________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૩) ને વેષ પહેર્યો હતો અને મરણપર્યંત સાધુના વેષમાં રહીને આત્મજ્ઞાન સંબધી શાસ્ત્રાનુસારે વિચાર કર્યા હતા.
પ્રશ્ન-શ્રીમદ્ આનન્દઘનજીએ જૈન સાધુ થયા બાદ કફની પહેરી હતી અને હાથમાં તંબુરે રાખતા હતા એમ કેટલાક લોકો કહે છે તે વાત શું ખરી છે?
ઉત્તર–અમારા સમજવા પ્રમાણે તે વાત ખરી નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ સત્તર ને ચાલીશની સાલ લગભગ વિદ્યમાન હતા. તેમના સમકાલીન શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય, શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય, શ્રી સત્યવિજય પન્યાસ, શ્રી માનવિજય, શ્રી લાવણ્યવિજય, શ્રી વિજયપ્રભસૂરિ અને શ્રી જ્ઞાનવિમલસૂરિ, વગેરે ઘણું સાધુઓ થયા છે, તે વખતમાં જે આનન્દઘનજીએ કફની પહેરી હોત તો તેને ઉલ્લેખ તેઓ કર્યા વિના રહેત નહિ. શ્રીમદ્ આનન્દઘનજીએ પણ પોતે સાધુવેષ ત્યાગ કરીને કફની પહેરી એવું કંઈ ઠેકાણે લખ્યું નથી. કેઈ પણ પદમાંથી તેમણે કફની પહેરી એવું નીકળી આવતું નથી. સાધુને વેષ ઉત્તમ નિમિત્ત કારણ છે. તેને ત્યાગ કરવાને કદી તેમનું મન લલચાય નહિ. સાધુને વેષ ત્યાગ કરવાનું કાઈ પણું કારણ તે વખતમાં બન્યું હોત તે, તે વખતના સાધુઓ તથા પાછળથી લગભગ પચીશ પચચાશ વર્ષપર થએલા સાધુઓ કોઈ પણ પુસ્તકમાં જણુંવ્યાવિના રહેતી નહિ. કદાપિ એમ માને કે કઈ વખતે શ્રમણસંઘે સાધુને વેષ ત્યાગવાની આનન્દઘનજીને ફરજ પાડી હોય! પણ એવું કઈ પણ લેખિત પુરાવાથી સિદ્ધ થતું નથી. આવું કાંઈ કારણુ–મહાન બનાવ બન્યા હતા તે તેની નોંધ કઈ પણ વિદ્વાને પટ્ટાવલી વગેરેમાં લીધી હોત, પણ તેવું બનેલું કેઈપણ પ્રમાણુથી સિદ્ધ થતું નથી, તેમ શ્રીમદ્ આનન્દઘનજી મહારાજે આગમ વિરૂદ્ધ ભાષણ કર્યું હોય એવું કઈ પણ પ્રમાણથી સિદ્ધ થતું નથી.
શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ નિસ્પૃહ યોગી અને અધ્યાત્મજ્ઞાની હતા, તેથી તેમને જનસંસર્ગ અમુક સંયોગમાં વિશેષ રૂચિકર થઈ પડતો નહતે; એમ અનુમાન ઉપર આવવું પડે છે. તેઓશ્રી શ્રાવકોની હાજી હા કરતા નહેાતા એમ કિંવદન્તીના આધારે કહેવાય છે. પોતાનામાં સાધુના ગુણે છતાં ઉચ્ચ પ્રકારનું ચારિત્ર પાળવાની ભાવના રાખતા હતા, તે તેઓશ્રી કૃત નેમિનાથના સ્તવન પરથી માલુમ પડી આવે છે. તેઓશ્રીના વખતમાં ગોના મતોથી ભિન્ન ભિન્ન ગોમાં પરસ્પર સંપ જોઈએ તે પ્રમાણમાં લેશમેગે-નહેતો
For Private And Personal Use Only