________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૭ ) નિર્જન સ્નાનમાં ગુરૂકૂળે સ્થાપવાની જરૂર છે. બ્રહ્મચર્યના સંરક્ષણથી વિદ્યાનું મનન સારી રીતે થાય છે. શ્રી હેમચન્દ્રાચાર્ય શ્રી હીરવિજયસૂરિ, શ્રી મુનિ સુન્દરસૂરિ, શ્રી યશોવિજયજી ઉપાધ્યાય, વગેરે સમર્થ પુરૂષોએ બ્રહ્મચર્યના પ્રતાપથી જૈન ધર્મની ઉન્નતિ કરી હતી. બ્રહ્મચ
ના પ્રતાપથી મનુષ્ય સ્વર્ગીય દેવોની પાસે પિતાનું કાર્ય કરાવે છે. મેજ શેખની વાડીમાં બાલ્યાવસ્થાથી નાનાં નાનાં બાળકે પડી જાય છે, તેથી તેઓ કામના પદાર્થો તરફ આકર્ષાય છે અને તેથી વિપરીત પરિણામના પાત્ર બને છે. બાલકની ઉત્તમ ચડતી દશા કરવાની ઈચ્છા હોય તો ગુરૂકૂળે જેવા આશ્રમની જરૂર સ્વીકારવી જોઈએ. પૂર્વના જેનોની ઉન્નતિમાં બ્રહ્મચર્ય એ પણ એક સબલ કારણ હતું. સર્વ વ્રતોમાં બ્રહ્મચર્યને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે, તેનું રહસ્ય અત્યન્ત સૂમ છે. સ્વર્ગનાં દ્વાર ખુલ્લા કરવાં હોય તો બ્રહ્મચર્યની ખાસ જરૂર છે. આધુનિક સમયમાં ગૃહસ્થાશ્રમની પૂર્વ વીશ વર્ષ પર્યત તો અવશ્ય બ્રહ્મચર્યને સારી રીતે પાળવું જોઈએ. આ સંબંધી જેનો ખાસ લક્ષ્ય આપશે તો ગૃહસ્થધર્મની ઉન્નતિ થશે અને સાધુ ધર્મની પણ ઉન્નતિ થશે. સુમતિથી બ્રહ્મચર્યના ઉપર્યુક્ત માહાત્મ્યને સાચું જાણી શકાય છે અને તેને સારી રીતે પાળી શકાય છે. આત્માના જ્ઞાનાદિ સગુણેને પ્રકાશ કરવાની તેમજ ભિન્ન ભિન્ન વિચાર મત સહિતાની પ્રેરણા સુમતિ કરે છે. જગતમાં મનુષ્યોને કેઈપણ વિષય સંબધી એકસરખે મત હોતો નથી; સર્વના વિચારે જુદા જુદા હોવા છતાં, અપેક્ષાવાદથી ભિન્ન ભિન્ન વિચારમાં રહેલું સત્ય તારવી લેવું અને જે જે અસત્ય વિચારો હોય તે સંબધી મૌન રહી સહનશીલતા ધારણ કરવી, આ કંઈ સામાન્ય કાર્ય ગણાય નહિ. વિચારોની ભિન્નતાથી વ્યક્તિ ઉપર દ્વેષ કરવામાં આવે છે, તેથી વ્યક્તિ કલહયુદ્ધનું રમખાણું બને છે. જે જે મનુષ્ય પોતાનાથી ભિન્ન વિચારે કરે તેને વિરોધી દુશમને માની લેઈને; તેનું અશુભ કરવા વા તેની જાતિ નિન્દા કરવા કટીબદ્ધ થવાથી, મનુષ્યની કેટીમાં પ્રવેશવાને હક્ક રહેતો નથી. ધમૅભેદ અને વિચારભેદનો ઝઘડે પરિપૂર્ણ સમાવીને તથા ચુકાવીને આ દુનિયામાંથી કોઈ ગયો નથી. શ્રી તીર્થકરના સામાં પણ વિરૂદ્ધ વિચારો ધરાવનારા તથા ભિન્ન ધર્મ ધારનારા મનુષ્યો હતા. શ્રી તીર્થકરોએ તેમના કુવિચારેને તથા તેમના ધર્મની અસત્યતાને દર્શાવી છે અને સર્વ દષ્ટિવડે સત્ય પ્રકાર્યું છે, પણ તેઓશ્રીએ ધર્મભેદ થવાથી, અથવા વિચારભેદ થવાથી જાતિનિન્દા, કલેશ અને અશુભ કરવાનાં પરિણામ, વગેરેને ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. પિતાથી ભિન્ન વિચારેવાળા તથા ભિન્ન ધર્મો
, ૪૩
For Private And Personal Use Only