________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૭ ) તે મતિને શિખામણ આપે છે, છતાં સ્વચ્છન્દતાથી મતિ, મસ્ત બનીને શ્રદ્ધાની-હાંસીમાં હાડભાગવા જેવી ચેષ્ટા કરે છે. યુરપાદિ દેશના જડવાદીઓ તથા ચાર્વાકની મતિ બાહ્યવિષયમાં વિશાલ હોય છે; તેઓ મેટા પ્રોફેસરે હોય છે, કિન્તુ તેઓને આત્મતત્ત્વસંબધી પ્રેમ હતો નથી અને તેઓને આત્મતત્વની શ્રદ્ધા હોતી નથી. અન્તરંગદશામાં મતિ અને શ્રદ્ધાના પાત્રની આ વાર્તા છે, તેથી વાચકોએ અન્તરમાં ઉતરીને પ્રસ્તુત વિષયનું મનન કરવું. શ્રદ્ધાની આજ્ઞા માનનારી મતિ ખરેખર આત્મસ્વામિને પ્રાપ્ત કરી શકે છે. રાગ અને દ્વેષના ગે મતિ, બાહ્યમાં રમતા કરે છે અને આત્માને ઉપાલંભ આપીને કથે કે તું મને દેખાવ દે, તે શું આવી વાપટુતાથી આત્માને સાક્ષાત્કાર થઈ શકે કે? અલબત કદાપિ થઈ શકે નહિ. પરોક્ષદશામાં શ્રદ્ધાની શિક્ષા પ્રમાણે યદિ મતિ પ્રવૃત્તિ કરે, તે તે આત્મસ્વામિની કૃપાપાત્ર ઠરી શકે. ગમે તેટલી વિશાળ બુદ્ધિ હોય પણ આત્મતત્ત્વની શ્રદ્ધા ન હોય તે તેવી લુખી બુદ્ધિથી સત્યસુખ પ્રાપ્ત થતું નથી. નવતત્ત્વાદિકની શ્રદ્ધાવાળી મતિ ન હોય તે, તે મતિને આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાની યોગ્યતા આવતી નથી. શ્રદ્ધાવિનાની મતિથી ધર્મમાર્ગમાં ઊંડા ઉતરી શકાતું નથી. જૈનધર્મ ઉપર શ્રદ્ધાવિનાની મતિ એક રાક્ષસી સમાન છે, તેથી આમાના અનન્તસુખનો લાભ મળી શકતો નથી. ધર્મ શ્રદ્ધાવિનાની મતિથી જગતમાં બહુ અશાંતિ ફેલાય છે અને કોઈનું શ્રેય: સાધી શકાતું નથી, માટે શ્રદ્ધાસખી મતિને જે શિક્ષા આપે છે તે યોગ્ય જ છે. શ્રદ્ધાસખી, મતિને પુનઃશિક્ષાવચને નીચે પ્રમાણે કથે છે. ममता खाट परे रमे हो, और निदे दिनरात ॥ लैनो न देनो इन कथा हो, भोरही आवत जात.॥छ० ॥३॥ कहे सरधा सुनि सामिनी हो, ए तो न कीजे खेद ॥ हेरे हेरे प्रभु आवही हो, वदे आनन्दधन मेद. ॥ छ०॥४॥
ભાવાર્થો:–હે મતિ ! તું બાઘવસ્તુઓની મમતારૂપ ખાટલીમાં પડી રહે છે અને રાત્રીદિવસ ગમે તેની નિન્દા કર્યા કરે છે. અર્થાન્તરમાં અવધવાનું કે, આતમસ્વામી મમતારૂપ ખાટલા પર પડી રહે છે અને તું તેની રાત્રીદિવસ નિન્દા કર્યા કરે છે, તેથી કંઈ આત્મસ્વામિની પ્રાપ્તિ થઈ શકે નહિ. એવી વાતમાં કંઈ લેવાનું વા દેવાનું નથી, અને આવી રીતે તારી પ્રવૃત્તિથી દીવસે આવે છે અને જાય છે, અર્થાત પ્રાપ્ત થએલા દીવસે નિષ્ફલ જાય છે, પણ સમયની કિસ્મત સમજવામાં તે ખ્યાલ કરતી નથી તે કેટલી મોટી ભૂલ છે? હે મતિ ! તું મમતા અને નિન્દામાં
For Private And Personal Use Only