________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ ) પતિના વિરહે દુઃખ પામે છે, અને તેથી તે તે મેહનીય કર્મના તાબે થાય છે. અન્તરની સમતા સ્ત્રી પોતાના ચેતન સ્વામિના વિરહે દુઃખ પામે છે, પણ આતમસ્વામિને જ્યારે સંગ થાય છે ત્યારે તેને કદાપિ વિયોગ પામતી નથી. સમતા વિરહના ઉદ્ધારથી તે અકળાય છે તેમ અવબધાય છે, કિન્તુ તે મેહનીય શત્રુના આધીન થતી નથી. જેમ જેમ સમતા, આત્મસ્વામિના સ્વરૂપમાં તલ્લીન થાય છે અને મળવાને માટે વિશેષ ઈચ્છા કરે છે, તેમ તેમ તે આત્મસ્વામિના સમુખ ગમન કરે છે અને મેહનીય કર્મની પ્રકૃતિયોને વિખેરે છે. જેમ જેમ તે અન્તરના શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભાવના, સમિતિ, ગુપ્તિ અને સંયમ આદિ શૃંગારેને સજે છે, તેમ તેમ તે આત્માભિમુખ થતી જાય છે. તે નીચેના ગુણસ્થાનકને ત્યાગ કરે છે અને ઉપરના ગુણસ્થાનક ઉપર ચઢે છે. સમતાને પ્રથમ દશામાં આત્મસ્વામિનો પક્ષ સંબન્ધ હોય છે. યોગીઓ પરોક્ષપણે આત્માનું ધ્યાન ધરે છે. મતિજ્ઞાન અને શ્રુતસાનવડે આત્મધ્યાન કરી શકાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સહચારિ સમતા, પક્ષ દશામાં આત્માને પરમાત્મદેવરૂપે નિરખીને તેના ઉપર અત્યંત પ્રેમ કરે છે. આત્માવિના સર્વ જગત તેને કઈ પણ પ્રકારે રૂચિકર અને સુખકર લાગતું નથી. આત્મપ્રભુને મળવાને માટે તે તલ-પાપડ થઈ જાય છે. અપ્રમત્ત દશામાં મુનિવરે આત્માને મળવાનેમાટે એકમના થઈ જાય છે અને તે વખતમાં તેની મનોવૃત્તિ સમતા ભાવમાં પરિણમે છે. તે વખતે મુનિવરેનું આત્મસ્વભાવમાં મન લીન થઈ જવાથી તેનું શરીર પણું કઢંગી સ્થિતિમાં આવી પડે છે. શરીરના ભેગે પણ આત્મપ્રભુને પ્રાપ્ત કરે એવી ધૂનમાં તેઓ શરીરની સ્પૃહા કરતા નથી. અપ્રમત્ત દશાના અનુભવને આસ્વાદનારા ગિયે સમતાની વિરહ દશાનું આવું જીવન વૃત્તાંત અનુભવી શકે છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણે રહેલા મુનિયે આત્મપ્રભુને પ્રાપ્ત કરવા અત્યંત તીવ્ર ઇચ્છા કરે છે, પણ પક્ષ દશામાં સાક્ષાત્ સંબધ થતો નથી તેથી તેઓ આત્મવિરહ ઉપર્યુકત વિરહને અનુભવે છે. તેવા મુનિ અન્તરમાં રહેલી સમતા અને આત્માના પાત્રોની જીવન દશાના વૃત્તાંતને અનુભવ કરી શકે છે. સમતા પરોક્ષ દશામાં આત્માને ઓળવા અત્યન્ત પ્રયત્ન કરે છે, તે તેના નીચેના ઉદ્ધારેથી જણાવવામાં આવે છે. जहां तहां दुहुँ ढोल न मित्ता, पण भोगीनर विण सब युग रीता॥ रमणी विहाणी दहाडा थीता, अजहु न आवे मोहि छेहा दीता ॥
• કેરે. રૂ .
For Private And Personal Use Only