________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૯) શકે છે, અર્થાત અમુક કાળમાં અમુક રીત્યા ચારિત્ર પાળી શકાય છે તેને નિર્ણય, ચારિત્ર ગ્રહણ કરનારા ગીતાર્થ મુનિરાજે કરી શકે છે. - સાધુઓના મનમાં ચારિત્ર કેટીને જે અનુભવ થાય છે, તે ગૃહસ્થાને થઈ શકતું નથી. જૈનધર્મના રાજા આચાર્ય છે અને ઉપાધ્યાય પ્રધાન છે. જૈનધર્મની રક્ષા કરવી અને જૈનધર્મને ફેલાવો કરે એ કાર્ય સાધુઓનું છે. દુનિયાના સર્વ દર્શનીઓના સાધુઓ કરતાં જૈનસાદુઓના ઉત્તમ આચારે છે; એમ કેટલાક અન્યધર્મીઓ પણ મુક્ત કંઠથી કથે છે. ખરેખર જૈન સાધુઓના આચારો ધર્મમય છે.
જગતમાં સાધુઓની અત્યંત આવશ્યકતા છે. સાધુઓ અને સા. વીઓના આચારે અને વિચારેની ઉત્તમ અસર ખરેખર ગૃહસ્થ વર્ગપર થયાવિના રહેતી નથી. સાધુઓની ઉન્નતિથી જગને મહાન લાભ પ્રાપ્ત થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રોને સાધુઓ વ્યાપાર કરે છે. રાગ અને દ્વેષમાં સંસારી જી ફસાયા છે. સાધુએ રાગ અને દ્વેષને નાશ કરવા ક્ષણે ક્ષણે ઉત્તમ ભાવનાઓ ભાવે છે. ગૃહસ્થ મનુ કરતાં સાધુઓના અનન્તગણું પરિણામ નિર્મલ રહે છે. પિસ્તાલીશ આગમમાં સાધુવર્ગની મહત્તા દર્શાવી છે. મેક્ષમાર્ગનું આરાધન કરનાર અને સાધુ તથા શ્રાવક ધર્મને ઉપદેશ દેનાર સાધુઓ છે. બૌદ્ધ, વેદાન્ત વગેરે સર્વ દર્શનેમાં સાધુઓની અત્યંત મહત્તા દર્શાવી છે. તીર્થકરે પણ ગૃહસ્થાવારી છોડીને સાધુપણું અંગીકાર કરે છે. સંસારનો ત્યાગ કર્યા વિના સાંસારિક ઉપાધિથી નિવૃત્ત થવાતું નથી. સાધુઓ વિના અન્ય કઈ ધર્મને ઉદ્ધાર કરવા સમર્થ થતો નથી. દિગબરે તે, સાધુ થયા વિના મુક્તિ મળતી નથી એમ માને છે. વીરપ્રભુએ શ્રી સુધર્માસ્વામિને પિતાને ભાર સોંપ્યો હતો. સાધુ, સાધવી શ્રાવક અને શ્રવિકા એ ચતુર્વિધ સંઘમાં સાધુની પ્રથમ નંબરે મુખ્યતા છે. સાધુઓની નિન્દા કરનારાઓ પોતાના કૂળનો નાશ કરે છે. સર્વથા પ્રકારે દુનિયાની મોહકર વસ્તુઓ અને તન, મનને ભેગ આપીને પિતાનું અને પરનું કલ્યાણ કરનારા સાધુઓ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિ, એ અષ્ટાંગયોગનું સાધુઓ આરાધના કરે છે. સર્વ જીવોની દયા પાળવાને માટે સાધુઓ સમર્થ થાય છે, પણ છકાયના કુટામાં ખુંચેલે વિદ્વાન ગૃહસ્થ કદાપિકાળે સાધુઓના જેવી દયા પાળવાને સમર્થ થતો નથી.
ઘોર કર્મ કરનારા પાપીઓ પણ સાધુઓના ઉપદેશથી સંસારસમુદ્રને તરી ગયા છે. નાસ્તિક મનુષ્ય પણ સાધુઓના ઉપદેશથી
For Private And Personal Use Only