________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭) પિતે અનીતિ આચરે છે તેઓ અન્યને સજા કરવા પ્રવૃત્તિ કરે છે તે પણ એક આશ્ચર્ય છે. વ્યભિચારી રાજાઓ, વેશ્યા વગેરેના પોષક બને છે. વ્યભિચારી રાજાઓ, ઠાકરે, શેઠીઆઓ વગેરે સાધુ સન્ત, માબાપ વગેરેની સેવા મૂકીને પરસ્ત્રીઓની સેવા કરે છે. જે સ્ત્રીઓની ચામડીમાં રૂધિરથી રક્તવર્ણ વ્યાપી રહ્યો છે અને ઘણું દ્વારથી અશુચિ નીકળે છે તેવા શરીર પર મોહ પામે છે, એજ તેઓની બુદ્ધિની પરીક્ષાની બલિહારી છે. વ્યભિચારી રાજાઓ, રાણાએ, ઠાકરે, શેઠીઆએ વગેરે પરસ્ત્રીના સંગથી દારૂનું પાન કરે છે. તેઓ દારૂની ઘેનમાં અનેક પ્રકારની લવરી કર્યા કરે છે અને કઈ વખતે તેઓ રસ્તામાં જતાં પડી જાય છે અને તેવા પ્રસંગને લાભ લેઈ કૂતરાંઓ પણ, પિતાના કરતાં મનુષ્ય થઈને પણ નીચ બનેલા પુરૂષોના મુખમાં ઉંચી ટાંગ રાખી મૂતરે છે. વ્યભિચારી પુરૂષો કેળવાયેલા હોય તે પણ તેઓ કેળવણીને દૂષણ દે છે. વ્યભિચારી પુરૂષો પોતાના ધનને કુમાર્ગ વ્યય કરવા પાછી પાની કરતા નથી. વ્યભિચારી પુરૂષે પિતાના કુટુંબની પણ દયા કરી શકતા નથી અને કુલટા સ્ત્રીઓનાં ખીસ્સાં તર કરે છે. હિંદુસ્થાનમાંથી વ્યભિચારનો જે દોષ જાય તે પશ્ચાત્ ઉન્નતિનાં પગથીયાપર પાદ મૂકી શકાય. પરસ્ત્રીલંપટપણુનું દૂષણુ યુવાવસ્થામાં લાગે છે. જેઓને બ્રહ્મચર્યની હૃદય કેળવણું આપવામાં આવે છે, તેઓ પરસ્ત્રીલંપટવૈદોષથી મુક્ત થાય છે.
સર્વ દેશોમાં ગુરૂકૂળ વગેરેમાં બ્રહ્મચર્યની કેળવણી, હૃદયમાં પૂર્ણ અસર કરે એવી આપવામાં આવે તો, ઘણું દોથી મનુષ્ય દૂર થઈ શકે અને તેઓ શુભ માર્ગમાં પ્રવેશ કરી શકે. જે પુરૂ ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરે છે, તેઓને પુરૂષધર્મની પરિપૂર્ણ કેળવણી આપવામાં આવતી નથી, તેમજ પુરૂષ અને સ્ત્રીનાં લગ્ન થાય છે ત્યારે પણ પુરૂષે કેવી રીતે વર્તવું અને સ્ત્રીએ કેવી રીતે વર્તવું તેની સમજણ બરાબર આપવામાં આવતી નથી તે ભૂલ ભરેલું છે. બ્રાહ્મણ વણિક વગેરે જ્ઞાતિયોમાં તે બાલલગ્નની હોળી સળગાવવામાં આવે છે અને તેમાં પ્રિય એવા પુત્રોને તથા પુત્રીઓને હોમવામાં આવે છે અને ધનને ધૂમાડે કરીને એમ સૂચના કરવામાં આવે છે કે પોતાના દેશની પડતી અને ધર્મની પડતી માટે અમે પાક્યા છીએ” અહે! જ્યાં બાલલગ્નની હોળીઓ સળગતી હોય ! ત્યાં શરીરની અને મનની ઉન્નતિની આશા કયાંથી રાખી શકાય? બાળલગ્નથી પુરૂષાથેની વૃદ્ધિ થતી નથી. જે દેશમાં બાળલગ્નને પ્રચાર છે તે દેશ પરતંત્ર થાય છે. જે દેશના મનુ વિષયવાસનાનાં સુખ જોગવવાં એજ જીદગીનું ફળ માને છે,
ભ. ૨૩
For Private And Personal Use Only