________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫)
પી શકે છે અને તે અધ્યાત્મરસના પ્યાલાને પચાવી શકે છે. અધ્યાત્મરસને માલે પચાવનાર વ્યવહાર અને નિશ્ચયનયકથિત ધર્મતત્ત્વ વ્યાખ્યાઓને, તે તે નયની અપેક્ષાએ સમજે છે, અને તેની શ્રદ્ધા કરે છે, કિન્તુ તસંબધી એકાતે કેઈ નયની વાતને પકડીને કદાગ્રહ કરતો નથી. તે દરેક નયનાં વચનોના ભાવને સમજી શકે છે અને અધિકાર પ્રમાણે આચરણ કરી શકે છે. નવતત્ત્વ, પકવ્ય, આદિ દ્રવ્યાનુયોગને પરિપૂર્ણ સમજી શકે છે અને અનેકા તપક્ષને ધારણું કરે છે. મહાત્માએ અધ્યાત્માનુભવરસકથાના પ્યાલાનું પાન કરીને તેને પચાવી શકે છે. અધ્યાત્મરસના પ્યાલાને પીને તેને બરાબર જે પચાવી શકે છે, તે જગનો શહેનશાહ બને છે, અથૉત્ તેને અવધૂતદશાને અનુભવ આવે છે; આત્મજ્ઞાનરસમાં સદાકાલ તે અલમસ્ત રહે છે. જગતની પ્રવૃત્તિને હઠાવીને તે વિરતિપણું ભજે છે. સમતાના અનુભવને તે પામી શકે છે અને તેને આત્માના ઉપર અત્યંત વિશુદ્ધ પ્રેમ પ્રગટે છે, તેથી તે આત્માના અનુભવ પ્રદેશમાં ઉતરવા પ્રયત્ન કરે છે અને તે સહજાનન્દને પ્રાપ્ત કરે છે. હવે તેવા આમાનુભવ પ્રસંગને અનુસરી આત્માની શ્રદ્ધારૂપ સ્ત્રી પોતાની સખી મતિને શિખામણ આપે છે તે અત્ર દર્શાવે છે. .
(રા વસન્ત ધમાટ.) छबिले लालन नरम कहे, आली गरम करत कहावात ॥टेक॥ मांके आगें मामुकी कोई, वरनन करय गिवार ॥ अजहुँ कपटके कोथरी हो, कहा करे सरधा नार. ॥ छ० ॥१॥ चउगति महेल न छारिहो, कसे आत भरतार ॥ खानो न पीनो इन वातमें हो, हसत भाग कहा हाड.॥
| છ | ૨ | ભાવાર્થ-શ્રદ્ધા પિતાની સખી મતિને કથે છે કે, હે સખી મતિ! છબીલા અને આપણું પોષણ કરનારા એવા લાલન આત્મસ્વામી તારી સાથે શાન્ત થઈને શાન્ત વાર્તા કરે છે, ત્યારે તું ગુસ્સામાં આવીને કેમ વાત કરે છે? મતિ પિતાના સ્વામિનું શુદ્ધસ્વરૂપ અવધતી નથી અને આત્માના સન્મુખ થતી નથી અને આત્માની સત્ય મહત્તા જાણતી નથી ત્યાંસુધી આત્મા ઉપર મતિનું લક્ષ્ય લાગતું નથી અને આત્મા ઉપર ગુસ્સે થાય છે. આત્માની વાત,મતિને પસંદ પડતી નથી. બાહ્ય વસ્તુઓના સંબંધમાં રહેનારી મતિને આત્માના ઉપર પૂર્ણ પ્રેમ પ્રગટતું નથી અને તેથી આત્માની ભક્તિ સેવામાં આસ્તિતા ધારણું
For Private And Personal Use Only