________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૫ ) વિમુખ કરનાર કુમતિ છે. પ્રત્યેક ગચ્છના સાધુઓને ક્રિયાના ભેદે ચર્ચા કરાવીને પરસ્પર વૈરનાં બીજ વવાવનાર કુમતિ છે. પૂજ્ય એવા ગુરૂઓ ઉપર પણ અપૂજ્ય બુદ્ધિ કરાવનાર કુમતિ છે. લેકમાં નાસ્તિકતા ઉત્પન્ન કરાવીને ધર્મને ઢોંગ તરીકે મનાવનાર, માબાપ અને પૂજ્ય વડીલનો અવિનય કરાવનાર, જૈનસંઘનો ઉદય કરવામાં અનેક પ્રકારના કલેશ અને વિધ્ર નાખનાર કુમતિ છે. કેળવાયેલા (વસ્તુતઃ ધર્મથી ન કેળવાયલા) એવા જૈનબાળકની ધર્મમાંથી શ્રદ્ધા ઉઠાવી નાખનાર, પિતાના પુત્રને જનતાની કેળવણું નહીં આપવાની માઆપને પ્રેરણું કરનાર, રાજા અને પ્રજા વચ્ચે દ્વેષ કરાવનાર, ધાર્મિક કાર્યોમાં અશ્રદ્ધા તથા પ્રમાદ કરાવનાર કુમતિ છે. જ્ઞાનીઓ અને યોગીઓમાં પણ અહંકાર-માનપૂજા ઉત્પન્ન કરાવનાર કુમતિ છે. શ્રાવકેને અવિનયી, પ્રમાદી અને જ્ઞાનશૂન્ય રાખનાર કુમતિ છે. ધર્મના અભિમાનથી અને મારી નાખવાની પ્રેરણું કરાવનાર કુબુદ્ધિ છે. અધ્યાભતત્વ પર પ્રીતિ ન કરાવતાં બાહ્ય વસ્તુઓ પર પ્રીતિ કરાવનાર કુમતિ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ભ્રષ્ટ કરાવીને બાહ્ય વસ્તુઓમાં ધનની ભ્રાનિત કરાવનાર કુમતિ છે. સહજાનન્દ તનાવીને કૃત્રિમ સુખમાં પ્રવૃત્તિ કરાવનાર સુમતિ છે. અનેક જીવોની નિન્દા કરાવનાર, અનેક મનુષ્યોના દેને બોલાવનાર અને અનેક જીવોને માંસાહારી અને હિંસક બનાવનાર કુમતિ છે. પૂર્વે અનન્ત જીવોને કુમતિએ દુઃખ આપ્યું, વર્તમાનમાં પણ દુઃખ આપે છે અને ભવિષ્યમાં પણ અનન્ત જીવોને કુમતિ દુઃખ આપશે. કુમતિની પ્રેરણુથી સર્વ અશુભ આચાર અને અશુભ વિચારધારક જીવો, પિતાને ભ્રાન્તિથી પવિત્ર માને છે; અહો! તે પણ કુમતિની પ્રેરણુંની અલૌકિક શક્તિ છે. સુમતિ પિતાના આત્મ સ્વામિને કથે છે કે, હે પ્રિય! હું જે આ કુમતિ સ્ત્રીનું વર્ણન કરૂં છું તે સત્ય છે, એમ મનમાં જાણુ! કેમકે કુમતિના માયાવી પ્રપડ્યો એવા છે કે તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ જેવા દેવતાઓ પણ ફસાઈ ગયા છે, અર્થાત ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર અને દેવે પણ કુમતિના પ્રપંચમાં ફસાય છે, માટે કમતિની પ્રપંચરૂપ ઇન્દ્રજાળથી દૂર થવું હોય તે મારું વચન સત્ય માની લે. - સુમતિનું માહાત્મ્ય વર્ણવે છે. સુમતિ આત્માની સ્ત્રી છે, અર્થાત સર્વ જીવોપર શુદ્ધપ્રેમ ધારણ કરાવનાર સુમતિ છે. સર્વ આત્માઓ પર મૈત્રીભાવની દષ્ટિ ધારણ કરાવનાર સુમતિ છે. સર્વે જીવોપર કરૂણાભાવ ઉત્પન્ન કરાવનાર સુમતિ છે. સર્વ મનુષ્યોના ગુણેને પ્રમોદભાવ ઉત્પન્ન કરાવનાર સુમતિ છે. સર્વ મનુષ્યોના ભિન્ન ભિન્ન આચારે તથા
For Private And Personal Use Only