________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) ધારભૂત સિદ્ધબુદ્ધિપરમાત્મા છે. પરમાત્માના સમાન પિતાના આત્મામાં ગુણે છે, પણ તે કર્મના યોગે તિભાવે છે, તેને પ્રગટ કરવા પ્રયત કરવો જોઈએ. શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, હે આત્મન ! તું પણ સત્તાએ સિદ્ધપરમાતમારૂપ છે. સુંદર સ્વરૂપવાળી વસ્તુઓને શિરેમણિ છે. હે મારા આત્મારામ ! તું સાંભળી અને પરમાત્મસ્વરૂપમાં તન્મય બની જા! અર્થાત્ તું પરમાત્મસ્વરૂપમાં લીન બન અને પરમાત્માની સાથે એકરસરૂપ થઈને આનન્દના સમૂહભૂત શુદ્ધપરમાત્મપદનું સ્થાન થા!
પ ૭૨.
(ા છે.) मेरे माजी मजीठी सुण एक वात ॥ મિરે સારા વિના ન દુઢિયાત. મેરે છે . रंगीत चुंनडी लडी चीडा, काथा सोपारी अरु पानका बीडा.॥ मांग सिन्दूर सदल करे पीडा, तनकठा डाकोरे, विरहा कीडा.॥
! મેરે | ૨ છે. ભાવાર્થ-સમતા પિતાના આત્મસ્વામિના વિરહે પિતાની જીવનદશા વર્ણવે છે. મજીઠના જેવા રક્ત અને મસ્ત એવા હે મારા આત્મસ્વામિ ! એક મારી વાર્તા શ્રવણુ કર! મારૂં લાલનપાલન કરનાર તું છે માટે તું લાલન કહેવાય છે. તું જ મારા મનમાં મિષ્ટ લાગે છે. હે ચેતન સ્વામિન્ ! તારા વિના હું આનન્દ પામતી નથી. પતિના વિરહે સ્ત્રીને શંગાર આદિ પણ દુઃખ હેતુભૂત થાય છે. સંગીત ચૂનડી, લટ, નાડું, કાથો, સોપારી, પાનનું બીડું, સેંથો અને સિદૂર, આદિ સુખકર વસ્તુઓ પણ ગાઢ પીડા કરે છે અને તનરૂપ કાષ્ટને વિરહરૂપ કીટક પોતાના મુખવડે કરડે છે-કેતરે છે અને તેથી પતિવ્રતા સ્ત્રીને જીવતાં છતાં મૃત્યુના દુઃખને અનુભવ થાય છે. આ કથન અન્તરમાં સમતા અને આત્મા ઉપર ઉતારવાનું છે. અન્ત૨માં ઉતરીને સમતા અને આત્માનું સ્વરૂપ અવલોકવું. સ્થલ જગની ભૂમિકામાં પતિના વિરહે સ્ત્રીની જેવી દશા થાય છે, તેના કરતાં અન્ત૨માં સમતાને ચેતનના વિરહ વિશેષ દુઃખ થાય છે; બાહની સ્ત્રીને પતિના વિરહે આર્તધ્યાન અને શૈદ્રધ્યાન થાય છે. બાહ્યની સ્ત્રી, વિષયની બુદ્ધિથી વિરહનું દુ:ખ પામે છે. વિષયને સ્વાર્થે પ્રેમની ક્ષણિકતાથી, બાહ્ય સ્ત્રી સહજ સુખ પ્રાપ્ત કરી શકતી નથી. બાહ્ય સ્ત્રી અને પતિને વિયેગ અને સંગ ઈન્દ્રજાળની પેઠે ક્ષણિક છે અને ઝાંઝવાના જળની પેઠે બ્રાન્તિરૂપ છે. બાહ્ય સ્ત્રી વિષયપ્રેમ અથવા સ્વાર્થ પ્રેમથી
For Private And Personal Use Only