________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૬ ) કરતી નથી. આત્માના મૂળ સ્વરૂપની અજાણ એવી મતિ દુનિયામાં અનેક પ્રકારની કળાઓ કેળવે છે અને પ્રવૃત્તિ માર્ગમાં લાગી રહે છે. આવી મતિની દશા જાણીને શ્રદ્ધા કર્થ છે કે, હે મતિ ! હું તારું સર્વ સ્વરૂપ જાણું છું. જેમ માની આગળ કઈ ગમાર, મામાનું વર્ણન કરે, તેમ હું પણ તારું સર્વ સ્વરૂપ જાણું છું. અદ્યાપિપર્યત તું કપટની કેથળી છે, અર્થાત્ અનાદિકાળથી તે અદ્યાપિપર્યત હારામાં કપટ ઘણું છે. હવે તું પિતે જ વિચારીને કહે કે, આત્મસ્વામિને મેળવી આપવામાં શ્રદ્ધા શું કરી શકે ? હે મતિ ! તારામાંથી કપટાદિ દોષો ટળે તે સ્વામિની સાથે હું મેળાપ કરાવી આપું. ક્રોધ, માન, માયા અને તેમના દોષમાંથી મલીન થએલી એવી તું મતિ અને આત્મસ્વામી; એ બેનો મેળાપ થઈ શકે નહિ. એ સ્વાભાવિક નિયમ છે કે, સ્ત્રીમાં ઉત્તમ સદ્ગુણો હોય છે તે પતિ તેની પાસે રહે છે. પોતાના સ્વામિની પ્રસન્નતા મેળવવા માટે સ્ત્રીએ સગુણેને ધારણ કરવા જોઈએ અને પોતાના સ્વામિની આજ્ઞામાં રહેવું જોઈએ. ધન્વન્તરિ વૈદ્ય હેય, પણ રેગી પથ્ય ન પાળે તે ધન્વન્તરિ વૈદ્ય પણ રોગીનું ભલું શી રીતે કરી શકે? તેમ હે મતિ! હું તારા ભલામાટે પ્રયત્ન કરું છું કિન્તુ તું બહિરવૃત્તિનો ત્યાગ કરીને અન્તરવૃત્તિ ન ધારણ કરે તાવત્ આત્મસ્વામિના પ્રેમને શી રીતે મેળવી શકે? આત્મસ્વામિને મેળવવા માટે તેનાવિના મનમાં કશું કંઈ લાવવું ન જોઈએ. આત્મસ્વામિને રહેવાને માટે ખરેખર પંચમ તિરૂપ મહેલ છે. મુક્ત દશાના મહેલમાં આત્મસ્વામિને રહેવાને મૂળ ધર્મ છે અને તું તે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિ એ ચતુર્ગતિરૂપ મહેલને છોડતી નથી, પંચમી ગતિરૂપ મહેલમાં જવાને માટે શુભાશુભ વૃત્તિને ત્યાગ કરતી નથી; ત્યારે હવે વિચાર કર કે તારી પાસે કેવી રીતે આત્મસ્વામી આવી શકે? હારી આ વાતમાં ભારે કાંઈ ખાવા પીવાનું નથી, અર્થાત્ તેમાં કંઈ મારે સ્વાર્થ નથી. મને જે સત્ય લાગે છે તે હું તને જણાવું છું. મારું કવ્યું માનતી નથી અને હસતાં મારાં હાડ કેમ ભાગે છે?
શ્રદ્ધા, મતિની ઉદ્ધતાઈથી તેને શિક્ષા આપે છે. આત્મતત્વથી બહિમુખવાળી મતિની વૃત્તિ જગતમાં રમ્યા કરે છે અને તેથી બાહ્યમુખ મતિ સ્વચછન્દમાં મસ્ત બનીને શ્રદ્ધાની હાંસી કરે! એમાં કંઈ આશ્ચર્ય નથી. જગત્માં ઘણું વિદ્વાને મતિના વિકાસથી મદાંધ બનીને દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધાની હાંસી કરે છે, આવી પરિસ્થિતિમાં મતિ કંઈ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરી શકે નહિ. બહિર્મુખવાળી મતિની ચેષ્ટાથી આત્મસ્વામી કદી ખુશ થાય નહિ. શ્રદ્ધા ઉત્તમ સખી છે તેથી
For Private And Personal Use Only