________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮ ) ભાવાર્થ:–પિતાના શુદ્ધાતઃકરણથી શ્રીમદ્ કહે છે કે દેવ, અસુર અને દેશના પતિ ઈન્દ્રને પણ હું ઈચ્છતા નથીમારે કઈ રાજ્યથી પ્રજન નથી, કેઈ પણું કાર્યના સમૂહને ઈચ્છતો નથી, તેમ ઉપલક્ષણથી, લક્ષ્મી, ઘરબાર, હાર્ટ, વસ્ત્ર, સત્તા અને માનપૂજાને પણ ઈચ્છતો નથી, પણ આનન્દને ઘન જેનાથી પ્રાપ્ત થાય છે એવા સાધુની સંગતિનેજ ફક્ત ચાહું છું; એમ શ્રીમદ્ કથે છે. શ્રીમની આ હૃદયવાણુંથી લેખકના મનમાં અત્યન્ત અસર થાય છે. અહે! આવા લેગીન્દ્ર પુરૂષને પણ સાધુસંગતિ માટે અત્યુત્તમ ઇચ્છા છે, ત્યારે આપણે તે સાધુની સંગતિ માટે અવશ્ય ઈછા ધારણ કરવી જોઈએ. શ્રીમદે એક સાધુસંગતિની જ ઈચ્છા મનમાં રાખી છે. સાધુરાંગતિમાં સર્વ પ્રકારનું સુખ સમાયું છે. સાધુની સંગતિમાં પરમાત્મતત્ત્વ રહ્યું છે. સહજાનન્દ આવિર્ભાવ કર હોય અને આનન્દની ખરી ખુમારી ભેગવવી હોય તે, સાધુની સંગતિ કરવી જોઈએ. શ્રીમદ્ આનન્દઘનજીને સાધુની સંગતિને પૂર્ણ અનુભવ થયે છે અને સાધુસંગતિથી આનન્દર અને સ્વાદ લીધા છે તેથી આ પ્રમાણે હૃદયવીણું વગાડે છે. સાધુના સમાગમથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; આત્મજ્ઞાન પામેલા સાધુઓની આન્તરિકદશા જુદા પ્રકારની હોય છે. કેટલાક લેકે કહે છે કે, જે અધ્યાત્મજ્ઞાની થાય છે તેને સાધુવ તરફ પૂજ્યબુદ્ધિ રહેતી નથી, પણ આ પ્રમાણે તેઓનું કથવું શશશંગવત અસત્ય ઠરે છે. અધ્યામજ્ઞાની શ્રીમદ્ આનન્દઘનજી છે, એમ વિદ્વાનો કબુલ કરે છે, તેવા શ્રી આનન્દઘનજીને સાધુઓ પ્રતિ કેવો પ્રેમ છે, તે આ પદથી જણાઈ આવે છે. અધ્યાત્મજ્ઞાન હૃદયમાં પરિણમે છે ત્યારે સાધુઓ ઉપર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રમ ઉપજે છે અને સાધુઓની સંગતિનું વ્યસન પડે છે, એમ શ્રીમદ્ આનન્દઘનજીના વાયપરથી સિદ્ધ થાય છે. શુષ્ક અધ્યાત્મીઓને સાધુઓ પ્રતિ પૂજ્યભાવ ન રહે એ કદી સંભવી શકે, પણ તેથી કંઈ તેમાં અધ્યાત્મજ્ઞાનને દોષ ગણાય નહિ. શ્રીમદ્
ગ, અધ્યાત્મ અને શુદ્ધયિાના રાગી હતા, તેથી તેઓનું હૃદય શુદ્ધ પ્રેમ અને ભક્તિ તથા ધ્યાનથી ઉચ્ચ થતાં-સંયમની ઉત્તમ દશાના અનુભવથી–આવા ઉદ્વારે નીકળે તે અનુભવમાં આવે છે. શુષ્ક જડ જેવા કિયાવાદી અને શુષ્ક અધ્યાત્મવાદીઓનું હૃદય, શુદ્ધ પ્રેમ અને અનુભાવજ્ઞાનથી રહિત હોય છે તેથી તેઓનાં હૃદય કદાગ્રહવાસનાઓથી વાસિત બને છે અને તેથી તેઓને યથાર્થ આત્મતત્વને લાભ પ્રાપ્ત થઈ શકતું નથી. જેનાથી સમ્યકત્વબોધિની પ્રાપ્તિ થઈ હોય, એવા ધર્મગુરૂ તરીકે તે એક સાધુગુરૂ મસ્તકે અવશ્ય ધારણ કરવા જોઈએ, તેમ ચારિત્રલેટિની અપેક્ષાએ અન્ય સાધુઓની સંગતિ કરવી જોઈએ,
For Private And Personal Use Only