________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૦ ) निज घरमें प्रभुता हे तेरी, परसंग नीच कहावो ॥ प्रत्यक्ष रीत लखी तुम ऐंसी, गहिये आप स्वभावो॥चेतन० २॥
ભાવાર્થ: શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, હે ચેતન ! પિતાના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં તારી પ્રભુતા છે. ચેતનના ઘરમાં ચેતનની પ્રભુતા છે પણ જડવસ્તુના સંબન્ધથી ચેતનની પ્રભુતા નથી. પરવસ્તુના સંબધે જે પિતાની પ્રભુતા માને છે તે ભ્રાન્ત છે. પરવસ્તુને અહંથી રસગારવ, રૂદ્ધિગારવ અને શાતાગારવ ઉત્પન્ન થાય છે. પરવસ્તુના સંબન્ધની અહંતાથી અષ્ટપ્રકારના અહંકાર ઉત્પન્ન થાય છે. પર-જવસ્તુની લાલચથી જીવ જ્યાં ત્યાં પરિભ્રમણ કરે છે અને કઈ ઈષ્ટ જડવસ્તુને લાભ થતાં મનમાં કુલાઈ જાય છે. પૈસાદાર, લક્ષ્મીના તેરમાં ફુલી જાય છે. વિદ્વાન, વિદ્યાના ઘમંડમાં કુલી જાય છે. કેરી મનુષ્ય આદિ કુટુંબના પરિવારથી ફુલી જાય છે. કોઈ પોતાને હજારે મનુષ્યો માનતા અને પૂજતા હોય છે તેથી મનમાં કુલાય છે. કેઈ મહાત્મા, શિવેના પરિવારથી મનમાં મકલાય છે. કોઈને ન મળ્યું હોય અને પશ્ચાત્ કઈ પરવસ્તુને લાભ થયો હોય છે તે સધન ધનં જાઉં તૃણવત્ત અન્ય એ ન્યાયની પેઠે ખભે આંખો ધારણ કરે છે. પર-જવસ્તુરૂપ જે શરીર, તેની સુંદરતાથી કેટલાક મકલાય છે પણ તે ભ્રમણ છે. સનત કુમાર સરખે ચક્રવર્તિ પણ રૂપના અભિમાનથી શાન્તિ પાપે નહીં. પર–જડવસ્તુના સમાગમથી જે કઈ મનમાં મકલાય છે તે, ગાડા હેઠળ કૂતરું જાય છે અને જાણે છે કે હું ગાડું ચલાવું છું તેવા પ્રકારને જાણ. જે શિષ્યની સંપદાથી વા ભક્તની સંપદાથી ફુલે છે તે પણ નીચ જાણો. પાંચ ઇન્દ્રિયેના ત્રીવીશ વિષયમાં કંઈ પણ સુખ નથી, તેમ છતાં ત્રેવીશ વિષયોના લાભને પામી જે ફુલાય છે તે કસાઈના ઘરના અજની પેઠે જાણો. જે આત્માની જાતિથી ભિન્ન, એવા રાગ અને દ્વેષ વગેરેને સંગ કરે છે તે નીચ જાણો. આનન્દઘનજી પિતાના આત્માને કર્થ છે કે, હે ચેતન ! જ કર્મ અને શરીર આદિના સંગથી તમારી પ્રભુતા ગણાતી નથી. પણ ઉલટું નીચત્ર ગણાય છે, દુનિયા જેમાં પ્રભુતા માને છે તેમાં જિનવાણી નીચતા માને છે, માટે પ્રત્યક્ષ આ પ્રમાણે–જડ અને ચેતનની નીચતા અને પ્રભુતાને સમજીને હવે પિતાને શુદ્ધ સ્વભાવ ગ્રહણ કરવો જોઈએ. રાગ અને દ્વેષ વગેરેને પરસંગ ટાળ્યાવિના કદી શાતિ અને પ્રભુતા પ્રાપ્ત થવાની નથી, અર્થાત્ રાગદ્વેષની અશુદ્ધતા ટાળ્યાવિના સહજ સુખ પ્રાપ્ત થતું નથી; માટે અપ્રમત્ત થઈને આત્માના સ્વભાવને ગ્રહણ કરે જોઈએ. શામાટે હે ચેતન ! તું જડવસ્તુમાં હું અને મારું એ પ્રત્યય ધારે છે.
For Private And Personal Use Only