________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮ ) પ્રદેશ ખંડિત કરવા ત્રણ ભુવનમાં કઈ રામર્થ નથી. આત્માના એક ગુણનો પરિપૂર્ણ ક્ષય કરવા અન્ય દ્રવ્ય સમર્થ નથી. બાધવસ્તુઓના સંબન્ધથી કીર્તિ અને અપકીર્તિનો ભય રહે છે, તે પણ વસ્તુતઃ અવલેતાં રજજુમાં સર્પની પેઠે બ્રાન્તિરૂપ છે. રાજુમાં સર્પની ભ્રાંતિ ટળે છે ત્યારે રજુથી ભય લાગતું નથી; તેમ બાહ્યપદાર્થોમાં ઈષ્ટવ અને અનિષ્ટનો ભાવ ટળતાં કીર્તિ અને અપકીતિને ભય રહેતો નથી.
નિર્ભય દશા પ્રાપ્ત થતાં અન્તરના નિર્ભય નગરમાં પ્રવેશવાને આધકાર મળે છે. નિર્ભય ભાવ પ્રાપ્ત થતાં મનની ચંચળતા ટળે છે અને મનની નિર્મળતા થઈ શકે છે. નિર્ભય નગરમાં પ્રવેશ કર્યાવિના નિર્મલ મનમંત્રીની પ્રાપ્તિ થતી નથી. નિર્મલ મનમંત્રીના પ્રતાપથી નિર્ભય નગરની પ્રજાને સારી રીતે ન્યાય ચુકવી શકાય છે અને તેથી જ્ઞાનરૂપ રાજાને રાજકારભાર સારી રીતે ચાલી શકે છે. નિર્મલ મનમંત્રીની પ્રાપ્તિ થતાં તત્વજ્ઞાનરૂપ રાજા પણ પ્રાપ્ત થઈ શકે છે. તત્ત્વજ્ઞાન નરૂપ નૃપતિનું અન્તરમાં રાજ્ય પ્રવર્તે છે. એટલે પ્રતિપક્ષી મેહ નૃપતિનું જોર ટળે છે. જ્ઞાનરાજા દઢ સંતોષે છાવડે અન્તરના આમોદને પ્રાપ્ત કરે છે અને તે વીતરાગ ભગવંતે કથેલા એવા ઉત્તમ સાધુની સંગતિ કરે છે. નિર્ભય નગરની દઢ સંતોષકામેચછારૂપ મેદસા અને સાધુ સંગતિરૂપ દઢ પળ રચાય છે તેથી, મેહનૃપતિના સૈન્યને ભય રહેતો નથી. દઢ પિળની પ્રાપ્તિ થતાં વિવેકરૂપ પિળીયાની પણ પ્રાપ્તિ થાય છે. વિવેકરૂપ પેળીયાથી નિર્ભય નગરનું સારી રીતે રક્ષણ થાય છે. વિવેકરૂપ પળીયાને મેહનું પતિના યોદ્ધાઓ લલચાવી શકતા નથી, તેમજ તેનું ભાન ભૂલાવી શકતા નથી. વિવેક એ ત્રીજી ચક્ષુ છે. વિવેકની પ્રાપ્તિવિનાના મનુષ્ય, પશુએસમાન છે. વિવેકવિના મનુષ્ય અલ્પસમાન છે. વિવેક વિનાને મનુષ્ય, વસ્તુતઃ જોતાં મનુષ્યની કેટીમાં પ્રવેશ કરવાને માટે અધિકારી બની શકતો નથી. દરેક કાર્યો કરતાં વિવેકની ખાસ જરૂર પડે છે. દરેક પદાર્થોનો વિચાર કરતાં વિવેકવિના ચાલી શકતું નથી. વિવેકવિના મનુષ્યની કિસ્મત નથી. વિવેકવિના મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ સુધરતી નથી. વિવેક ખરેખર દશમે નિધિ છે. વિવેક પિલિયે જાગ્રત થતાં આગમોની શ્રદ્ધા, તેઓનું મનન, શ્રવણ, વાચન અને તેઓને અભ્યાસ યથાયોગ્ય થઈ શકે છે અને તે આગમને પાયકતરીકે બનાવવામાં આવે છે. આગમનું પાયક કર્યા બાદ સુવિદી વ્યવહારની પ્રાપ્તિ થાય છે. સુવિનદી વ્યવહારની પ્રાપ્તિ થતાં વૈરાગ્ય મિત્રની પ્રાપ્તિ થાય છે. જે જે વસ્તુઓ પર રાગ થાય છે, તે તે વસ્તુઓ પરથી રાગ ટળી જાય એવા પ્રકારના આત્મ
For Private And Personal Use Only