________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) પમાંજ તે રાગ ધારણ કરે છે, તેથી પિતાના સ્વામિના વશમાં છે એમ નિશ્ચયરીત્યા તે બેલે છે. કિન્તુ આત્મા તે કુમતિ અને તૃષ્ણના
ગે સમતાના શુદ્ધ સંબન્ધને અને તેના પ્રેમને પણ જાણી શકતા નથી અને તે કુમતિનું કહ્યું કરે છે, તેથી તે અન્યના સંગી છે એમ સમતાનું કહેવું યથાર્થ સમજાય છે. પોતાના પર શુદ્ધ પ્રેમને ધારણું કરનારી એવી સમતાના સંગી આત્મા થતો નથી અને બ્રાન્તિથી કુમતિના સંગમાં રહે છે, તેથી આવી ગતિ કેણે શિખવી? એમ કહી સમતા ઠપકે (ઉપાલંભ) આપે છે તે યોગ્ય જ છે. જગતમાં પણ કહેવત છે કે, પોતાના વશમાં છે તેને મૂકીને પરસ્ત્રીની સંગતિ જે કરે છે તેનું ડહાપણ ધૂળસમાન છે. મૂઢ પુરૂષ પરસ્ત્રીના પરવશપણુમાં ફસાઈને પિતાના આત્માને નીચ બનાવે છે અને નીતિને ભંગ કરે છે. મૂઢ પુરૂષને આવી ગતિ શીખવનાર કુમતિ વિના અન્ય કોઈ નથી. કમતિના વશમાં પડેલા મનુષ્યની બુદ્ધિમાં મલીનતા થઈ જાય છે અને તેઓનું મન હડકાયા કૂતરાની પેઠે વિષયવેગથી જ્યાં ત્યાં આથડે છે. મૂઢ પુરૂષો ત્યાં સંતોષ અને સુખ પ્રાપ્ત કરવા જાય છે, પણ દુઃખના ખાડામાં ઉતરે છે અને અનેક પ્રકારની આપત્તિનાં વાદળાંઓથી ઘેરાય છે. મૂઢ પુરૂષ પોતાની સત્ય સ્ત્રીનો સંગ ત્યાગ કરીને, અન્યત્ર-અન્ય સ્ત્રીની સોબત કરે છે તેમાં તેને કઈ પણ પ્રકારને લાભ પ્રાપ્ત થતું નથી અને સ્વાર્થ પ્રેમની મલીનતાના ધુમાડાથી તેની ચક્ષમાંથી અશ્રુનો પ્રવાહ અતે નીકળ્યાવિના રહેતું નથી. થુવર દુધના પાનથી કદી તૃષાની શાન્તિ થતી નથી, તેમ પરસ્ત્રીના સંગથી કદાપિ અંશમાત્ર પણ શાનિત પ્રાપ્ત થતી નથી. પોતાના સ્વામિપર સમતાને અત્યન્ત વિશુદ્ધ પ્રેમ છે, તેથી પોતાના સ્વામિને પોતે કહે છે, પણ અજ્ઞાનદશાથી આત્મસ્વામી પિોતે માનતા નથી, તેથી અનુભવજ્ઞાન વગેરે ઉપકારી મનુને તે વિનવે છે અને મારા સ્વામિને મનાવી લાવે એમ કથે છે. અનુભવથી આત્માને સત્ય સ્ત્રીનો અનુભવ થાય છે. અનુભવવિના સત્યનો નિર્ધાર થઈ શકતો નથી. આત્માની પ્રાપ્તિ કરાવનાર અનુભવ છે, માટે તે ઉપકારી કહેવાય છે. આત્માને વિરહ તે સમતાને અગ્નિની જવાલા કરતાં વિશેષ પ્રકારે બાળે છે. પ્રેમીના વિરહરૂપ અગ્નિને કેઈ સહન કરી શકતું નથી. સમતા વિરહ અગ્નિથી બળે છે, માટે તે આનન્દઘનરૂપ મેઘની ધારાને ઈચ્છે છે તે યથાયોગ્ય કાર્યો છે. આનન્દઘનરૂપ મેઘની ધારાથી વિરહની અગ્નિ શાન્ત થાય છે, અથૉત્ આત્મા કુમતિને સંગ ત્યાગ કરે છે અને સમતાના સંગમાં જ્યારે આવે છે, ત્યારે આનન્દઘન મેઘની વૃષ્ટિ વર્ષ્યા કરે છે અને તેથી આનન્દની છાયા છવાઈ જાય છે,
For Private And Personal Use Only