________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૭) કરવાની આવશ્યકતા છે. અત્તરના દેશ, નગર, રાજા, મંત્રી, વ્યવહાર અને નદી વગેરેનાં નામ દેવામાં આવે, વા તેનું ગાન કરવામાં આવે એટલામાત્રથી અન્તરના દેશાદિની પ્રાપ્તિ થઈ શકતી નથી, કિન્તુ નિસ્પૃહ ભાવ પ્રાપ્ત કરવામાં આવે ત્યારે સમજવું કે, આપણે નિસ્પૃહ દેશમાં પ્રવેશ કર્યો. નિસ્પૃહભાવ પ્રાપ્ત કરવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. નિસ્પૃહતૃવં જ્ઞાન્ . નિસ્પૃહીને બાહ્યનું જગત , એક તૃણુસમાન લાગે
છે. બાહ્યમાં સ્વાર્થબુદ્ધિ થાય છે તેનો નાશ થાય છે ત્યારે, નિસ્પૃહ દશાની જાગૃતિ થાય છે. જિનેશ્વર ભગવંતે કથેલી એવી સાધુની દીક્ષા અંગીકાર કરતાં નિસ્પૃહ દેશમાં પ્રવેશ કરી શકાય છે. બાહ્યપદાર્થો સુખકર છે અને તે માટે પ્રાપ્ત કરવા જોઈએ, આવી સ્પૃહાને કેઈ આત્મતત્ત્વજ્ઞાની મુનિવર નાશ કરે છે. કેઈની પણ સ્પૃહા કરવાની કંઈ જરૂર નથી. અન્તરમાં પૃહા બુદ્ધિ ન હોય અને વ્યવહારથી વ્યવહારમાં પ્રવૃત્તિ થાય, એ પ્રથમ અભ્યાસ કરવાની જરૂર છે. બાહ્ય વસ્તુઓ કદી સુખ આપવા સમર્થ થતી નથી, તેથી તેની સ્પૃહા કરવાની કંઈ જરૂર નથી અને એમ સમજીને આત્માથી નિસ્પૃહદેશમાં પ્રવેશ કરે છે. નિઃસ્પૃહ દેશમાં ગમન કરવામાં આવે પણ
જ્યાં સુધી અન્તરમાં સાત પ્રકારના ભયમને કઈ પણ ભય છે, ત્યાં સુધી નિર્ભય નગરમાં પ્રવેશ કરી શકાતું નથી.
રેગભય, મરણુભય, ઈહલોકભય, પરલોકભય, અકસ્માભય, કીર્તિભય અને અપકીર્તિભય, આદિ ભયમાં ચિત્તવૃત્તિ લાગી રહે છે ત્યાંસુધી, નિર્ભય નગરમાં પ્રવેશ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. બાહ્યવસ્તુઓનું મમત્વ વિલય પામે છે, ત્યારે બાહ્ય વસ્તુઓના માટે ભય ઉત્પન્ન થતો નથી. શરીરપર મમત્વ હોય છે ત્યાં સુધી રેગન અને મરણને ભય મનમાં રહે છે. આ લેકનો ભય અને પરલોકનો ભય દૂર કરવા લાયક છે. આત્માનું શૌર્ય પ્રગટ થયા વિના ઈહલોક અને પરલોકનો ભય ટળતો નથી. મનમાં એકદમ અકસ્માત થવાનો ભય રહે છે, તેથી મન ઠરીને સ્થિર થતું નથી અને અનેક પ્રકારની ચિન્તાના સંકલ્પ વિકલ્પ કરે છે અને તેથી નિર્ભય ભાવરૂપ નિર્ભય નગરમાં પ્રવેશ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. આત્મા અજ છે. અવિનાશી છે. અખંડ છે. અરૂપી છે. તેને, બાઘની કઈ પણ વસ્તુ નાશ કરી શકે તેમ નથી. શરીર, મન અને વાણુથી પણુ આત્મા ભિન્ન છે. આત્માના સ્વરૂપને જ્ઞાતા આત્મા સ્વયં છે. આવા આત્માને પરવસ્તુથી ભયે કેમ હોઈ શકે? ભય સંજ્ઞાથી આત્મા અન્યાવસ્તુઓથી ભય પામે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક
For Private And Personal Use Only