________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૪ )
વાપરવામાં આવે તેાજ મનુષ્ય જન્મની સફલતા થાય છે. જો જડ વ સ્તુને ઘરમાં ભેગી કરવામાં આવે અને તેના સદુપયોગ કરવામાં ન આવે તે, તે લક્ષ્મી અને ધૂળમાં કંઈ ફેર જાણવા નહીં. લક્ષ્મીને માટે મનુષ્યનું જીવન છે એમ સમજવું જોઇએ નહી, કેમકે આ જગમાં અસંખ્ય લક્ષ્મીવન્તા થઈ ગયા, ઘણા થાય છે અને ઘણા થશે, તે પણુ તેઓ આત્મજ્ઞાન વિના સહજ સુખને પામ્યા નહી, પામતા નથી અને પામશે નહીં. લક્ષ્મીને સદુપયેાગ કરવા જોઇએ; કરોડો લાખા મનુષ્ય દુ:ખી હાય અને તેના ભલા માટે લક્ષ્મી ન વાપરતાં પટારામાં ધનને રાખવામાં આવે તે તેથી કંઈ આત્મકલ્યાણ થતું નથી. લક્ષ્મીવન્તાના મનમાં સવાશેર દારૂના કરતાં વિશેષ ઘેન રહે છે, તેનું કારણ એ છે કે તેઓ જડ એવી લક્ષ્મીની સંગતિથી જડકમૅના તાબે થયા હોય છે. ચેતન તત્ત્વના ઉપાસકો ચૈતન્યતત્ત્વની વૃદ્ધિ કરે છે, કારણ કે ચેતનતત્ત્વના ઉપાસકેાને જ્યારે ત્યારે ચૈતન્યના સંયમ ગમે ત્યાં થાય છે. જડ એવી લક્ષ્મીના ઉપાસકેાને ક્ષણે ક્ષણે જડના સંયમ કરવા પડે છે, તેથી તેઓ અજ્ઞાન, મેહ, કલેશ, દ્વેષ, કુસંપ, સ્વાર્થ વગેરે કર્મના કર્તા બને છે. લક્ષ્મીની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના જીવહિંસાદિ આરંભા કરવા પડે છે અને સ્વાર્થાદિ દોષાને સેવવા પડે છે, તાપણ આશ્ચર્ય છે કે, મનુષ્ય સંચિત કરેલી લક્ષ્મીના પુણ્યમાર્ગમાં વ્યય કરતાં અચકાય છે. પાતાના ઘરમાં ઉત્પન્ન થએલાં મનુષ્યને મનુષ્ય પેાતાનાં ધારે છે અને તેના માટે લક્ષ્મી ખર્ચે છે, પણ અન્ય માટે કંજુસાઈ કરે છે. કંસ મનુષ્યે લક્ષ્મીના ગુલામ છે અને તે લક્ષ્મીનું રક્ષણ કરવા ચોકીદારની પેઠે અવતાર ધારણ કરે છે. કંસ મનુષ્ય, દુનિયાના મનુષ્યોના ઉપકાર હેઠળ દબાયલા છે. મનુષ્યના અવતાર પામ્યા તેમાં તેને અનેક ઉપકારીએ ઉપકાર કર્યાં છે, તાપણુ, પકારના પ્રતિબદલા વાળવા પ્રયત્ન પણ કરતા નથી, તે શું વ્યાજબી છે ? કંસ મનુષ્યની પેઠે જો હવા પણ કંજુસની સાથે કંસાઇ કરે અને તેના શરીરમાં પ્રવેશ ન કરે, તેા એક પલકમાં તેના પ્રાણ ચાહ્યા જાય. આ દુનિયાની વસ્તુઓ દરેક પ્રાણીઓના ઉપભાગને માટે છે. સર્વને તેમાં સરખા હ છે. સર્વના માટે વાયુ છે. સર્વેના માટે પંચભૂત છે, તેમાંથી એક મનુષ્ય કંજુસાઈથી વિશેષ ઉપયોગ કરે અને અન્યાને ઉપયાગમાં ખલેલ પહોંચાડે તે દુનિયાની ન્યાયદૃષ્ટિથી તે વિરૂદ્ધ કાર્ય કરે છે, એમ અન્ય વિદ્વાના કથે છે; તેવી રીતે સર્વ પ્રકારની લક્ષ્મી પેાતાને ત્યાં ભેગી કરી તેને ભોંયરામાં દાટ દેઈ, અન્ય મનુષ્યોના આહારાદિક જીવન વ્યવહારમાં ખલેલ પહોંચા
-
For Private And Personal Use Only