________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ અનુમાન કરી શકાય છે. તેઓશ્રી ચઉદમા અનનતનાથના સ્તવનમાં કહે છે કે, गच्छना भेद बहु नयण नीहाळतां, तत्त्वनी वात करता न लाजे । उदरभरणादि निज कार्य करता थका, मोह नडीया कलिकाल राजे. ॥धार०॥
ગછના ભેદ ઘણા પડયા છે. પોતપોતાના ગચછની સત્યતા અને તેની પુષ્ટિ માટે ભિન્ન ભિન્ન ગવાળા પ્રાયઃ પ્રવૃત્તિ કરતા હતા અને તેથી અન્ય ગચ્છની તથા અન્ય ગચ્છના સાધુઓની તુચછતા દેખાડવા પ્રયત્ન કરનારાઓને શિક્ષા આપી છે કે, એ પ્રમાણે પ્રવૃત્તિ કરીને તત્ત્વની વાત કરતા તેઓ લાજતા નથી. આ કારણથી મહદશામાં પ્રવેશાય છે. આ ઉપરથી સાર ખેંચવાને કે, તેઓએ પ્રમાદી સાધુઓએ ગચછના ભેદે અન્ય ગચછની સાથે કલેશની ઉદીરણું કરી પ્રમત્ત બનવું નહિ. અન્ય સાધુઓને શિખામણ આપતાં એ પ્રમાણે કહેવામાં આવે છે. આ સાધુઓની ઉન્નતિ માટે શિખામણ છે, પણ સાધુઓના ખંડન માટે નથી, તેમજ ઉપર્યુક્ત વાક્યથી કેઈ ગછનું ખંડન પણ કર્યું નથી. ગચછના ભેદે પરસ્પર ગચ્છના સાધુઓએ-ઈર્ષા, દ્વેષ અને કુસંપથી લડવું ન જોઈએ; એટલુંજ હદય હાર્દ એ વાકયમાંથી ખેંચી શકાય છે. આગમોના અનુસારે તેમનું કથન છે. તેઓશ્રી કહે છે કે, पाप नहि कोइ उत्सूत्र भाषण जिश्यो, धर्म नहि कोइ जगसूत्र सरिखो।। सूत्र अनुसार जे भविक किरिया करे, तेहनो शुद्ध चारित्र परिखो. ॥धार०॥
ઉસૂત્ર ભાષણ કરવામાં તેમણે મોટામાં મોટું પાપ દર્શાવ્યું છે. સૂત્રોના અનુસારે ઉપદેશ દેવામાન કેઈ ધર્મ નથી. સૂત્ર અનુસારે કિયા કરનારનું શુદ્ધ ચારિત્ર ગણાય છે. પિસ્તાલીશ આગમો અને સુવિહિત આચાર્યોના બનાવેલા ગ્રન્થ ઉપર તેમની અપૂર્વ શ્રદ્ધા હતી અને તે બાબતની માન્યતાને તેઓ શ્રી નમિનાથના સ્તવનમાં મુક્ત કંઠે પ્રકાશે છે; તે નીચે મુજબ- . सूत्रने चूर्णी भाष्य नियुक्ति, वृत्ति परंपर अनुभव रे।
समय पुरुषनां अंग कयां ए, छेदे ते दुर्भव्य रे. ॥ षट् ॥
સૂત્ર, ચૂર્ણિ, નિયુક્તિ, ભાગ, વૃત્તિ, પરંપરા અને અનુભવ એ જૈનદર્શન સિદ્ધાન્તરૂપે પુરૂષનાં અંગ કહ્યાં છે એ અંગોને જે છેદે તે દુર્ભવ્ય છે. આગમની પંચાંગીની માન્યતા માટે શ્રીમદ્ આનન્દઘનજીનું આ વચન બસ છે. પંચાંગીની માન્યતાધારક અને વૈરાગી તેમજ અધ્યાત્મજ્ઞાની, એવા શ્રીમદ્ આનન્દઘનજીએ સાધુને વેષ ત નથી; તેમણે તંબુરા અને કફની ધારણ કરી નથી. આનન્દઘનજી
For Private And Personal Use Only