________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) फिर फिर जोउ धरणी अगासा, तेरा छिपणा प्यारे लोक तमासा॥ न वले तनतें लोही मांसा, सांइडानी बे धरणी छोडी निरासा. ॥
_| મો. | ૩ | विरहकु भावसों मुज कीया, खबर न पावो तो धिगमे राजीया ॥ दही वायदो जो बतावे मेरा कोइ पीया,आवे आनन्दघनकरुंघरदीया.
! મો | ૪ | A ભાવાર્થ-અનુભવ પરિણતિ કથે છે કે, હે આત્મન ! તારૂં પ્રત્યક્ષ દર્શન કરવાને માટે વારંવાર પૃથ્વી અને આકાશને નિરખું છું, પણ હે પ્રિય ! તારું આચ્છાદિતત્વ વા તારું ગુપ્ત થઈ જવું, લેકમાં તમાસા જેવું છે; અસંખ્ય સૂર્યકરતાં પણ જેને અનતગણે પ્રકાશ છે તેનું દેહમાં છુપાઈ જવું એ શું ! આશ્ચર્યકર વૃત્તાંત નથી? તારી શોધ માટે આટલો બધો પ્રયત્ન છતાં, તેમજ મારી શોધક બુદ્ધિ અપૂર્વ છતાં તું મારી આંખે સાક્ષાત્ દેખાતો નથી, તેથી લોકોમાં આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે, અહો! આત્માનું આ કેવું ચરિત્ર છે? હે આત્મસ્વામિન્ ! મારી આવી દશામાં તું છુપાઈ રહીને તેમાં તમાસો ઉત્પન્ન કરે છે, પણ સંતાકુકડીની રમત જેવી કીડા કરવી, હવે તને ઘટતી નથી. તું મને મળતો નથી માટે લોકમાં તમાસે થાય છે, તેથી મને મનમાં બહુ લાગી આવે છે અને શરીરમાંથી લોહી અને માંસ કેમ ગળી જતું નથી? ટળી જતું નથી? ઇત્યાદિ ચિંતવાય છે. અરે! સ્વામિથી ત્યજાએલી નિરાશાવાળી સ્ત્રીના શરીરમાંથી માંસ અને રૂધિર હીન થઈ જાય એમાં શું કંઈ આશ્ચર્ય છે? મને પણ આજ દશા હે આત્મસ્વામિન્ ! તમારા વિરહે અનુભવાય છે. તે સ્વામિન્ ! તમે બેટા ભાવથી મારે વિરહ ર્યો છે;–અનાદિકાળથી રાગદ્વેષને મલીન ભાવથી આત્માએ અનુભવ પરિણતિ સાથે સંબંધ રાખે નથી. રાગ અને શ્રેષના પરિણામને ભાવ કહે છે. અનુભવ પરિણતિ સ્વકીય સ્વામિને ઉપાલભ આપવાને માટે મારી સાથે બેટા ભાવથી વિરહ કર્યો એમ કથે છે. આ બાબતનું હવે તમે યથાર્થ જ્ઞાન ન પામે તે મારા જીવતરમાં ધિક્કાર છે; એમ અનુભવ પરિણતિ કથે છે. પુનઃ તે વિશેષતઃ કથે છે કે, કેઈ વાયદો દઈને મારા આનન્દઘનરૂપ આત્મસ્વામિને બતાવે છે, મારા ઘરમાં મંગલ મહત્સવના દીપકે કરું. .
અનુભવ પરિણતિએ પોતાના સ્વામિપ્રતિ કરેલી વિજ્ઞપ્તિને સાર અધ્યાત્મ તત્ત્વજ્ઞાતાઓના અનુભવમાં આવી શકે તેમ છે. પિસ્તા
For Private And Personal Use Only