________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૪ )
વર્ષના છોકરાને પારાની માત્રા આપવામાં આવે તો તે જીરવી શકતે નથી, તેમ અધ્યાત્મજ્ઞાનની ગ્યતા જેનામાં નથી તેની આગળ અધ્યાત્મજ્ઞાનકથા કહેવાથી તેનું હિત થઈ શકતું નથી. ક્રોધીને કઈ દેવતા વશ થાય તો તેથી તે અનર્થની પરંપરા વધારે છે, તેમ જેનામાં સદ્ગુણેની ગ્યતા ન આવી હોય અને જેને અધ્યાત્મતત્ત્વપર રૂચિ ન હેય તેની પાસે અધ્યાત્મજ્ઞાનની કથા કરવાથી તેનું અહિત થાય છે. જયા गामडीया राजसभामां, दील्ही नगर मजार । गायन करतां गायकने तो, दीधा ઢામ જનાર મૂર્વ જ્ઞાન વરઘુ ના થાય. આ કહેવત પ્રમાણે અધિકારની પરીક્ષા કોવિના, મત-કદાગ્રહીની આગળ આત્માનુભવરસકથા કરવાથી ઉલટી વક્તાને ઉપાધિ થાય છે. દુનિયામાં જેણે જેટલી ગ્યતા પ્રાપ્ત કરી હોય છે તેને તેટલું મળે છે. પિતાની ભૂમિકા કઈ છે તેનો નિર્ણય યાત કરવામાં ન આવે, તાવતું તેને અમુક જ્ઞાન હિતકારક છે કે નહિ? તે કહી શકાય નહિ. જેની સ્થળબુદ્ધિ હોય તેની આગળ અધ્યાત્મતત્ત્વની સૂક્ષ્મ વ્યાખ્યાઓ કરવામાં આવે છે, અરણ્યરૂદનની તુલ્યતાને ધારણ કરી શકે તેમાં કંઈ આશ્ચર્ય નથી. રાસભને તે ઘાસજ આપવું જોઈએ, જે તેને સાકર ખવરાવવામાં આવે તે ઉલટું હિતને બદલે તેનું અહિત થાય છે. વ્યવહારના એકાન્ત કદાગ્રહીને પણું અધ્યાત્મરકથાનો ઉપદેશ આપવાથી અંશમાત્ર લાભ થતો નથી.
જેઓ એકાન્ત નિશ્ચયનયને માને છે, પણ નિશ્ચયનયકથિત ધર્મપાત્ર બન્યા નથી,-નિશ્ચયનયનું સ્વરૂપ બિલકૂલ સમજતા નથી અને નિશ્ચથને હઠ કરી પકડે છે, તે પણ અપેક્ષાએ જોતાં મતવાળા છે. નિશ્ચયનયનું જેઓ યથાર્થ સ્વરૂપ અવબોધતા નથી અને જેઓ વ્યવહારધર્મની અધિકાર પ્રમાણે થએલી ક્રિયાઓને ત્યાગે છે, તેઓ અધ્યાત્મરકથા
ને શ્રવણ કરીને શુષ્ક અધ્યાત્મજ્ઞાનિ બને છે અને તેથી તેઓ અન્તરની રમણુતાવિના કહેણું અને રહેણુની ભિન્નતાથી અધ્યાત્માનુભવરસકથાને પચાવી શકતા નથી.
નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવુંભૂતનય, એ સાત નથી ધર્મનું સ્વરૂપ અવબોધ્યા વિના અને સાત નયકથિત ધર્મની શ્રદ્ધા કર્યા વિના, એકાન્ત નયવાદમતને કદાગ્રહ ટળતો નથી. ધર્મક્રિયાઓની અધિકારતા અધિકારીઓના ભેદે ભિન્ન ભિન્ન છે. વીતરાગનાં વચનો સાપેક્ષજ્ઞાને ભરપૂર છે. જેણે સાત નાની સાપેક્ષાપૂર્વક તત્ત્વોનું સ્વરૂપ અવધ્યું છે તેને કદાગ્રહનું મમત્વ રહેતું નથી, તેથી તે નિર્મમત્વદશાવાળે ગણાય છે. જ્ઞાનની નિર્મમત્વ અને કદાગ્રહરહિત દશા જેણે પ્રાપ્ત કરી છે, તે અધ્યાત્મજ્ઞાનરસને પાલે
For Private And Personal Use Only