________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭) રહી છે કે, તેના સામું દેખવાથી જાણે કંઈ કામણ કર્યું હોય તેની પેઠે, હું તેનામાં લીન બની જાઉં છું અને તેથી આનન્દની છાયા છવાઈ જાય છે. મારા આત્મપતિના સ્વરૂપને નિરખતાંજ જે આનંદ થાય છે, તે આનન્દ વૈખરી વાણું કથી શકતી નથી. દુનિયામાં તે શક જણાય છે. દુનિયા સામે દૃષ્ટિ કરું છું કે, જ્યાં ત્યાં સર્વે પ્રાણુઓને અનેક પ્રકારની ચિત્તારૂપ ચિતામાં બળતા દેખું છું. દુનિયા સામું દેખતાં જ શેકનું વાતાવરણ પ્રગટ થાય છે. દુનિયામાં જે ઈષ્ટ પદાર્થો મનની કકલ્પનાના યોગે મનાય છે, તેને વિયોગ થતાં શેક ઉત્પન્ન થાય છે. દુનિયામાં અનિષ્ટ પદાર્થોને રોગ થતાં શેક પ્રગટી નીકળે છે. અનેક પ્રકારના રોગ થવાથી તથા તેનું સ્વરૂપ સાંભળવાથી પણ ભય અને શેક થાય છે. દુનિયામાં ભવિષ્યકાલ સંબધી શેક થયા કરે છે. દુર નિયામાં સર્વ જીવોની ભિન્ન ભિન્ન મતિ પ્રવર્તે છે, તેથી એક કાર્ય એકને સારું લાગે છે તે, તેજ કાર્ય અન્યને ખોટું લાગે છે. દુનિયામાં ગમે તેટલા ઉપાય કરવામાં આવે છે તે પણ, શેક તો રહ્યા કરે છે. દુનિયાદારીને વળગતાં આત્મસ્વામી મળતા નથી, માટે આત્મસ્વામીને મળવા પ્રયત્ન કરવામાં આવે તો દુનિયાદારીનો ત્યાગ કરવો પડે છે. આત્મસ્વામીની સેવા અને દુનિયાદારીમાં પ્રવૃત્તિ, એ બે કાર્ય સાથે થતાં નથી. ભસવું અને આટો ફાક, એ બે સાથે થઈ શકતાં નથી, તેમ દુનિયાદારી અને આત્માની સેવા, એ બે સાથે રહી શકતાં નથી. જેમ દિધ કાંજીને થોક (સમૂહ) એ બે એક સ્થાનમાં રહી શકતાં નથી, તેમ મારા મનરૂપ સ્થાનમાં આત્મસેવા ભક્તિ અને દુનિયાદારી, એ બે એકી વખતે રહી શકતાં નથી.
कंत विण चउगति, आणुं मानुं फोकः उघराणी सिरड फिरड, नाणुं ते जे रोक. ॥ मी० ॥३॥
ભાવાર્થ–સમતા કહે છે કે, હે શ્રદ્ધા સખી! મારા આત્મસ્વામીવિનાનું ચતુર્ગતિનું આણું મેં અનcવાર કર્યું અને કરાશે તો પણ તે મિથ્યા છે, મારા આત્મસ્વામિની પ્રાપ્તિવિના ગમે તે ગતિમાં ગમન. કરું પણ તે મિથ્યા છે. આત્મસ્વામિવિના કઈ પણ ગતિમાં જંપવારે નથી, ઉઘરાણું સિરડ ફિરડ અર્થાત્ દ્રવ્યપ્રાપ્તિના નિશ્ચયવાળી નથી. દ્રવ્ય મળે ના મળે પણ નહીં એવી ઉઘરાણીરૂપ કહેણી ધર્મ, તેવડે ધર્મની પ્રાપ્તિ થાય વા ન થાય, તેને નિશ્ચય કહેવાય નહીં. આત્માની કથની કરવી, ધર્મ સંબધી મોટી મોટી વાતો કરવી, પણ તે કથની
For Private And Personal Use Only