________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૧ )
આવી ભૂલ તમને કેમ દેખાતી નથી? સુમતિના આદેયરૂપ આ ઉપદેશ અન્તરમાં ધારણ કરવા લાયક છે. સુમતિ પેાતાના આત્મપતિને ઉચ્ચ સત્યવિવેક કરાવવા જે ઉપદેશ આપે છે તે અમૂલ્ય અને હૃદયદ્રાવક છે. હવે તે પુન: નીચેપ્રમાણે પોતાના પતિને સંગેાધી કચે છે. उनसे मांगु दिन नांहि एक, इत पकरि लाल छरि करि विवेक. ॥ । ત્યારે ॥૨॥ उत शठता माया मानडुंब, इत रुजुता मृदुता मानो कुटुंब. ॥ ॥ વ્યારે ॥ ૩ ॥
ભાવાર્થ:સુમતિ કચે છે કે, હું કુમતિ પાસે એક દિવસની તમારી માગણી કરૂં નહિ; કુમતિને એમ કદાપિ નહિ કહું કે તું મારા સ્વામિને એક દિવસ માટે આપ, કેમકે પતિવ્રતા સ્ત્રી કદાપિકાળે વ્યભિચારિ સ્ત્રીની પાસે પોતાના પતિની એક દિવસ માટે પણ માગણી કરી શકે નહિ હવે અત્ર તે હું લાલ ! વિવેક કરીને છરી પકડી છે અર્થાત્ છરી (છ રીત) ગ્રહણ કરી છે અને તેથી સ્વયમેવ તમારે મારી પાસે આવવું પડશે. (૧) ભૂમિશયન, (૨) પરપુરૂષ ત્યાગ, (૩) આવશ્યક કૃત્ય–(૪) સચિત્ત ત્યાગ, (૫) એકાશન, (૬) અને ગુરૂસાથે પાદવિહાર, આ છ રીતને છરી કહેવામાં આવે છે. સુમતિ કથે છે કે, અન્તરમાં રહેલી ધારણારૂપ ભૂમિમાં હું શયન કરીશ અને પરભાવરૂપ પરપુરૂષના ત્યાગ કરીશ. પરભાવરૂપ પરપુરૂષના સામું પણ નિરખીશ નહિ. આવશ્યક કરણીવડે હું અન્તરના અસંખ્યાત પ્રદેશમાં વિચરીશ. અન્ય જીવાના પ્રાણના નાશ ન થાય તેવા પ્રકારથી જ્ઞાનામૃતનું ભાજન કરીશ. એક શુદ્ધસ્વરૂપ આહારનુંજ ભોજન કરીશ અને અનુભવ જ્ઞાનરૂપ સદ્ગુરૂની સાથે અન્તરના પ્રદેશમાં જ્ઞાન અને ક્રિયા એ બે પાદથી ગમન કરીશ.
આ છ રીતિને અન્તરમાં ધારણ કરી આપની પ્રાપ્તિ કરવા દેઢ સંકલ્પ કરૂં છું. પરમાત્મસ્વામિની યાત્રા કરવા જનાર યાત્રાળુઓ, સ્થૂલપણે આ છરી પાળે છે અને તેથી તેઓ યાત્રાની સફલતા કરે છે. અન્તરમાં આ પ્રમાણે છરી પાળવાથી હું ચેતન સ્વામિન! કઈ વસ્તુનું આકર્ષણ ન કરી શકાય? અર્થાત્, મારી શુદ્ધ ભક્તિના પ્રતાપથી આપને હું પ્રાપ્ત કરીશ. હું ચેતન સ્વામિન! કુમતિની પાસે તે શઠતા, માયા અને માનરૂપ હું છે, અને તેથીજ તે નીચ જાતિ અને નીચ કર્મ કરનારી છે, એમ જ્ઞાનિ પુરૂષા તુર્ત અખેાધી શકે છે. જગત્માં કુમતિ વિના કોઈ સ્થાને લુચ્ચાઈ દેખવામાં આવતી નથી. જ્યાં કુમતિના સંચાર થાય છે ત્યાં, શઢતા, કપટ અને અહંકારના
For Private And Personal Use Only