________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૭ )
દર્શનને ચર્ચારૂપ યાદ કેમ કરવા? અન્યદર્શનાના જેમાં સમાવેશ થાયછે, એવા જૈનદર્શનને મૂકીને અન્ય એકાન્ત દર્શનનું ગ્રહણુ અને તેની ચર્ચારૂપ પાષાણનેા ભાર કાણુ ઉપાડે? અર્થાત્ કોઈ સુર અનેકાન્ત દૃષ્ટિધારક, અન્યદર્શનાના મિથ્યાવાદરૂપ પાષાણ ભારને ઉપાડે નહિ. અન્યદર્શના એકેક નયથી ઉઠેલાં હેાવાથી, અન્ય નયની માન્યતાના અભાવે મિથ્યાત્વરૂપ હોવાથી (પાષાણુ ભારરૂપ હોવાથી) તેના વિવાદ કરવાની કંઈ જરૂર નથી.
જૈનદર્શન છે તે સર્વ નયથી પરિપૂર્ણ હાવાથી, એકતારના ચાલાની પેઠે સર્વ પ્રકારથી આરાધવા યોગ્ય છે. એકતારના ચાલામાં સર્વત્રં
એકતાર હાય છે, તેમ જૈન્દર્શનના સર્વ સિદ્ધાંતામાં નયાના સાપેક્ષવાદરૂપ, એકતાર હેાવાથી જૈનદર્શન આરાધવા ચાગ્ય છે.
અન્ય સકલ દર્શનમાં એકાન્ત વાગ્બાદની ચર્ચા છે. જૈનદર્શન સર્વ નયોથી સાપેક્ષ હાવાથી અન્ય સર્વ દર્શનાને પોતાનામાં સમાવી શકે છે. જૈનદર્શનને વિશાલ આશય છે અને તે સર્વદા-સર્વથા-સાર્વત્રિક દૃષ્ટિથી સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રતિપાદન કરે છે, માટે જૈનદર્શન સર્વથા આરાધવા યોગ્ય છે. અન્ય દર્શનાનું શું શું એલીએ? અર્થાત, સાપેક્ષવાદમય જૈનદર્શનને પામી એકેક નયની એકાંતે માન્યતાથી ઉઠેલાં અન્ય દર્શનાની એકાંતતા સંબન્ધી શું શું બેલીએ ? સર્વ પ્રકારના એકાંતનયથી ઉઠેલા ઝઘડાને શમાવીને, જે અનેકાંતનયથી પરસ્પર અવિરોધી-સર્વ પદાર્થોના ધર્મોને જણાવનાર જૈનદર્શનની પ્રાપ્તિ થવાથી, હવે કંઈ પણ એકાંતવાદાસ્થિતદર્શના સંબન્ધી ખેલવાની જરૂર રહેતી નથી.
જૈનદર્શનરૂપ એક તારામાંથી ષટ્જર નીકળે છે. અર્થાત્ જૈનદર્શનરૂપ એક તારામાં અન્યષદર્શનરૂપ શ્ર્વરના સમાવેશ થાય છે. જૈમિનીય, સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ, ચાર્વાક અને નૈયાયિક આદિ અન્ય સર્વ દર્શનને તેમાં સમાવેશ થાય છે, માટે સર્વ નયાના અંગથી પરિપૂર્ણ એવું જૈનદર્શન પામીને અન્ય દર્શનમાં કેનું કેવું બેલીએ? અર્થાત્ જૈનદર્શનમાં સાપેક્ષ નયવાદથી સર્વ દર્શનાને સમાવેશ થવાથી એકાન્ત નયવાદની માન્યતા સંબન્ધી કંઈ પણ બેાલવાની જરૂર રહેતી નથી.
એકાન્ત નયથી ઉત્થિત બૌદ્ધાદિદર્શના સમ્યજ્ઞાનના અભાવે પત્થના ભાર સમાન છે. તે દર્શનાથી જન્મ, જરા અને મૃત્યુનાં દુઃખ ટળવાનાં નથી. બાહ્યથી અને અન્તરથી જૈનદર્શન પરિપૂર્ણ સત્ય અને સુન્દર છે, એમ શ્રીમદ્ આનન્દઘનજીના કથનના આશય છે. મુક્તિનું સ્થાન શ્રીમાન આનન્દઘનજી લેાકના અન્તે પાતાના માનથી અતાવે છે. તે
For Private And Personal Use Only