________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
વર્ગના સમાન ઉત્તમ કોઈ પાત્ર નથી. સાધુએ સાધુના વેષથી અકાર્ય કરતાં લજજા પામે છે, પણ ગૃહસ્થા તે અકાર્ય કરતાં પ્રાયઃ સાધુઓની પેઠે લજ્જા ન પામી શકે એ મનવા યોગ્ય છે. બાવીસ પરિસહેાને સાધુએ વેઠે છે અને અધ્યાત્મ ભાવનાથી પેાતાના આત્માને પાપે છે. પંચ પરમેશ્રીમાં સાધુઓને ગણવામાં આવ્યા છે. ગૃહસ્થને કોઈ વખત ગૃહસ્થવેષે કેવલજ્ઞાન થાય છે, તાપણુ દેવતાઓ ગૃહસ્થવેષે રહેલા કેવલીને ખમાસમણુ દેઇને વાંદતા નથી, પણ ગૃહસ્થવેષમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં સાધુનો વેષ પહેર્યાબાદ કેવલીને દેવતાઓ વંદન કરે છે; એમ જૈનાગમામાં દર્શાવ્યું છે. ગૃહસ્થાવાસમાં રહેલા એવા તીર્થંકરને સાધુ વાંદે નહિ, કારણકે ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થંકરમાં સર્વ વિરતિપણાના અભાવ છે, માટે ગૃહસ્થાવાસમાં તીર્થંકરા ચોથા ગુણઠાણે હાય છે. કોઈ એમ કહેશે કે ઈન્દ્રો ગૃહસ્થ તીર્થંકરને વંદન કરે છે અને સાધુઓ ગૃહસ્થાવાસમાં રહેલા એવા તીર્થંકરને કેમ વંદન કરે નહિ? તેના ઉત્તરમાં અવબાધવાનું કે ચેાથા ગુણુઠાણા કરતાં છઠ્ઠા ગુણુઝાણાની અત્યંત ઉચ્ચતા છે, તેથી સાધુવ્રતમાં રહેલા સાધુએ ગૃહસ્થનેષમાં રહેલા તીર્થંકરોને વાંદે નહિ. કારણ કે ગૃહસ્થદશા કરતાં સાધુદશાની સદા-સર્વથા પૂજ્યતા રહેલી છે, તેમ તેવી અનાદિકાલની ઉત્તમ વ્યવસ્થાને સાધુઓ પાળે છે. ભાગ અવસ્થા ફરતાં યોગ અવસ્થા માટામાં મોટી છે, તેથી સંસારના ભાગના ત્યાગ કરીને તીર્થંકરા પણ દીક્ષા અંગીકાર કરે છે.
હાલમાં અકુશ અને કુશીલ એ બે પ્રકારનાં ચારિત્ર પ્રવર્તે છે. અકુશ અને કુશીલ નિગ્રંથના આચારો ભગવતી સૂત્રના પચીશમા શતકમાં દર્શાવ્યા છે. ભગવતી સૂત્રના આધારે સાધુઓના આચાર તેવામાં આવે તેા સાધુવર્ગની ઉત્તમતા અને પૂજ્યતાનેા ખ્યાલ ગૃહસ્થવર્ગના મનમાં વિશેષ રહ્યા કરે.
સાધુવર્ગની અલૌકિકતાનેા ભાસ ગૃહસ્થાને થયાવિના રહેતે નથી. સાધુઓ, ગૃહસ્થાથી સાંસારિક બાબતમાં ન્યારા રહે છે, પણ ધાર્મિક બાબતમાં બન્ને વર્ગ સાથે રહીને કેટલાંક-ધાર્મિક કાર્યો કરે છે. નિરૂપાધિદશામાં સહેજ સુખ સમાયલું છે એવું ગૃહસ્થાને સાધુએ દર્શાવી શકે છે. સ્વતંત્ર અને આનન્દમય જીવન ગાળવાનેમાટે સંસારના ત્યાગ કરીને મનુષ્યા સાધુના વેષ અંગીકાર કરે છે. આત્મજ્ઞાન અને ધ્યાનથી સાધુએ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. પરમાત્મ સંબન્ધી વિશેષ જ્ઞાન સાધુઓના હૃદયમાં સ્ફુરે છે.
શ્રીમદ્ આનન્દઘનજી મહારાજે ગૃહસ્થલેષના ત્યાગ કરીને સાધુ
For Private And Personal Use Only