________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૫ )
વાણીમાં તમારી બરાબરી કરનાર કઈ જણાતું નથી; તું વાણીથી પેલીપાર છે. આનન્દઘન કર્થ છે કે, એવા હે પ્રભે ! હું તારું ધ્યાન ધરું છું.
પડ્યું ૮૩.
(રાજ મારુ.) निस्पृह देश सोहामणो, निर्भय नगर उदार हो. ॥बसे अंतरजामी.॥ નિમેરુ મન મંત્રી વણો, સગા વસ્તુ વિવાર હો || વસે છે ? केवल कमलागार हो, सुण सुण शिवगामी ॥ केवल कमला नाथ हो, सुण सुण नि:कामी ॥ केवल कमला वास हो, सुण सुण शुभ गामी ॥ आतमा तुं चूकीशमा, साहेबा तुं चूकीशमा, राजिंदा तुं चूकीशमां, अवसर लही जी. ॥ ए आंकणी० ॥ | ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી પિતાના આન્તરિક દેશાદિકની હકીકત ગાઈને પિતાના આત્માને બોધ આપે છે. અન્તરમાં શોભાયમાન નિસ્પૃહ દેશ છે. તેમાં વિશાલ નિર્ભય નામનું નગર છે. તેમાં અન્તર્યામી વસે છે. તે નગરમાં ઉત્તમ અને નિર્મલ મનરૂપ મંત્રી છે. વસ્તુનો વિચાર કરનાર જ્ઞાનરૂપ નૃપતિ વસે છે. હે આત્મન્ ! તું કેવલ કમલાનું સ્થાન છે. મેક્ષમાં ગમન કરનાર હે આત્મન્ ! નું સાંભળ!! તું કેવલ કમલાનો નાથ છે. તે નિષ્કામી આત્મન ! તારું આવું આત્મસ્વરૂપ તું સાંભળ! હે આત્મન ! તું કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીનું આવાસસ્થાન છે. તે શુભ ગતિમાં ગમન કરનાર તું આ વાત સાંભળ! અને આવું હારું ઉત્તમ સ્વરૂપ પ્રાપ્ત કર! લ્હાર શુદ્ધ સ્વરૂપને તું વિસ્મરીશ નહિ. હે આત્મસાહેબ! હવે તું ચૂકીશ નહિ. હે રાજેન્દ્ર! તું અવસર પામીને ચૂકીશ નહિ. શ્રીમદ્ પિતાના આત્માને ઉદ્દેશીને અમૂલ્ય બેધ આપે છે. બાહ્યદેશ, બાઘનગર, બાહ્યલક્ષ્મી અને બાહ્યસ્થાન કરતાં અન્તરને દેશ, નગર, લક્ષ્મી અને સ્થાન અત્યન્ત સુખકર છે. અન્તરના દેશાદિકને પ્રાપ્ત કરવાને માટે મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે, માટે હે ચેતન ! હવે તું ચૂકીશ નહિ. આ વચનથી અત્યન્ત અપ્રમત્ત દશામાં પ્રવેશ કરવાની શ્રીમન્ની તીવ્રછાનું અનુમાન થાય છે. હે આત્મન ! તું પરમાત્મા છે, હારી સત્તા સિદ્ધ સમાન છે. માટે હવે અવસર પામીને હારૂં શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર.
For Private And Personal Use Only