________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ સાધુઓ એકસરખા ન હોય તે તે અનુભવસિદ્ધ છે. વાચકે તથા લેખકના શુભ પરિણામ પણ એક દિવસમાં મન્દ, મન્દતર, ઉચ્ચ, ઉચ્ચતર થયા કરે છે, તે ઉપરથી મનુષ્યોએ સાર ખેચવાને છે કે, સાધુઓ પણ પોતપોતાની યોગ્યતા પ્રમાણે શુભ, શુભતરાદિ પરિણામને ધારણ કરે છે. કેઈ સાધુમાં જ્ઞાનગુણું ખીલ્ય હેાય છે અને કઈ સાધુમાં વૈયાવૃત્ય ગુણ ખીલ્ય હોય છે. સાધુઓને પણું આઠ કર્મ લાગ્યાં હોય છે, તેથી તેઓને પણ કર્મના ઉદયે કેાઈ વખત દે લાગી શકે છે, પણ તેઓ દેનો નાશ કરવા પ્રાયશ્ચિત્ત વગેરે કરે છે અને પોતાના આત્માની શુદ્ધિ કરે છે. સાધુવર્ગ પાપકર્મથી ડરે છે. અરે ! હું સાધુ થયો છું, મારા દોષથી ધર્મની અપભ્રાજના થશે અને ધર્મની હીનતા થશે, માટે મારે આ કૃત્ય કરવું ઘટે નહિ, અર્થાત્ હવેથી ભારે દેષ સેવવો નહિ એવું સાધુના મનમાં આવે છે. ગૃહસ્થ તો એમ કહે છે કે, અમે સંસારી છીએ, તેથી અમે તે કર્મથી ખરડાયેલા છીએ, અમેએ કયાં વ્રત ઉચય છે? એમ પણું કહી દે છે, પણ સાધુવર્ગથી તે પ્રમાણે કહી શકાતું નથી. ગૃહસ્થ તે નિશંક થઈને કઈ પણ પાપમાં પ્રવૃત્તિ કરે છે, પણ સાધુઓને તે દેાષ સેવતાં ભય અને લજજા ઉત્પન્ન થયાવિના રહેતી નથી. કેઈ સાધુમાં એક દેષ હેય, તેથી તે સર્વ પ્રકારના દેવવાળે સિદ્ધ કરતા નથી. સાધુમાં રહેલા એક દષથી તેનામાં રહેલા અન્ય ગુણેને પણ દેષરૂપે માની લેવાને નીચ સ્વભાવ ત્યાગ કરવો જોઈએ. સર્વગુણ વીતરાગ છે. સાધુએ થયા એટલે કઈ પણ પ્રકારનો દોષ હોજ ન જોઈએ, એ સિદ્ધાંત નથી. ક્રોધ, માન, માયા, લોભ, કામ, આદિ દોષ દશમા ગુણઠાણાના ઉપર અને કેવલજ્ઞાન થયા વિના સર્વથા પ્રકારે ટળતા નથી, તેથી હાલના સમયમાં તરતમ ગે ગુની અધિકતા જેનામાં દેખાય તેનું બહુ માન કરવું. જે જે અંશે જે જે સાધુમાં, જે જે ગુણ દેખાય તે તે અંશે તેનું બહુમાન કરવું. પંચમકાલમાં સર્ષવ જેટલે પણ જેનામાં ગુણ દેખાય તેના ગુણને પર્વત સમાન કરી માને, કેઈસાધુનું કેઈ ખરાબ આચરણ હોય તેથી સર્વે સાધુઓ તેવા પ્રકારના હોઈ શકતા નથી. કેઈ સાધુમાં કેઈ ગુણ વિશેષ ખીલે હોય છે અને અન્ય કોઈ દોષ હોય છે. અથૉત્ પાંચ આંગળીઓની પેઠે સાધુઓની પણ સમાનતા હોતી નથી. કેઈ સાધુમહાત્મા ચારિત્રથી ભ્રષ્ટ થયા હોય, વા થતા હોય તો તેમને પુનઃ સહાય આપીને આગળ ચઢાવવા જોઈએ. પણું પડ્યા પર પાટુ મારવાની પેઠે તેમને ઠેઠ હેઠળ પાડવા પ્રયત્ન ન કરવું જોઈએ. દોષ સેવીને દોષને દોષ તરીકે માનનાર કેઈ સાધુ
For Private And Personal Use Only