________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩પ૪)
पद ८२.
(ા સૂરતિ ટોકી.) प्रभु तोसम अवर न कोइ खलकमें, हरिहर ब्रह्मा विगुते सोतो ॥ मदन जीत्यो तें पलकमें ॥
છે પ્રમુ છે ? . ज्यों जल जगमें अगन बूजावत, वडवानल सो पीये पलकमें ॥ आनन्दधन प्रभु वामारे नन्दन, तेरी हाम न होत हलकमें ॥
_| મુ. | ૨ | ભાવાર્થ-હે અશ્વસેન રાજાના પુત્ર, શ્રી પાર્શ્વનાથ પ્રભો ! તારાસમાન કઈ જગતમાં નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણ દેવની ત્રિપુટી કથાય છે, પણ તેઓએ કામને પિતાના તાબામાં કર્યો નહીં, અર્થાત્ તેઓ કામમાં ખેંચી ગયા. બ્રહ્મા, સરસ્વતિ દેખીને કામાતુર થયા, વિષ્ણુ પણ સ્ત્રીના પાશમાં સપડાયા, મહાદેવ પણ ભિલડીના રૂપમાં મોહ પામ્યા, એમ ત્રણ દેવ કામના જોરથી દબાઈ ગયા. કામની ગતિ અત્યંત બળવાનું છે. કામના વેગથી તપાસીઓ પણ લપસી જાય છે. એકેન્દ્રિય જીવોને પણ કામ સતાવ્યા કરે છે. કામ સર્વ જીવોને પોતાના તાબામાં રાખે છે. કામ લાગ જોઈને મનુષ્યના હૃદયમાં પેસી જાય છે. કામ વડવાનલના કરતાં પણ મહા દહક છે. વડવાગ્નિનું પાન કરવું મહાદુર્લભ છે, અર્થાત્ કામ વડવાગ્નિ સમાન છે. અગ્નિ અન્ય પદાર્થોને બાળી ભસ્મ કરે છે, પણ તે મનને બાળી શકતો નથી. કામરૂપ વડવાગ્નિ તો હદયને પણ બાળીને ભસ્મ કરે છે. જગતમાં જલ અગ્નિને બુઝાવે છે. જલમાં અગ્નિને બુઝાવવાની શક્તિ રહી છે. તે જલનું પણ પાન કરનાર વડવાનલ છે, અર્થાત્ અગ્નિને બુઝાવનાર જલ છે. હે પ્રભો ! એવા વડવાનલ સમાન કામરૂપ વડવાગ્નિનું તે પાન કર્યું કામરૂપ વડવાગ્નિનું પાન કરવું મહાદુષ્કર કાર્ય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરે કામરૂપ વડવાગ્નિનું પાન કર્યું નથી, પણ હે પ્રભે ! તારી અકળશક્તિ છે, તેથી તે કામરૂપ વડવાગ્નિનું ભક્ષણ કર્યું; માટે હે આનન્દના સમૂહભૂત એવા ત્રણ ભુવનના સ્વામી ! હેવામાનંદન પાર્શ્વનાથ ! તારા કંઠમાં જેવી કામરૂપ વડવાગ્નિનું પાન કરવાની શક્તિ છે, તેવી અન્ય કોઈ દેવ વગેરેના ગળામાં શક્તિ નથી. હે પ્રભો! તું કામરૂપ વડવાગ્નિને પીનારે થયો, માટે તું ખરે મહાદેવ છે. તેથી જ તું નીલવર્ણમય શરીરધારી નીલકંઠ મહાદેવ કથાય છે. તે કામા રિપાર્શ્વ પ્રત્યે ! તારા સમાન અવર કઈ જગતમાં નથી, અમારી
For Private And Personal Use Only