છે, તેથી તે સ્થિર દીપકની તિની પેઠે ધ્યાનમાં અત્યંત સ્થિર રહે છે અને ધ્યાનમાંથી સમાધિમાં પ્રવેશ કરીને સહજાનન્દને અનુભવ કરે છે, તે પ્રમાણે જેની પ્રભુની સાથે સુરતાની લગની લાગી છે તેની હું બલીહારી જાઉં છું. પ્રભુની સાથે લગની લાગતાં પ્રભુના અસંખ્યાત પ્રદેશેમાં રહેલા અનન્ત જ્ઞાનાદિ ગુણેમાં ધ્યાનવડે રમણતા કરનાર આત્મા, પિતાને અપૂર્વ વીયલ્લાસ પ્રગટ કરીને સહજાનન્દની ખુમારી પ્રાપ્ત કરે છે. શ્રીમદ્ કથે છે કે, મારી પણ લગની પ્રભુની સાથે તેવા પ્રકારની લાગી છે. મેં ઉપર્યુક્ત દષ્ટાન્તાનું અનુકરણ કર્યું છે અને મારા આત્માને પ્રભુ ધ્યાનમાં લગાડ્યો છે. ઇન્દ્રો, દેવતાઓ, મનુષ્ય અને તિર્યો વગેરે, ગમે તેવા ઉપસર્ગો કરે તો પણ પ્રભુની લગની લાગેલી છે તે ટળવાની નથી. આનન્દઘનભૂત એવા વીતરાગ પરમાત્માની હું બલિહારી જાઉ છું. કારણ કે વીતરાગ પરમાત્મરૂપ ધયેયના યોગે મારા મનમાં શાન્તિ વધે છે અને અપૂર્વ આનન્દની ખુમારી આત્મામાં પ્રગટે છે; પરમાત્માના સંબધમાં સ્થિર થવાથી આત્મા તે પરમાત્મા થાય છે. કચ્યું છે કે, इलि भमरी संगथी, भमरी पद पावे, परमातमना ध्यानथी, परमातम पद थावे ॥ શ્રીમદ્ આનન્દઘનજી ગીનું દૃષ્ટાન્ત આપીને, પોતાની સુરતા જિનવરમાં એકતારથી લાગી છે તેને વાણી દ્વારા ઉભરો બહિર્ કાઢે છે. વાચકેએ આનન્દઘનજીની પેઠે પ્રભુની સાથે પ્રેમનો સંબંધ બાંધવા જોઈએ. દુનિયાના દરેક ઈષ્ટ પદાર્થ કરતાં વીતરાગ પરમાત્મા વિશેષતા અનન્ત ગુણ ઈષ્ટ લાગે છે ત્યારે, વીતરાગ પ્રભુ ઉપર પ્રેમની લગની લાગે છે. અનાદિકાળથી જીવને વિષયમાં પ્રેમ લાગ્યો છે, તેને ત્યાગ કરીને વિષયાતીત એવા પરમાત્માની સાથે પ્રેમ સાંધવો એ કંઈ એકદમ બની શકે તેમ નથી; જડ વિર્ષ કરતાં પ્રભુની અનcગણી પ્રભુતા સમજાય છે ત્યારે, પ્રભુના પ્રતિ પ્રેમ ઉત્પન્ન થાય છે. વીતરાગ પરમાત્માના અનન્ત સુખને અનુભવ આવે છે ત્યારે, વીતરાગ પ્રભુપર શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય છે. અરાવસ્થામાં ગાડરીયા પ્રવાહની પેઠે જે પ્રેમલક્ષણું ભક્તિ કરવામાં આવે છે તેના કરતાં, આત્મજ્ઞાનિની પ્રેમલક્ષણ ભક્તિ અનન્તગુણ શુદ્ધ અને અનન્તગણી ઉચ્ચ અને અનંત કર્મને ક્ષય કરનારી થાય છે. અધ્યાત્મજ્ઞાનીને વીતરાગ પ્રભુની સાથે પ્રેમ
For Private And Personal Use Only