________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦ ) તે, તે ચંડાલના કરતાં શ્રેષ્ઠ ગણાવાને લાયક નથી. સત્યનાં ગુણસ્થાનકરૂપ પગથીયાં છે. સત્યના ઉપાસકે જ્યાં ત્યાં સુખને દેખી શકે છે. સત્યના ઉપાસકે પરમામાના પુત્રો છે, એમ કહીએ તે અતિશયોક્તિ નથી. સત્યના ઉપાસકે કરતાં કેઈ ધનવાન વા સત્તાવાનું નથી. સત્યને ઉપાસકે અગમ્ય એવા મોક્ષ સ્થાનમાં પ્રવેશ કરે છે. મનથી અને ભાષાથી સત્યનું સ્વરૂપ અવધવું જોઈએ; એમ સુમતિ, આત્માને સમજાવીને તેમાં પ્રવૃત્તિ કરાવે છે.
સુમતિથી આત્માની શૌચમાં પ્રવૃત્તિ થાય છે; બાહ્ય શૌચ અને અન્તર શૌચ એ બે પ્રકારનું શૌચ છે. બાહ્ય શૌચની પણ અમુક હેતુ પુરસ્પર આવશ્યકતા છે. ગૃહસ્થને દ્રવ્યશૌચની આવશ્યક્તા છે; જલ વગેરેથી શરીરને મેલ દૂર કરી શકાય છે અને તેથી શરીરની સ્વચ્છતા થતાં મનની જાગૃતિ રહે છે, તેમ ભાવશૌચની પણ અત્યંત આવશ્યકતા છે; હૃદયની શુદ્ધિ કરવી તેને ભાવશૌચ કહે છે. મનનાં પાપને ઘેનાર ભાવશૌચ કરી શકે છે. અશુદ્ધ પરિણતિ એજ ખરેખરે હદયને મેલ છે. અજ્ઞાન રાગ અને દ્વેષને ટાળ્યા વિના હૃદયની સત્ય શુદ્ધિ થતી નથી. એક ઠેકાણે શ્રીકૃષ્ણ, અર્જુનને બોધ આપતાં થે છે કે, હૃદયની શુદ્ધિ જલથી થઈ શકતી નથી. તે કથે છે કે,
ો . आत्मनदी संयमतोयपूर्णा, सस्थावहा शीलतटादयोर्मिः। तत्राभिषेकं कुरु पाण्डुपुत्र, न वारिणा शुद्ध्यति चान्तरात्मा ॥ १ ॥
આત્મારૂપ નદી છે અને તે સયમરૂપ જળથી પૂર્ણ છે; સત્યરૂપ પ્રવાહ છે, શીલરૂપ તટ છે અને તેમાં દયારૂપ ઊર્મિ ઉત્પન્ન થાય છે. હે પાંડુપુત્ર ! તું તેવી આભનદીમાં સ્નાન કર! અત્તરાત્મા, વારિ(જળ) વડે શુદ્ધ થતું નથી. મનુષ્યો જેટલી શરીરની શુદ્ધિ કરવા લક્ષ્ય આપે છે, તેટલું મનની શુદ્ધિ કરવા લક્ષ્ય આપતા નથી. લાખ કરડે મનુષ્ય દરરોજ સ્નાન કરે છે, પણ ભાગ્યે તેઓ હૃદયની શુદ્ધિ તરફ લક્ષ્ય આપી શકતા હશે. શરીરની શુદ્ધિ જેટલી ઉપયોગી છે, તેના કરતાં અનન્તગુણ હૃદયશુદ્ધિ કરવાની જરૂર છે. શરીરની શુદ્ધિ જેટલી આકર્ષક છે, તેના કરતાં હૃદયની શુદ્ધિ અનન્તગુણ વિશેષ આકર્ષક છે. શરીરની શુદ્ધિ કરનારે હૃદયની પવિત્રતાપર ખૂબ લક્ષ્ય આપવું જોઈએ. યાદ રાખવાનું છે કે, શરીરશુદ્ધિનો મુખ્ય ઉદ્દેશ હૃદયસ્વસ્થતા માટે છે. કેટલાક પ્રાતઃકાલમાં નદીઓ વગેરેમાં સ્નાન કરે છે અને કઈ પિતાને સ્પર્શી જાય છે, તે અભડાઈ જાય છે, અર્થાત પિતાને શૌચ
For Private And Personal Use Only