________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૭ ) ધર્મના નામે થનાર ભયંકર યુદ્ધોને શમાવનાર સુમતિ છે. ધર્મના ઉપર ચોલમજીઠના જેવો રાગ ધારણ કરાવનાર સુમતિ છે. અનેક જાતના ધર્મોમાં પણ નાની અપેક્ષાએ રહેલા સત્યને દર્શાવનાર સુમતિ છે. સર્વ પ્રકારના કાર્યોમાં ધર્મકાર્યની ઉત્તમતા જણાવનાર સુમતિ છે.
સર્વ મનુષ્ય વગેરેને પિતાના આત્મા સમાન જણાવનાર સુમતિ છે. સર્વ જીવોની સાથે પરમાર્થ વૃત્તિથી વર્તવાનું ભાન કરાવનાર, રસર્વ જીવોની સાથે ઐક્ય કરાવનાર, ભિન્ન ભિન્ન દેશના મનુષ્યમાં પણ ઐય કરાવનાર, સર્વ દેશોના મનુષ્યોનું ભલું ઇચ્છવાની પ્રેરણું કરનાર, એશીયા, યુરેપ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલીયાના મનુષ્યમાં એકસરખાપણાની પ્રેરણ કરનાર, સર્વ દેશોના કારોબારીઓને સુલેહ શાંતિ જાળવવાની પ્રેરણું કરનાર, અને સર્વ પ્રજાને સરખી રીતે માની તેના ભલામાં ભાગ લેવા જોઈએ એવી રાજાઓને પ્રેરણું કરનાર સુમતિ છે. રાજ્ય અને વેપાર આદિના લાભ માટે યુદ્ધ કરી અનેક મનુષ્યનાં રત રેડવાં નહી, એવી પ્રેરણ કરનાર સુમતિ છે. અન્ય મનુષ્યનાં હૃદય દુઃખવવાં નહિ એવી પ્રેરણું કરનાર સુમતિ છે. નાત જાતના ભેદે પરસ્પર કુસંપની હોળી સળગે છે, તેને શમાવવાની પ્રેરણું કરનાર સુમતિ છે. ગચ્છોની ભિન્ન ભિન્ન ક્રિયાઓથી જૈન વર્ગમાં પર
સ્પર ગચછના મન પ્રતિ જે અણગમો, અદેખાઈ અને દ્વેષ થાય છે તેને નાશ કરવાની પ્રેરણું કરનાર સુમતિ છે. ધર્મની સામાન્ય તકરારેમાં મનુષ્ય મહાનું કલેશ કરે છે, તેને શમાવનાર સુમતિ છે. જગતમાં સર્વ જાતના મનુષ્યોના કલ્યાણ અર્થ જૈન ધર્મ છે, એવું સિદ્ધ સમજાવનાર સુમતિ છે. સર્વ પ્રકારના મનુષ્યોમાં ન્યાયની પ્રેરણું કરનાર સુમતિ છે. મનુષ્યોમાં રહેલી નિર્દયતાને નાશ કરીને દયાની સુકેમળતા પ્રગટ કરાવનાર સુમતિ છે. દુર્જનપણાની વૃત્તિને ત્યાગ કરવાની પ્રેરણું કરનાર સુમતિ છે. આત્માઓએ પરસ્પર પૂર્ણ પ્રેમથી એક બીજાને મદદ કરવી જોઈએ, એમ પ્રેરણું કરનાર, મન-વાણી અને કાયાથી સર્વનું ભલું કરવું જોઈએ, એવી પોપકારની પ્રેરણું કરનાર અને દેવ, ગુરૂ અને ધમૅની આરાધનાની પ્રેરણ કરનાર સુમતિ છે. જંગમતીર્થ અને સ્થાવરતીર્થનું સ્વરૂપ સમજાવનાર, આખી દુનિયાના જીવોપર શુદ્ધ પ્રેમની વૃષ્ટિ કરાવનાર, અને જગતમાં સર્વ પર ઉપકાર કરવું જોઈએ એવી પ્રેરણું કરનાર સુમતિ છે. અનેક અપરાધ કરનાર શત્રુઓ પર ક્ષમા ધારણ કરવી જોઈએ; એવી અન્તરમાંથી પ્રેરણું કરનાર સુમતિ છે. બાવન ચંદનની પેઠે શાન્તિકારક વાણું લાવનાર સુમતિ છે. ક્ષમાના ઉત્તમ પાઠ ભણાવનાર સુમતિ છે. ઉત્તમ પ્રકા
For Private And Personal Use Only