________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૬) અવતારોવાળા જાણવા. પિતાના આત્માને જેમ સુખ પ્રિય લાગે છે, તેમ અન્યના આત્માઓને પણ સુખ પ્રિય લાગે છે. અન્યના આત્માઓને જે જે દુ:ખ પડતાં હોય, તેનું નિવારણ કરવા પિતાની લક્ષ્મીને વ્યય ન થાય તે તે લક્ષ્મી નથી, પણ તે ધૂળ કરતાં પણ નકામી છે. સાધુ સાધ્વી આદિ સુક્ષેત્રોમાં લક્ષ્મીને સદુપગ કરતાં જગતમાં ધર્મનો ફેલાવો થાય છે અને પિતાને પુણ્યની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીનો તત્વજ્ઞાનના ફેલાવામાં સદુપયેગ કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે અને અજ્ઞોને પણ સુ કરી શકાય છે.
સંત પુરૂષોની ભક્તિ માટે લક્ષ્મીને સદુપયોગ કરવાથી જગતસદ્વિચાર અને સદુપદેશવડે ભલું કરી શકાય છે. ગુરૂકૂળે વગેરેમાં લક્ષ્મીનો સદુપયોગ કરવાથી ભવિષ્યમાં ઉન્નતિ કરનાર મનુષ્યો બનાવી શકાય છે અને તેથી ધર્મનો ફેલાવો કરી શકાય છે. સગુણે પામેલા મનુષ્યોથી જગતનું ભલું થાય છે, માટે રસગુણધારકોને લક્ષ્મીવડે મદદ કરવાની જરૂર છે. શ્રાવકે અને શ્રાવિકાઓના ભલા માટે લક્ષ્મીવતેએ ભક્તિના પરિણામ વડે, તેવા ઉત્તમ ક્ષેત્રમાં લક્ષ્મીનો વ્યય કરે જોઈએ. યોગના અભ્યાસી એવા મુનિરાજેની ભક્તિ કરવી જોઈએ. જૈનતત્ત્વગની પાઠશાલાઓમાં લક્ષ્મીનો સદુપયોગ કરવો જોઈએ. ગૃહસ્થ મનુષ્યએ લક્ષ્મીને સદુપયોગ કરી મનુષ્ય ભવની સફલતા કરવી જોઈએ, અથવા પરિગ્રહનો ત્યાગ કરી ત્યાગાવસ્થા ગ્રહણ કરવી જોઈએ, કે જેથી આત્મકલ્યાણ થાય; એમ સુમતિ શિખવે છે, અર્થાત આત્માના ગુણેને પ્રકાશ કરવા સુમતિ વિવેકને પ્રગટાવે છે.
સુમતિથી બ્રહ્મચર્ય ગુણ ધારણ કરવાને ઉત્સાહ પ્રગટે છે. ભૂતકાળમાં અનેક મનુષ્યએ બ્રહ્મચર્ય ધારણ કરી સદ્ગતિને પ્રાપ્ત કરી છે અને ભવિષ્યમાં પણ અનેક મનુષ્ય સદ્ગતિને પ્રાપ્ત કરશે. બ્રહ્મચર્યની શક્તિ સમાન અન્ય કઈ શક્તિ નથી. બ્રહ્મચર્ય ગુણને દેવતાઓ અને ઈન્દ્રો પણ નમસ્કાર કરે છે. બ્રહ્મસ્વરૂપમાં સદાકાલ રમણતા કરવાને માટે બાહ્ય બ્રહ્મચર્યની પણ આવશ્યકતા છે. પૂર્વના વખતમાં મનુષે બ્રહ્મચર્ય લાંબા વખત પર્યત પાળ્યાબાદ ગૃહસ્થાશ્રમમાં જોડાતા હતા, તેથી તેઓ મહત કાર્યો કરવાને શક્તિમાન થતા હતા; હાલમાં બાળલગ્ન વગેરેથી આર્યદેશના મનુષ્યની પડતી દશા થઈ છે અને તેથી તેઓ મગજથી ઉત્તમ-દીર્ઘવિચાર કરવાને શક્તિમાનૂ બનતા નથી. પુરૂષે પચ્ચીસ વર્ષ પર્યત અને કન્યાએ વીશ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. બ્રહ્મચર્યની રક્ષા અને તરવવિદ્યાની ઉપાસના માટે
For Private And Personal Use Only