________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩) પર ૭૦,
(સાવી.) आतम अनुभव रसकथा, प्याला पिया न जाय ॥ मतवाला तो ढहि परे, निमता परे पचाय ॥१॥
ભાવાર્થ-આત્માના અનુભવરસની કથાનો પ્યાલો પી શકાતો નથી, કારણ કે જે મતવાળે મનુષ્ય, આત્માનુભવ રસકથાને માલો પીવે છે તો ઢળી પડે છે, મૂચ્છ પામે છે, બેભાન થઈ જાય છે. સારાંશ કે, તે આત્માનુભવરસકથાના પ્યાલાને પચાવી શકતા નથી. નિમતા. અર્થાત્ જે મનુષ્યને કેઈપણ પ્રકારનો મતઆગ્રહ, કે હઠભાવ નથી અને જે અનેકાન્તપણે સર્વ પદાર્થોનું સ્વરૂપ અવબોધે છે અને જે કંઈપણ પ્રકારના વ્યવહાર વા નિશ્ચયના એકા-તપક્ષને પકડતો નથી, તેજ અધ્યાત્માનુભવરસકથાના પ્યાલાને પચાવી શકે છે.
શ્રીમદ આનન્દઘનજીએ આ સાખીને અનુભવજ્ઞાનના ઉદ્ધારથી લખી છે. આ સાખીનો અર્થ એટલે બધો છે, કે તેના ઉપર એક મોટું પુસ્તક લખી શકાય. અધ્યાત્મજ્ઞાનરસના અધિકારીવિના પારાની પેઠે અધ્યાત્મજ્ઞાન પચાવી શકાતું નથી અને ઉલટું અનર્થથી પરંપરાને વધારે છે. અધ્યાત્માનુભવરસકથાનો પ્યાલો પીધા વિના સાંસારિક દુઃખોની નિવૃત્તિ થવાની નથી. સર્વ પ્રકારના જ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાનની શ્રેષ્ઠતા મહાત્માઓએ દર્શાવી છે. રાગ અને દ્વેષને નાશ કરી હોય તે અધ્યાત્મજ્ઞાનાનુભવરસકથાનો પ્યાલો પીવાની આવશ્યકતા છે. તે માટે શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કથે છે કે, એકાન્તપણું ત્યાગ કર્યા વિના અધ્યાત્માનુભવરસપ્યાલો પીવાની યોગ્યતા આવતી નથી. એકાન્તવ્યવહારનયને માનનારાઓ મતવાળા કહેવાય છે. એકાન્તવ્યવહારમાં ધર્મ માનનારાઓ અધ્યાત્મજ્ઞાનરસને યાલે પીવે છે, પણ વ્યવહારના કદાગ્રહથી અધ્યાત્મરસનું પાચન થઈ શકતું નથી, અથૉત્ કોઈને વાન્તિ (વમન) થાય છે અને જેમ જમેલું ભેજન બહાર્ નીકળી જાય છે, તેમ વ્યવહાર કદાગ્રહીના મનમાં અધ્યાત્મજ્ઞાનનો રસ ટકી શકતો નથી. અધ્યાત્મજ્ઞાનનો રસ પચાવવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. વ્યવહારમતવાદીઓ આત્માનુભવરસની કથાઓને પણ શ્રવણ કરતાં ચીડાઈ જાય છે. જેના હૃદયમાં અધ્યાત્મની અરૂચિ અને તેની યોગ્યતા પણ નથી તે આત્માની સહજાનન્દની ઝાંખીને પ્રાપ્ત કરી શકતો નથી. બે ત્રણ
For Private And Personal Use Only