________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૪ ) અન્તરમાં અનુભવ પરિણતિનું ઉપર્યુક્ત સ્વરૂપ અવધવાનું છે. બાહ્યમાં આવી સ્ત્રીની દશાવાળાં પાત્રોનો પાર નથી, પણ તેવાં પાત્રોની ક્ષણિકતા છે, માટે શ્રીમદ્ આનન્દઘનજી આન્તરિક પાત્રનું અદ્ભુત સ્વરૂપ દર્શાવે છે. અનુભવ જ્ઞાન પરિણતિનો સ્વામી આત્મા છે. અનેક આગમનું પરિશીલન કરતાં અનુભવ પરિણતિ પ્રગટે છે. અનુભવ પરિણતિને આમાની સાક્ષાત્ સંગતિવિના ગમતું નથી. ચેતનપર તેની અન્તરની સુરતા અને રમણતા લાગી છે, તેથી તે ભેળા મનુષ્યની આગળ પણ તે વાતને જ કથે છે. પુરૂષ સમાગમને પ્રોત્સાહિત કરનારાં બાહ્ય સાધનોની પેઠે તે અતર સાધનને પણ વર્ણવે છે. તમય દશારૂપ સુંવાળી શા છે, નિર્મલ શ્રુતજ્ઞાનરૂપ ચન્દ્રરાત્રી પ્રગટી રહી છે, ચારિત્ર પાલન વૃત્તિરૂપ પુષ્પવાટિકામાંથી શુભાધ્યવસાયરૂપ સુર્ગધીને પ્રવાહ વહે છે અને શુદ્ધ પ્રેમરૂપ શીતલ વાયુ વહ્યા કરે છે. આવા સાનુકૂળ સુખકારક સંયોગમાં ચેતન પતિવિના અનુભવ જ્ઞાન પરિણતિ અત્યન્ત તપ્ત બને છે અને મૃતપ્રાય જેવી લીન દશામાં આવી જાય છે; એમ તે હૃદદ્વારથી સ્પષ્ટ ઉચ્ચરે છે. આત્મજ્ઞાન સમાધિમાં મસ્ત રહેનારા મુનિવરેના હૃદયમાં આવી જ્ઞાન પરિણતિ ખીલી શકે છે. અનુભવ પરિણતિ ખીલતાં આત્માવિના બાહ્ય દશામાં ચેન પડતું નથી; સાંસારિક વિષય ભાગમાં રૂચિ વા અરૂચિની ભાવના રહેતી નથી અને તત્સમયે અનુભવ પરિણતિ–ઉચ્ચ ભૂમિકામાં આત્મપતિનું અલૌકિક મહત્વ અનુભવે છે. આત્મસ્વરૂપ વિલીન દશાની મૂર્છારૂપ સમાધિમાં તે જગતને ભુલી જાય છે અને નિર્વિકલ્પ સુખને પક્ષ દશામાં યાકિંચિત્ અંશે અનુભવ કરે છે; કિન્તુ તેના મનમાં આત્મ
સ્વામિને સાક્ષાત્ મળવાની ધૂન લાગી રહી હોય છે. સહજ સમાધિ દશાના કિંચિત્ અંશને અનુભવીને જેઓ અપ્રમત્ત દશાને શોભાવે છે, એવા મુનિવરોને અનુભવ પરિણતિની ભાવનાનો અનુભવ આવે છે અને તેથી તેઓ અન્તરની સુખલીલામાં મસ્તાન બનીને દુનિયા તરફ આંખ મીંચામણું કરે છે. દુનિયાના લોકેની બાહ્ય પ્રવૃત્તિને સ્વમસમાન ક્ષણિક લેખીને મુનિવરો આત્મામાંજ ચિત્ત રાખ્યા કરે છે અને તેથી તેઓને આત્માનો સાક્ષાત્કાર કરવા અત્યન્ત તીત્રોત્સાહ અને શીવ્રતા એ બન્નેની સાથે સમાગમમાં આવવું પડે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં આત્માની વાર્તા ચર્ચ છે. શરીર છતાં શરીર મારું નથી એવી ભાવનામાં આરૂઢ થાય છે; એવા ઉપર્યુક્ત જ્ઞાનસમાધિમગ્ર મુનિવરેને, અનુભવ પરિણતિના ઉદ્ધારનો અનુભવ આવે છે. અનુભવ પરિણતિરૂપ સ્ત્રી પિતાના ચેતનસ્વામિ સંબધી જે કથે છે તે આગળ જણાવે છે,
For Private And Personal Use Only