________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૨ ) પણ પ્રવેશ થાય છે. જ્યાં કુમતિને સંચાર થતો નથી ત્યાં, શઠતા, કપટ અને અહંકારાદિનું ગમન પણ થતું નથી. રાવણના મનમાં પ્રવેશીને કુમતિએ માનને બોલાવ્યા અને રાવણનો નાશ કર્યો. કૌરવોના મનમાં પ્રવેશ કરીને કુમતિએ મોટું યુદ્ધ મંડાવ્યું અને કરને નાશ કર્યો. પ્રાણીમાત્રને કુમતિ ઉન્માર્ગમાં લેઈ જાય છે અને સંસારમાં રાખે છે. કુમતિના વશમાં થએલા મનુષ્ય, કપટ, અહંકાર અને લુચ્ચાઈ કરવામાં પોતાનું અમૂલ્ય જીવન ગુમાવે છે. સંસાર નગરમાં અનેક પ્રકારના શરીરરૂપ વેષ ગ્રહાવીને, ચોરાશીલાખ જીવનિરૂપ ચોકમાં જીવોને ફમતિ નચાવે છે. એકજ માતાના બે પુત્રોને સ્વાર્થે અને વિષયના સંબંધમાં અબ્ધ બનાવીને તેઓને પરસ્પર લડાવી મારનાર કુમતિ છે-સર્વે જીવો પોતાના આત્મસમાન છે, તોપણું તેના ઉપર હિંસકભાવ પ્રેરનાર કુમતિ છે. ધન, રાજ્ય અને સત્તામાં મેહ પમાડીને જીને અહંકારના સમુદ્રમાં કુમતિ નાખે છે. મનુવ્યોમાં અનેક સ્વાર્થ સંબોને લેઈ કપટકળાએ કરાવીને તેનું પરસ્પર નિકંદન કરાવનાર કુમતિ છે.
હે આત્મન ! અત્રત રૂજુતા અને મૃદુતા આદિ ખરું કુટુંબ છે. સુમતિની પાસે આવતાં રૂજુતા, મૃદુતા, નિર્લોભતા, સમિતિ અને ગુપ્તિ આદિ પિતાના કુટુંબને મેળાપ થશે અને તેથી તમને સ્વભાવેજ સહજાનન્દની ખુમારીને લાભ મળશે; આ રીતે સુમતિ બન્ને તરફનું ખરું સ્વરૂપે પ્રગટ કરીને દેખાડે છે. उत आस तृष्णा लोभ कोह, इत सांत दांत संतोष सोह.॥
_| ઘાટ || || उत कला कलंकी पाप व्याप, इत खेले आनन्दघनभूप आप.॥
| થ | દો. ભાવાર્થ –હે સ્વામિનું ! કુમતિના ત્યા, આશા, તૃષ્ણ, લેભ અને ક્રોધ વસેલ છે. કુમતિની પ્રેરણાથી દેવતા, મનુષ્ય અને પશુ પંખી વગેરે પ્રાણીઓ અનેક પ્રકારની આશાઓ કરે છે. જરાતમાં આશા સમાન કેઈ મનનું દુઃખ નથી–અનેક પ્રકારના પદાર્થોની આશાથી મનુષ્ય, અનેક પ્રકારના માનસિક દુઃખો પ્રગટ કરે છે. કુમતિના ફન્દ્રમાં ફસેલા જી, તૃષ્ણના તાપથી તૃપ્ત થઇ હાયવરાળ કર્યા કરે છે. તૃણથી કેઈપણ જીવને ખરી શાન્તિ પ્રગટી નથી–મોટા મોટા પ્રોફેસરેના હૃદયને તૃણું બાળીને ભસ્મ કરે છે. જગતના જીવો તૃષ્ણાના
For Private And Personal Use Only