________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૯ )
આનન્દ નથી, પણ ખાહ્ય વસ્તુઓની મદદથી શાતા વેદનીયજન્ય આનન્દના અનુભવ લેવાય છે. મનમાં થતા રાગ અને દ્વેષના વિકાને પરિહરી જે આત્મધ્યાન ધરવામાં આવે તે, આત્માના સહેજ આનન્હની પ્રતીતિ થાય છે અને તેથી આત્માના નિત્ય સુખના નિર્ધાર થાય છે તથા આત્માના નિત્ય સુખના નિર્ધાર થવાથી, બાહ્ય સુખહેતુભૂત વસ્તુઓના ત્યાગ કરી શકાય છે. જે મનુષ્યા આત્મસુખનેા નિશ્ચય કરી શકતા નથી તે બાહ્ય વસ્તુને સુખકર માને છે અને તેને ત્યાગ કરી શકતા નથી. આત્મસુખની પ્રતીતિ થયા વિના કદાપિ સ્ત્રીઆદિના ત્યાગ કરવામાં આવે, પણ મન પાછું બાહ્ય વસ્તુઓમાં દોડે છે અને બાહ્યના ત્યાગના ત્યાગ કરાવે છે, અર્થાત્ ત્યાગીના વેષ પહેર્યાં છતાં રાગીની પેઠે મનેાવૃત્તિથી વિલાસેાના અધીન થવું પડે છે અને તેથી ત્યાગાવસ્થામાં અધિકાર પ્રમાણે આત્મિક સુખ પ્રાપ્ત કરી શકાતું નથી, માટે આત્માના સત્ય સુખની પ્રાપ્તિ માટે, જ્ઞાન, ધ્યાનમાં રમણુતા કરવી જોઈએ. આત્મસુખનો અનુભવ થવાથી, સ્વયમેવ ખાદ્ય પદાર્થોની લાલચ અને તેની ચિન્તાએ ટળે છે તથા તેનેા ત્યાગ થવાથી ખરૂં ત્યાગીપણું પ્રગટે છે, માટે આત્મસુખના અનુભવ કરવા જોઇએ. ત્યાગાવસ્થાના મુખ્ય ઉદ્દેશ એ છે કે, આત્મજ્ઞાનવડે આત્મસુખની પ્રાપ્તિ કરવી. સાંસારિક સંબન્ધથી દૂર રહેતાં રાગ અને દ્વેષના વેગો શમે છે અને તેથી સત્યસુખને અનુભવ કરી શકાય છે. યોગીઓ વગડામાં અને ગુફામાં રહીને આત્મ તત્ત્વનું ધ્યાન ધરે છે અને તેથી તેઓ આત્મસુખને અનુભવ કરવા અધિકારી અને છે. આત્મતત્ત્વ આરાધકેાના શુભ સંકલ્પથી અને તેના જ્ઞાનથી જગતનું કલ્યાણ થાય છે. આત્મશક્તિયાને પ્રગ ટાઢ્યા વિના જગનું કલ્યાણ કરવા કોઈ સમર્થ થતા નથી. યોગવિદ્યાથી સંયમની શક્તિ ખીલે છે અને તેથી જગત્ને તેના લાભ મળે છે. કોઈ એમ કહેતા હાય કે, યોગી અગર સાધુ થવાથી જગને કંઈ ફાયદો થતા નથી ! આમ તેમનું બેલવું રાશįગવત્ અસત્ય છે. તત્સમન્ધી ને લખવા ધાર્યુ હાય તા માટે એક ગ્રંથ લખાય તેટલા વિચારો પરિસ્ફુરે છે.
સંસાર સુધારામાં પણ સુમતિની ખાસ આવશ્યકતા છે. કુમ્ તિની પ્રેરણાથી સંસાર સુધારો કરનારાઓ અવનતિના ખાડામાં ઉતરે છે અને દુનિયાને પણ અવનતિના ખાડામાં ઉતારે છે. સુમતિની પ્રેરણાથી સંસારમાં સમ્યક્ સુધારા કરવાની વૃત્તિ થાય છે. સુમતિની પ્રેરણાથી જગતમાં શાન્તિ અને સમ્પના હેતુઓ રચાય છે. સુમતિની
For Private And Personal Use Only