________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૮ ) રની લઘુતા ધારણ કરવી જોઈએ, સર્વ જીવોની સાથે નમ્રતાથી વર્તવું જોઈએ અને સ્વમમાં પણ કઈ બાબતનો અહંકાર ન કરવો જોઈએ, એવી સારી પ્રેરણ કરનાર સુમતિ છે. કપટની બાજીથી કદાપિ શ્રેયઃ થવાનું નથી અને સરલતાથી-સર્વથા-સર્વદા ભલું થાય છે, માટે મન વાણી અને કાયાથી સરલતા ધારણ કરવી, એવી સત્ય પ્રેરણ કરનાર સુમતિ છે. લોભથી કદી શાન્તિ થતી નથી. અદ્યાપિ પર્યત લેભથી કઈ સત્ય સુખ પામ્યો નથી અને ભવિષ્યમાં પામનાર નથી. લોભથી ઉલટી મનમાં હાયવરાળ પ્રગટે છે અને મન અશાન્ત રહે છે. લેભથી અનેક પ્રકારની પાપમય પ્રવૃત્તિ થાય છે અને તેથી ઘોર કર્મ બાંધવાં પડે છે, એમ હૃદયમાં નિશ્ચય કરાવીને લેભની મુક્તિને નિશ્ચય સુમતિ કરાવે છે. મનમાં કઈ પણ પ્રકારની ઈચ્છા પ્રગટે નહીં એવી સ્થિતિમાં તપની પ્રેરણું કરનાર સુમતિ છે. તપથી અનેક ભવનાં કરેલાં કર્મ ક્ષય થાય છે અને તેથી આત્માની શુદ્ધિ થાય છે, એમ તેનાં સૂક્ષ્મ રહસ્યોને સમજાવીને તેવી પ્રવૃત્તિ કરાવનાર સુમતિ છે. સંયમના સમાન અન્ય કેઈ નથી; જે સંયમમાં આત્માની રમણુતા થાય છે તે, મનમન્દિરમાં આત્માનો મહેસવ થાય છે એમ સમજવું. સંયમથી આત્માની અનંત શક્તિ પ્રગટે છે. અલ્પકાળમાં મુક્તિની પ્રાપ્તિ કરાવી આપનાર સંયમ છે, એવી પ્રેરણું કરીને તેમાં આત્માની પ્રવૃત્તિ કરાવનાર સુમતિ છે. જગતમાં સત્ય સમાન અન્ય કેઈ ધર્મ નથી; સત્યથી અન્ય કઈ મહાન ધર્મ નથી. સત્યથી દુનિયાને વ્યવહાર ચાલે છે. જ્યાં સત્ય છે ત્યાં ધર્મ છે અને જ્યાં અસત્ય છે ત્યાં ધર્મ નથી; જ્યાં સત્ય છે ત્યાં પરમેશ્વર છે અને જ્યાં અસત્ય છે ત્યાં માયા છે, એમ સમજનાર સુમતિ છે સયાજાતિ પરોપર્મ સત્ય સમાન અન્ય કેઈ ઉત્કૃષ્ટ ધર્મ નથી, સત્યથી ધર્મનું સામ્રાજ્ય પ્રવર્તે છે. સત્ય રાત્રી દીવસ જાગ્રત રહે છે. સત્યને કેઈ પણું પ્રકારની આંચ આવતી નથી. સત્યને કેઈ જાતને ભય નથી. સત્ય ત્રણ ભુવનમાં ગાજે છે. સત્યને દબાવવામાં આવે તે તે દબાતું નથી. સત્ય સમાન અન્ય કઈ પ્રકાશ નથી. સત્યને સૂર્ય, જેના હૃદયમાં છે તેની પાસે પરમાત્મા છે; સમાજ પરમાત્મા વસે છે.
સત્યથકી મન, વાણું અને કાયાની શુદ્ધિ થાય છે. જ્યાં સત્ય છે ત્યાં વ્રત છે. જ્યાં સત્ય છે ત્યાં સન્તપણું છે. સત્યને પ્રકાશ ત્રણ ભુવનના જીવોને પવિત્ર કરે છે. સત્યરૂપ ગંગાનદી જેના હૃદયમાં વહે છે, તેને આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપો અસર કરતા નથી. સત્યના
For Private And Personal Use Only