________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૦ ) સત્ય છે, કારણકે તેથી દુખની પરંપરા ટળે છે અને સત્ય સુખ પ્રાપ્ત થાય છે, માટે સર્વ ખેલ કરતાં આ ખેલ અપૂર્વ છે. આવે, હે ભવ્યછો ! ખેલ ખેલે, કે જેથી અન્ય સંસારના સર્વ ખેલ ખેલવાના પડે. બાહ્યના ખેલોને પાર આવવાનો નથી અને તેથી ખરૂં સુખ મળવાનું નથી. આ-આમાની પરમામદશા થાય તે–ખેલ ખેલવાને શ્રાવકનાં વ્રત અંગીકાર કરવો જોઈએ અથવા શક્તિ હોય તો સાધુનાં પંચમહાવ્રત અંગીકાર કરવાં જોઇએ. સાધુ થઈને પંચાચાર પાળવા જોઈએ. હાલના કાળમાં કંચન અને કામિનીનો ત્યાગ કરવામાં આવે તે સાધુપણું સારી રીતે પામી શકાય. પૂર્વના રસમય જેવું હાલ ચારિત્ર ન પાળી શકાય તેથી ચારિત્ર ન લેવું એમ કદી મનમાં નિશ્ચય કરે નહિ. સાધુ થવાથી ઘણું ઉપાધિ દૂર કરી શકાય છે, ચારિત્રના આચારમાં પ્રવૃત્ત થએલ આત્મા દુનિયાથી દૂર રહી શકે છે અને ઉત્સર્ગ અને અપવાદ માર્ગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાનુસારે આત્માની ઉચચતા કરી શકે છે; ચારિત્રના સુખને અનુભવ ચારિત્ર લીધાવિના થતો નથી. ગમે તેટલા વિદ્વાન થાઓ અને માન સન્માનથી તમારા આત્માને ધન્ય માને, પણ ચારિત્ર પદ લીધા વિના નિરૂપાધિ દશાના સુખનો અનુભવ આવનાર નથી અને આશ્રવના હેતુઓને પરિવાર થનાર નથી. ચારિત્ર ગ્રહણ કર્યાથી અને ગુરૂગમપૂર્વક તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરવાથી, આત્માના અપૂર્વ ખેલનું ભાન થાય છે અને તેથી અન્તરમાં ઉતરી શકાય છે. આત્માની જ્ઞાનાદિ સૃષ્ટિના ખેલમાં ઉતરતાં બાહ્ય સૃષ્ટિના ખેલ વિલય પામે છે. કહ્યું છે કે, અત્રમાં જે ઉતરે છે તેનું બાહ્યમાં ચિત્ત ચાટતું નથી. અન્તરની વાતો કરવામાં આવે તેટલા માત્રથી કંઈ કાર્ય સિદ્ધ થતું નથી, કેમકે કહેવું તે રૂપું છે અને કરવું તે સેનું છે અને તેનો અનુભવ લેવો એ રન છે. આત્માની વાતો કરી કરીને કંઠ બેસાડવામાં આવે, પણ જ્યાં સુધી આમાના ગુણે પ્રાપ્ત કરવા, ચારિત્રને યથાશક્તિ ભાગે પકડવામાં ન આવે ત્યાંસુધી શુષ્ક જ્ઞાનીપણું છે. જે સદાચાર સેવવા, તે આવા અપૂર્વ ખેલનો હદયમાં ઉપગ રાખીને સેવવા. ઉપયુક્ત અપૂર્વ ખેલ વાંચીને વાચકોએ તે ખેલ અતરમાં પ્રગટાવવો જોઈએ. અતરના ખેલમાં આનન્દને મહાસાગર છે. જ્ઞાની પુરૂષે અત્તરના ખેલને અભ્યાસ કરે છે. બાળ જી બાહ્ય વસ્તુઓમાં ખેલે છે અને અધ્યાત્મજ્ઞાનીઓ અન્તરમાં ખેલે છે. સાધુ વા શ્રાવકના અધિકાર પ્રમાણે, બાહ્યનાં કાર્ય કરતાં છતાં, પણ અતરને અપૂર્વ ખેલ ખેલવા અત્યંત ઉત્સાહ ધારણ કરે. આત્માનો અન્તરને અપૂર્વ ખેલ છે, તેમાં સ્વસ્વભાવે રહી ખેલવું,
For Private And Personal Use Only